VISHVA MATRUBHASHA DIN

આજે વિશ્વ માતૃભાષા દિવસ

ગુજરાતી ભાષાના હજારો શબ્દો લુપ્ત થઇ ગયા

અંગ્રેજી ભાષાનો વધતો પ્રભાવ ચિંતાનું કારણ ગુજરાતી પરિવારોમાં બોલાતી રોજિંદી ભાષામાં પણ ૪૦ ટકા અંગ્રેજી શબ્દો ઘૂસી ગયા


૨૧ ફેબુ્રઆરીએ વિશ્વભરમાં માતૃભાષા દિવસની ઉજવણી કરવામાં આવતી હોય છે.ત્યારે વૈશ્વીકરણના આ જમાનામાં કોઇ દેશ, રાજ્ય કે ધર્મની માતૃભાષા ટકી રહે તેમજ તેનું મહત્વ જળવાઇ રહે તેવા મુખ્ય પ્રયાસો હાથ ધરવાનું આહ્વાહન કરતો આ દિવસ છે.ત્યારે નવાઇની વાત તો એ છે વિશ્વની એવી કેટલીયે ભાષાઓ છે કે જે તેનું અસ્તીત્વ જ ખોઇ બેઠી છે કે તેના અસ્તીત્વ સામે ઝઝૂમી રહી છે.ગુજરાતી ભાષા પણ હાલ આવા જ તબક્કામાંથી પસાર થઇ રહી છે.છેલ્લા કેટલાક વર્ષોમાં ગુજરાતી ભાષાના હજારો શબ્દો સંપૂર્ણ લૃપ્ત થઇ ગયા છે.જે હાલ ચલણમાં જ નથી કે તેનો સાચો અર્થ લગભગ કોઇને ખબર પણ નહી હોય. બીજી બાજુ આજની પેઢીના ભણતરમાં અંગ્રેજી માધ્યમના વધેલા ક્રેઝ વચ્ચે ગુજરાતી માધ્યમની શાળાઓની સ્થિતિ દિનપ્રતિદિન દયનીય બનતી જતી હોય તેવી સ્થિતિનું નિર્માણ થઇ રહ્યું છે.
અંગ્રેજી ભાષાના વધતા ક્રેઝ વચ્ચે ગુજરાતી ભાષા ભણવા અને શિખવામાં હવે ગુજરાતીઓનો રસ ક્રમશઃ ઓછો થઇ રહ્યો હોય તેવી સ્થિતિનું નિર્માણ થઇ રહ્યું છે.આજકાલ ગામડાઓમાં પણ બોલાતી ગુજરાતી ભાષામાં ૨૦ ટકા અંગ્રેજી શબ્દો તેમજ શહેરી વિસ્તારોમાં લગભગ ૪૦ ટકા શબ્દો અંગ્રેજીમાં જ બોલાતા અને સંભળાતા હોય છે.જેમાંના મોટાભાગના શબ્દોનો ગુજરાતી અર્થ જ કોઇને ખબર રહ્યો નથી.જે ધીમે ધીમે કરીને લૃપ્ત થવાની દિશામાં આગળ વધી રહ્યા છે.બાળક તેની માતૃભાષા સૌપ્રથમ જ્યાંથી શીખવાનું શરૃ કરે છે ઘર કે પ્રાથમિક શાળામાં તેને સાચુ અને શુદ્ધ ગુજરાતી શીખવવામાં જ આવતું ન હોવાથી બાળકના પાયાના શિક્ષણમાં જ કચાસ રહી જતી હોવાનો મત કેટલાક શિક્ષણક્ષેત્રે સંકળાયેલા લોકોનું માનવું છે.જે ભવિષ્યમાં ગુજરાતી ભાષાના અસ્તીત્વ માટે મુશ્કેલી ઉભું કરનારુ નીવડે તેવી શક્યતા છે.નોંધપાત્ર છે કે ભારતભરમાં પહેલા સંસ્કૃત ભાષાનું ભારે ચલણ હતું હાલ સ્થિતિ એ છે કે સંસ્કૃત ભાષા જાણનાર અને બોલનાર લોકોની સંખ્યા ખૂબજ ઓછી રહી જવા પામી છે.

See also  GUJARAT E-MAGAZINE FOR EXAM PREPARATION

ગુજરાતી ભાષાના લૃપ્ત થઇ ગયેલા કેટલાક શબ્દો અને તેનો અર્થ

શબ્દ અર્થ
ટાપુવો રોટલો
જેદર ઘેટું
જુગાઇ ચતુરાઇ
ઠોબારી ઠોઠ
છન્ન ઢંકાયેલું
ગેસાળી ધૂળ
જાંબૂનદ સોનું
ગંડૂષ કોગળો
કલિંગ પક્ષી
ગુલ્ફ ઢીંચણ
ગોકીલ હળ
ઝષ માછલું
ડોહ ધરો
ખંજ લંગડો
ઝડાફો ઝઘડો
ડોડ રીસ
ઝૂપી ચિતા
તંનૂર ચૂલો
ઢેસરો પોદળો
તરો માર્ગ
તબક રકાબી
તલમીજ શિષ્ય
તરઘટ ઉમરો
તાક છાસ
તુરિ ઘોડો
તુબરત કબર
દગડ પથ્થર
તરફોડો છણકો
દુરિત પાપી
દંડક નર્મદા
તાજિર વેપારી
દળવાદળ સૈન્ય
દત્ત આપેલું
દામિની વિજળી
તડાગ તળાવ
દ્રિરદ હાથી
તરોપો નાળિયેર
દુમચી અફિણ
ધદ પતિ
ધી દીકરી
પૂંવરો દીકરો
થાંદલો ફાંદ
ધૂંશ તડકો
ખાપોશ પગરખું
પાસિયું દાતરડું
પાંજણ બંધાણ
પાસલો જાળ
પૈ પૈડું
નફર ગુલામ
પ્રાચિ પૂર્વદિશા
પ્રાવૃષ ચોમાસું
ધમ નગારૃ
પ્લવંગ વાંદરો
નકો નાક
નહાર દિવસ
પનાઇ હોડી
પારાપત કબૂતર
પુરારિ શિવ
પૂગીફળ સોપારી
પ્રયા પરબ

 Leave a Reply

Your email address will not be published. Required fields are marked *