કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રેવેશોત્સવ 2022

અમારા WhatsApp ગૃપપમાં જોડાઓ Join Now

1.પ્રવેશોત્સવ :-
ગુજરાત સરકારે 1998-99ના વર્ષથી શાળા પ્રવેશોત્સવ નામનો કાર્યક્રમ અમલમાં મૂક્યો. શરૂઆતમાં બનાસકાંઠા, પંચમહાલ અને ડાંગ જિલ્લામાં આ કાર્યક્રમ અમલમાં મૂકવામાં આવ્યો હતો. આજે રાજ્યની દરેક શાળામાં નવા શૈક્ષણિક વર્ષની શરૂઆતમાં પહેલા ધોરણમાં પ્રવેશોત્સવ કાર્યક્રમ ઉજવવામાં આવે છે; જેમાં ગામના સો ટકા પ્રવેશપાત્ર બાળકોનું નામાંકન થાય તેવા પ્રયત્નો કરવામાં આવે છે. આ દિવસે પ્રવેશ મેળવેલ દરેક બાળકને શિક્ષણ કીટ આપીને પ્રોત્સાહન આપવામાં આવે છે.

2. વૈકલ્પિક શિક્ષણ યોજના :-
1998થી વૈકલ્પિક શિક્ષણ યોજના અમલમાં મૂકવામાં આવી છે. સામાજિક અને આર્થિક કારણોસર બાળક શાળામાં પ્રવેશ ન મેળવી શકે; ત્યારે તેના માટે જિલ્લા પ્રાથમિક શિક્ષણ કાર્યક્રમ હેઠળ આ યોજના શરૂ કરવામાં આવી છે.

3. અવૈધિક શિક્ષણ કાર્યક્રમ :-
6 થી 14 વર્ષની વયજૂથનાં શાળાએ ન જઈ શકતાં બાળકો માટે અવૈધિક શિક્ષણ અથવા અશાલેય શિક્ષણનો કાર્યક્રમ માનવ સંસાધન વિકાસ મંત્રાલય દ્વારા 1979-80થી શરૂ કરવામાં આવ્યો છે.

4. ઓપરેશન બ્લેકબોર્ડ :-
આ કાર્યક્રમ 1997-98માં પ્રાથમિક શિક્ષણના સાર્વત્રિકરણ માટે શાળાઓમાં જરૂરી સુવિધાઓ પૂરી પાડવાના આશયથી શરૂ થયો હતો. 1999 સુધીમાં 5 લાખ કરતાં વધુ પ્રાથમિક શાળાઓમાં  આ કાર્યક્રમ હેઠળ શૈક્ષણિક ઉપકરણો પૂરાં પાડવામાં આવ્યાં.

5. મધ્યાહન ભોજન યોજના :-
19 નવેમ્બર, 1984થી મુખ્યમંત્રીશ્રી માધવસિંહ સોલંકીના સમયમાં અમલમાં આવેલી આ યોજના પ્રાથમિક શિક્ષણના સાર્વત્રિકરણ માટેની છે. ગરીબ બાળકોને પોષણયુક્ત ખોરાક મળી રહે અને શાળા પ્રવેશમાં વધારો થાય તે હેતુથી આ યોજના અમલમાં મૂકવામાં આવી છે.

Related Posts  GSHEB HSC General/Science Hall Ticket

6. ક્ષમતાલક્ષી પાઠ્યક્રમ (M.L.L) :- (મિનિમમ લેવલ ઓફ લર્નિંગ) :-
બાળકોની ક્ષમતાને ધ્યાનમાં રાખી વિષયવસ્તુ આધારિત પાઠ્યક્રમની ગોઠવણી 1995થી કરવામાં આવી; જેમાં બાળકોમાં વિવિધ ક્ષમતાઓનો વિકાસ થાય એવા પાઠ્યક્રમો તૈયાર કરવા પર ભાર મૂકવામાં આવે છે. પ્રાથમિક શિક્ષણ મેળવતાં 80 %બાળકોમાં ક્ષમતાસિદ્ધિનો આંક 75% ટકા સુધી પહોંચે એ આ અભ્યાસક્રમનો મુખ્ય હેતુ છે.

7. ભાર વિનાનું ભણતર :-
બાળકો ઉપર પાઠ્ય પુસ્તકોનું માનસિક ભારણ ન આવે તે માટે આ કાર્યક્રમ અમલમાં મૂકવામાં આવ્યો છે. પ્રો. યશપાલજીના અહેવાલના આધારે નાનાં બાળકો ઉપર શિક્ષણનો જે ભાર જોવા મળે છે; તેને ઘટાડવા ગુજરાત રાજ્યમાં ભાર વિનાના ભણતરનો પ્રયોગ અમલમાં મૂકાયો છે. આ કાર્યક્રમ અંતર્ગત બાળકને દફતરનો ભાર ન લાગે તે માટે તેનું દફતર શાળામાં જ મૂકી રાખવામાં આવે છે.

8. વિદ્યાલક્ષ્મી યોજના :-
કન્યા કેળવણીને પ્રોત્સાહન મળે તેવા હેતુથી ગુજરાત સરકારે 2002-03ના વર્ષને કન્યા-કેળવણી વર્ષ તરીકે ઉજવવાનું નક્કી કર્યું હતું. આ યોજના અનુસાર શાળા પ્રવેશ સમયે દરેક કન્યાને 1000 રૂ.ના બોન્ડ આપવામાં આવે છે. આ બોન્ડ મેળવનાર વિદ્યાર્થીનીને ધોરણ 8 પાસ કરે; ત્યારે તે બોન્ડ વટાવી શકે છે. આ યોજનાના હેતુઓ નીચે મુજબ છે :
– સાક્ષરતાનું પ્રમાણ જે વિસ્તારોમાં ઓછું છે ત્યાં કેળવણીનું પ્રમાણ વધે
– શિક્ષણ મેળવવા તરફ કન્યાઓ આકર્ષાય
– 25 ટકાથી ઓછી સાક્ષરતાવાળા વિસ્તારોમાં કન્યા-કેળવણીનું પ્રમાણ સુધરે.
– કન્યાઓનું નામાંકન 100 ટકા થાય તેમજ તે આઠમા ધોરણ સુધી જળવાઈ રહે.

Related Posts  ગુજરાત બસ પાસ યોજના | GSRTC Bus Pass Online Application Form PDF

વર્ષ ૨૦૨૨-૨૩ના કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમના આયોજન બાબત
પરિપત્ર ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *