રાજ્યમાં 32 હજારથી વધુ શિક્ષકોની જગ્યા ખાલી

વિધાનસભાની ચૂંટણી દરમ્યાન મહત્વનો મુદ્દો હતો, જેમાં શિક્ષણના મુદ્દે રાજકીય યુદ્ધ થયું હતું પરંતુ હાલ સમગ્ર રાજ્યમાં 32 હજાર જેટલા શિક્ષકોની ખાલી જગ્યાનો મુદ્દો વિધાનસભામાં ઉઠ્યો હતો.

યુવાનોને નથી મળી રહી નોકરી

વિધાન સભા સત્રનો આજે અંતિમ દિવસ હતો, ત્યારે અંતિમ દિવસે ગૃહમાં શિક્ષણ ક્ષેત્રે મહત્વની ચર્ચાઓ કરવામાં આવી હતી જેમાં ખાસ કરીને શિક્ષકોની ખાલી જગ્યાનો મુદ્દો પણ ગૂંજ્યો હતો. હાલ ગુજરાતમાં મોટી સંખ્યામાં યુવાનો બેરોજગારીમાં પોતાનું જીવન વિતાવી રહ્યા છે ત્યારે એક બાજુ બીએડ અને પીટીસી થયેલા યુવક –યુવતીઓને નોકરી મળતી નથી તો બીજી બાજુ રાજ્યની શાળાઓમાં 32 હજારથી વધુ શિક્ષકો અને આચાર્યની જગ્યા ખાલી પડી છે. જે શિક્ષણની ગુણવતા સામે સવાલો ઉભા કરે તેમ છે.

રાજ્યમાં 32 હજારથી વધુ શિક્ષકોની જગ્યા ખાલી

શિક્ષકોની ભરતી નહી થતાં શિક્ષણ ગુણવતા સામે સવાલ

શિક્ષકોની ભરતીના મુદ્દો ગૃહમાં ગૂંજ્યો હતો અને રજૂઆતમાં જણાવવામાં આવ્યું હતું કે, શિક્ષકોની ભરતી ન થતાં ગરીબ વિદ્યાર્થીઓના અભ્યાસ પર વિપરિત અસર થાય છે. એક જ શિક્ષક તમામ વિષયો ભણાવે તો શિક્ષણની ગુણવતામાં પણ વતા ઓછા ફેરફારો થઈ શકે છે આની સામે જો શાળામાં શિક્ષકોની માત્ર વિધ્યાર્થીઓની જરૂરિયાત અનુસાર રાખવામાં આવે તો બાળકોને સારું એવું ભણતર પૂરું પાડી શકાય તેમ છે.

વિગતવાર સમાચાર વાંચવા અહી ક્લિક કરો

ખાલી શિક્ષકોની જગ્યાના પણ મોટા આંકડા

રાજ્યમાં ગરીબ અને મધ્યમ વર્ગના બાળકો સરકારી શાળાઓમાં અભ્યાસ કરતા હોવાથી શિક્ષકોની ઘટને લઈને બાળકો અભ્યાસનું નુકસાન વેઠી રહ્યાં છે. હજારો શિક્ષકોની ખાલી જગ્યાઓ હોવાને કારણે મજબુરીમાં રાજ્યના વિદ્યાર્થીઓ મબલક રૂપિયાના ટયુશન ફી ભરીને આ અભ્યાસ કરી રહ્યા છે. બીજી તરફ શિક્ષક માટે લાયકાત ધરાવતા યુવક યુવતીઓ બેકાર છે.

રાજ્યમાં 32 હજારથી વધુ શિક્ષકોની જગ્યા ખાલી
See also  12-01-2015 EDUATIONAL NEWS


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *