મેરા બિલ મેરા અધિકાર યોજના 2023 Mera Bill Mera Adhikar App

મોદી સરકારની નવી યોજના, 1 કરોડ સુધીના ઈનામ જીતવાની તક

મોદી સરકારે આજથી દેશના 6 રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ‘મેરા બિલ મેરા અધિકાર’ યોજના શરૂ કરી છે. જે અંતર્ગત ન્યૂનતમ રુ. 200ના GST બિલથી તમે દર મહિને 10 લાખ સુધીના ઈનામો જીતી શકો છો. તમે દર 3 મહિને 1 કરોડ પણ જીતી શકો છો. આ યોજનામાં ભાગ લેવા ‘મેરા બિલ મેરા અધિકાર’ એપ ઈન્સ્ટોલ કરવી પડશે. યોજના દમણ-દીવ, આસામ, ગુજરાત, પુડુચેરી, હરિયાણા અને દાદરા-નગર હવેલીમાં શરૂ કરાઈ છે.

યોજનાનું નામ મેરે બિલ મેરા અધિકાર યોજના
લાભાર્થી દેશના તમામ નાગરિકો
ઉદ્દેશ્ય કરચોરી રોકવા અને સામાન્ય લોકોને GST બિલ એકત્રિત કરવા પ્રોત્સાહિત કરવા
ઈનામની રકમ 10 લાખથી 1 કરોડ રૂપિયા સુધીનું રોકડ પુરસ્કાર
શ્રેણી કેન્દ્ર સરકારની યોજના
વર્ષ2023
અરજી પ્રક્રિયા ઓનલાઈન

મેરા બિલ મેરા અધિકાર: માલ/સેવાની ખરીદી માટે તેઓને બિલ મેળવવા પ્રોત્સાહિત કરવા સારુ “મેરા બિલ મેરા અધિકાર” નામની યોજના રાજ્ય તથા કેન્દ્ર સરકારના સંયુક્ત ઉપક્રમે તારીખ 1લી સપ્ટેમ્બર 2023 થી લઇને 1 વર્ષ માટે લાગુ કરવામાં આવી છે. આ યોજના ગુજરાત, આસામ, હરિયાણા રાજ્યો અને પોંડીચેરી, દીવ-દમણ તથા દાદરા અને નગર હવેલીના સંઘ રાજ્યોના ક્ષેત્રમાં લાગુ કરવામાં આવી છે. ગુજરાત ખાતે આ યોજનાનો પ્રારંભ રાજ્યના નાણાં, ઉર્જા અને પેટ્રોકેમીકલ્સ પ્રધાન કનુ દેસાઈ તારીખ 01/09/2023 ના રોજ સવારે 11:00 કલાકે વાપી ખાતેથી કર્યો હતો.

મેરા બિલ મેરા અધિકાર યોજના શું છે?

Mera Bill Mera Adhikar Yojana એ કેન્દ્ર સરકાર દ્રારા શરૂ કરવામાં આવી છે. જેમાં જો કોઈ વ્યક્તિ દુકાન પર જાય છે અને તે દુકાન પરથી ખરીદી કરે છે. તે વ્યક્તિ જે વસ્તુની ખરીદી કરે છે. તે વસ્તુનું દુકાનદાર પાસેથી GST બિલ મેળવે છે અને તે બિલને સરકાર દારા આ યોજના હેઠળ બનાવામાં આવેલ Mera Bill Mera Adhikar એપ્લિકેશનમાં અપલોડ કરે છે તો તે વ્યક્તિને રૂપિયા 1 કરોડ સુધીનું ઇનામ મળવાપાત્ર થશે.

See also  GPSC વર્ગ – ૧ / ૨ સ્પર્ધાત્મક પરીક્ષા કોચિંગ સહાય યોજના શરૂ, મળશે 20 હજાર ની સહાય

મેરા બિલ મેરા અધિકાર યોજના નો હેતુ શું છે?

Mera Bill Mera Adhikar Yojana ચાલુ કરવાનો સરકારનો મુખ્ય હેતુ દેશના અસંખ્ય લોકો દુકાનો પરથી કરે છે પણ કેટલાક એવા પણ લોકો છે, જે ખરીદી તો કરે છે પણ તે વ્યક્તિ તે વસ્તુનું GST બિલ નથી લેતા તેથી દુકાના દારો સરકારમાં TEXT ભરતા બચી જાય છે, જેથી આ યોજના હેઠળ સરકારને આવા દુકાનદારો વિશે જાણ થશે અને Text ભરતા બચી નહીં શકે અને લોકોમાં કોઈપણ વસ્તુ ખરીદીતા તે વસ્તુનું GST બિલ લેવા માટે જાગૃત થશે.


મેરા બિલ મેરા અધિકાર યોજનામાં શું લાભ મળશે?

Mera Bill Mera Adhikar Yojana હેઠળ દેશના તમામ લોકને ઇનામ નહીં આપવામાં આવે પરંતુ નાણાં મંત્રાલયે કહ્યા મુજબ જે લોકો ઓછામાં ઓછું 200 રૂપિયાનું દર મહિને નિયમિત આ યોજના હેઠળ બનાવેલ Mera Bill Mera Adhikar એપ્લિકેશનમાં GST બિલ અપલોડ કરશે. તે માંથી કુલ 800 લોકોને રૂપિયા 10,000/- નું ઈનામ આપવામાં આવશે. અને વધુમાં કુલ 10 વ્યક્તિઓને હશે જેમાં પ્રતિ વ્યક્તિને રૂપિયા 10 લાખ સુધીનું ઈનામ આપવામાં આવશે.


મેરા બિલ મેરા અધિકાર યોજનાનો લાભ કેવી રીતે મેળવવો?

 • મેરા બિલ મેરા અધિકાર યોજના હેઠળ ઇનામ મેળવવા માટે તમારે સૌ પ્રથમ Mera Bill Mera Adhikar એપ્લિકેશન ડોઉનલોડ કરવાની રહેશે. (જેની લિંક નીચે આપેલ છે.)
 • હવે તે એપ્લિકેશનમાં તમારે રજીસ્ટ્રેશન કરવાનું રહેશે.
 • હવે તે આ એપ્લિકેશનમાં તમારે તમે જે વસ્તુની ખરીદી કરો છો તે વસ્તુનું GST બિલ આ એપ્લિકેશનમાં અપલોડ કરવાનું રહેશે સાથે અપલોડ કરેલા બિલમાં ઇન્વૉઇસ નંબર, ચૂકવેલ રકમ, ટેક્સની રકમ, ઇન્વૉઇસની તારીખ અને રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશનું નામ દાખલ કરવાનું રહેશે અને સબમિટ કરવાનું રહેશે.
 • હવે જે લોકોનું નામ ડ્રો માં આવશે તો તમને ઇનામ આપવામાં આવશે.
See also  જ્ઞાન સહાયક ભરતી 2023 - Gyan Sahayak Bharti 2023

કયા રાજ્યોને મળશે આ યોજનાનો લાભ?

આ યોજના અત્યારે પ્રથમ તબક્કામાં છે. જેને અત્યારે ભારતના અમુક રાજ્યોમાં જ ચલાવવામાં આવે છે, જે રાજ્ય નીચે મુજબ છે.

 • ગુજરાત.
 • હરિયાણા.
 • પુડુચેરી.
 • દમણ.
 • દીવ.
 • દાદરા નગર હવેલી.
 • આસામ.

મેરા બિલ મેરા અધિકાર યોજના માટેની મહત્વપૂર્ણ લિંકો

Mera Bill Mera Adhikaar
Mera Bill Mera Adhikaar
Mera Bill Mera Adhikar Appઅહીં ક્લિક કરો.
અમારા Whatsapp ગ્રુપમાં જોડાવો.અહીં ક્લિક કરો.
હોમ પેજઅહીં ક્લિક કરો.

વિવિધ માધ્યમ થકી પ્રચાર:યોજના અંગે સુરત GST વિભાગના સંયુક્ત કમિશનર કે. ડી.શુકલએ જણાવ્યું હતું કે, આ યોજના ગુજરાત સહિત 3 રાજ્ય અને 2 સંઘપ્રદેશમાં લાગુ કરવામાં આવી છે. યોજના હેઠળ તમામ માટે માસિક, ત્રિમાસિક બીલના ડ્રો કરી 10 હજારથી 1 કરોડ સુધીના પુરસ્કાર એનાયત કરવામાં આવશે. આ માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા 30 કરોડની સંયુક્ત ધન રાશિ ફાળવવામાં આવી છે. GST દ્વારા ગ્રાહકોના પ્રાપ્ત તમામ બીલનો કમ્પ્યુટરાઈઝડ ડ્રો કરવામાં આવશે. ગ્રાહકોને જાગૃત કરવા આ માટે વિવિધ માધ્યમ થકી પ્રચાર પ્રસાર કરવામાં આવી રહ્યો છે.

GST વાળા બિલ:આ યોજના હેઠળ GST અંતર્ગત વેરાપાત્ર માલ/સેવાની રૂપિયા 200/- કે તેથી વધુ રકમની ખરીદીના બિલ માન્ય ગણાશે. બિલની મહત્તમ રકમ નક્કી કરવામાં આવેલ નથી. આ યોજનામાં ભાગ લેનાર વ્યક્તિ દ્વારા વધુમાં વધુ એક મહિનામાં 25 બિલ અપલોડ કરી શકાશે. તારીખ 01/09/2023 અને ત્યાર પછીના બિલોને જ માન્યતા આપવામાં આવશે તથા માસિક ડ્રો માટે જે તે માસના બિલોને તે પછીના માસની 5 તારીખ સુધી અપલોડ કરી શકાશે. ત્યારે આ યોજનાનો પ્રથમ દિવસે જ સારો પ્રતિસાદ મળ્યો છે. ગણતરીના કલાકોમાં જ 6500 લોકોએ આ એપ ડાઉનલો

See also  APL અને BPL રેશનકાર્ડમાં મળવાપાત્ર જથ્થો ચકશો ઘરે બેઠા ઓનલાઈન

FAQs – વારંવાર પૂછાતા પ્રશ્નો

મેરા બિલ મેરા અધિકાર યોજના શું છે?

મેરા બિલ મેરા અધિકાર યોજના એ એક સરકારી પહેલ છે જે ગ્રાહક અધિકારોની સુરક્ષા અને ખરીદીના વ્યવહારોમાં પારદર્શિતા પર ધ્યાન કેન્દ્રિત કરે છે.

એપ ક્યારે લોન્ચ થશે?

મેરા બિલ મેરા અધિકાર એપ 1 સપ્ટેમ્બર, 2023ના રોજ લોન્ચ થવાની છે.

હું કેવી રીતે ભાગ લઈ શકું અને જીતી શકું?

ભાગ લેવા માટે, એપનો ઉપયોગ કરીને તમારા ઓનલાઈન શોપિંગ બિલ અપલોડ કરો. પાત્ર વપરાશકર્તાઓ પાસે બિલ અપલોડ અને પાત્રતા માટેના ચોક્કસ માપદંડો સાથે રોકડ ઇનામ જીતવાની તક હોય છે.

હું કેટલા બિલ અપલોડ કરી શકું?

વપરાશકર્તાઓ દર મહિને 25 જેટલા બિલ અપલોડ કરી શકે છે, જેમાં પ્રત્યેક બિલની કુલ રકમ ઓછામાં ઓછી ₹200 છે.

વિજેતાઓની પસંદગી કેવી રીતે થાય છે?

વિજેતાઓની પસંદગી કોમ્પ્યુટર સહાયિત લકી ડ્રો દ્વારા કરવામાં આવે છે. દર મહિને 500 થી વધુ ડ્રો થાય છે, જેમાં દર ક્વાર્ટરમાં બે મોટા ડ્રો થાય છે.

હું વધુ માહિતી ક્યાંથી મેળવી શકું?

વધુ વિગતો માટે, મેરા બિલ મેરા અધિકાર યોજના અને એપ્લિકેશન સંબંધિત સત્તાવાર લેખો અને ઘોષણાઓનો સંદર્ભ લો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *