નવું સંસદભવન – કેવું હશે અદભુત સંસદભવન ? | New Parliament

નવું સંસદભવન: New Parliament photos: સંસદનાં બજેટ સત્રમાં બીજા તબકકાની કામગીરી નવા સંસદભવનમાં થવાની શકયતાઓ છે. સંસદભવનની નવી ઈમારત તૈયાર થઈ ગઈ છે અને માર્ચ મહિનામાં ખુલ્લુ મુકાય તેવી સંભાવના છે. કેન્દ્ર સરકારે નવા સંસદભવનની આલીશાન બિલ્ડીંગની તસ્વીરો જાહેર કરી છે. છેલ્લા દાયકાઓમાં મતક્ષેત્રોમાં બદલાવથી લોકપ્રતિનિધિઓની સંખ્યા વધતા નવા સંસદ ભવનની જરૂરીયાત ઉભી થઈ હતી.

25 મહિનામાં 970 કરોડની બની નવી સંસદ ભવન

નવુ સંસદભવન

નવુ સંસદભવન
નવુ સંસદભવન

નવા સંસદભવનમાં વિશાળ હોલ, લાયબ્રેરી, પાર્કીંગ વગેરે માટે મોટી જગ્યા રાખવામાં આવી છે.મીટીંગ રૂમ તથા ઓફિસો આધુનિક ટેકનોલોજીથી સુસજજ છે નવા બિલ્ડીંગની ટોચ પર ગત વર્ષે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય પ્રતિકનું અનાવરણ કર્યું હતું. નવી લોકસભામાં 888 સાંસદો બેસી શકે તેટલી વ્યવસ્થા છે. જ્યારે રાજયસભામાં 384 સભ્યોની બેઠક વ્યવસ્થા છે.

નવુ સંસદભવન photo 1
નવુ સંસદભવન photo 1

નવા સંસદ ભવનનો હોલ તૈયાર થઈ ગયો છે. લોકસભા આ હોલની અંદરની તસવીર ઉપર મૂકેલ છે. જેમાં લોકસભા ખુબ ભવ્ય અને વિશાળ દેખાય છે.

નવુ સંસદભવન photo 2
નવુ સંસદભવન photo 2

નવુ સંસદભવન photo 3

નવુ સંસદભવન વિશેષતાઓ

  • નવી ઇમારતની ઊંચાઈ હાલના ભવન જેટલી જ હશે
  • ભૂકંપ પ્રતિરોધક ઇમારત ત્રિકોણીય હશે. અવકાશમાંથી 3 રંગના કિરણ જેવી દેખાશે
  • નવું ભવન 65 હજાર ચો.મી.માં હશે, 16,921 ચો.મી. અંડર ગ્રાઉન્ડ હશે.
  • નવા ભવનનું નિર્માણ ટાટા જૂથ કરશે.
  • નવું ભવન 65 હજાર ચો.મી.માં હશે, 16,921 ચો.મી. અંડર ગ્રાઉન્ડ હશે.
  • નવા ભવનનું નિર્માણ ટાટા જૂથ કરશે.

શા માટે નવું સંસદભવન?

હાલનું સંસદભવન ઘણુ જૂનું હોવાથી એેમાં મરામતની આવશ્યકતા છે. વળી, સંસદ એની મહત્તમ બેઠક વ્યવસ્થા સુધી પહોંચી ચૂક્યું છે. વધતી વસતિને ધ્યાનમાં રાખીને બેઠક-સંખ્યા વધારવી હોય તો નવું સંસદભવન બનાવવું જરૂરી છે. જૂની વ્યવસ્થા હોવાથી ઓફિસ સ્પેસ અહીં મર્યાદિત છે. સંસદ અને વિવિધ મંત્રાલય સંબંધિત કેટલીય સરકારી કચેરીઓ દિલ્હીમાં અલગ વિસ્તારોમાં આવેલી છે, આથી દરેક મંત્રાલયની દરેક કચેરી અહીં જ હોય તેવી પ્રાથમિકતા આપવામાં આવી છે.

નવા સંસદભવનના ફોટો અને વિડીયો વચ્યુર્અલ ટુર અહીંથી જુઓ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *