ખેડૂત પાણીનાં ટાંકા માટે સહાય યોજના | Water Tank Sahay Yojana

પાણી કે ટાંકા સહાય યોજનાના લાભાર્થી ખેડૂત ખાતાધારકો જો સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિ અપનાવે તો તેમને યોજનાનો લાભ મળશે. આ યોજના હેઠળ, એકમ ખર્ચમાં લઘુત્તમ 75 ઘન મીટર અને મહત્તમ 1000 ઘન મીટરની ક્ષમતા ધરાવતી પાણીની ટાંકીનો સમાવેશ કરવામાં આવશે. ઉપલબ્ધ તમામ સર્વે નંબરો માટે આ યોજનાનો લાભ જીવનમાં માત્ર એક જ વાર આપવામાં આવશે.

યોજનાપાણી નાં ટાંકા માટે સહાય યોજના
સહાયઅરજી નો પ્રકાર
રાજ્યગુજરાત
ઉદ્દેશરાજ્ય નાં ખેડૂતો ખેતી ક્ષેત્રે આગળ આવી શકે અને
ટપક સિંચાઈ પધ્ધતિ નો વધુ માં વધુ ઉપયોગ
થકી ખેતી માં વૃદ્ધિ લાવી શકાય.
લાભાર્થીગુજરાત રાજ્ય નાં ખેડૂતો
અરજીઓનલાઈન

આ સહાય અંતર્ગત ગુજરાત રાજ્ય ના ખેડૂતો ને જો તેઓ પાણી સંગ્રહ કરવા માટે ટાંકો બનાવે તો રાજ્ય સરકાર તેમને સહાય આપે છે.આ સહાય અલગ અલગ રીતે 2 પ્રકારે આપવામાં આવે છે.જે નીચે મુજબ ની છે.

  1. વ્યક્તિગત સહાય નાં કેશ માં ખેડૂત નાં ખાતા મા સહાય ખર્ચ નાં 50% મુજબ સહાય ચૂકવવા માં આવશે.સહાય મેળવવા માટે ઓછા મા ઓછા 75 ઘન મીટર નાં પાણી નાં ટાંકા બનાવવા નાં રહશે.
  2. સામૂહિક જૂથ નાં કિસ્સામાં જૂથ દ્વારા નક્કી કરેલ જૂથ લીડર નાં ખાતા મા સહાય ખર્ચ નાં 50%  મુજબ સહાય ચૂકવવા માં આવશે.સહાય મેળવવા માટે ઓછા મા ઓછા 1000 ઘન મીટર નાં પાણી નાં ટાંકા બનાવવા નાં રહશે.

સદર આ યોજના માટે રાજ્ય નાં કૃષિ વિભાગ ગાંધીનગર દ્વારા ટાંકા બનાવવા માટે ની યોજના માટે નીચે મુજબ ની પાત્રતા ધરાવતા ખેડૂત મિત્રો પાત્ર ગણવામાં આવશે.

  • આ સહાય માટે લાભાર્થી ખેડૂત હોવા જરૂરી છે.
  • આ સહાય માટે ખેડૂત લાભાર્થી ગુજરાત રાજ્ય ના વતની હોવા જોઈએ.
  • આ સહાય માટે ખેડૂત લાભાર્થી પાસે પોતાની ખેતી ની જમીન નાં આધાર પુરાવા હોવા જોઈએ.
  • આદિવાસી વિસ્તાર માં વસતા ખેડૂતો અથવા જંગલ વિસ્તાર માં જમીન ધરાવતા ખેડૂતો પાસે ટ્રાઈબલ લેન્ડ વન અધિકાર પત્ર ધરાવતા હોવા જોઈએ.
  • આ પાણી નાં ટાંકા સહાય યોજના નો લાભ 1 વાર લઈ શકાય છે.
  • આ યોજના માટે ખેડૂત લાભાર્થી એ ikhedut Portal પર Online Apply કરવાનું રહેશે

Documents Required- આધાર પુરાવા નીચે મુજબ જરૂર પડશે.

  1. ખેડૂત લાભાર્થી નું આધારકાર્ડ..
  2. 7/12  8/અ નાં ઉતારા
  3. ખેડૂત લાભાર્થી નું રેશનિંગ કાર્ડ.
  4. ખેડૂત ની જમીન માં 7/12 અને 8/અ માં જો સયુંક્ત ખાતેદાર હોઈ તો અન્ય ખાતેદાર નાં સંમતિ પત્રક નકલ.
  5. ખેડૂત લાભાર્થી આત્મા ની નોંધણી ધરવતા હોઈ તો તેની વિગતો.
  6. ખેડૂત લાભાર્થી જો દૂધ મંડળી માં સભ્ય હોઈ તો તેના કાગળો.
  7. ખેડૂત લાભાર્થી જો સહકારી મંડળી નાં સભ્ય હોઈ તો તેના કાગળો.
  8. ખેડૂત નું બેંક ખાતા ની પાસબુક ની નકલ.

પાણીના ટાંકા બનાવવા સહાય યોજના માં અરજી કરવાની પ્રક્રિયા

આ યોજના માં ખેડૂત લાભાર્થી મિત્રો એ Online અરજી કરવાની હોઈ છે.આના માટે ikhedut portal પર જઈ ને અરજી કરવાની રહેશે.જો આપને અરજી કરતા નાં આવડતું હોય તો આપના ગામ માં ગ્રામ પંચાયત ખાતે નાં કમ્પ્યુટર ઓપરેટર દ્વારા પણ અરજી કરી શકો છો અથવા તો શહેરી વિસ્તાર માં કોમન સર્વિસ સેન્ટર(CSC) ખાતે પણ અરજી કરી શકો છો.નીચે Online અરજી કરવાની સ્ટેપ બાય સ્ટેપ માહિતી આપેલ છે જે ધ્યાન પૂર્વક વાંચી લેવા વિનંતી.

  • સૌપ્રથમ “Google Search” મા જઈ ને “ikhedut portal” ની વેબસાઈટ સર્ચ કરવાની રહેશે.જ્યા ikhedut portal ની સરકારી Website ખુલી જશે.
  • જ્યાં ઉપર મેનુ મા જઈ ને યોજનાં માં જવાનું રહેશે.જ્યા ક્રમ 1 માં આવેલી યોજનાઓ માં ખેતીવાડી ની યોજનાઓ પર ક્લિક કરવાનું રહેશે.જ્યા ખેડવાડી ની તમામ યોજનાઓ હશે.
  • જ્યાં આપને ખેતીવાડી ની તમામ યોજનાઓ જોવામા આવશે.જ્યા ક્રમ નંબર 19 પર “ પાણી ના ટાંકા બનાવવા સહાય આપવાની યોજના” હશે.જેમાં તમારે ક્લિક કરવાનું રહેશે.
  • જ્યા આપે આ યોજના વિશે તમામ માહિતી ધ્યાન પૂર્વક વાંચવાની રહેશે. બાદ માં તમારે જમણી બાજુ “અરજી કરો” તેના પર ક્લિક કરવાનું રહેશે અને અરજી કરવાની રહેશે.
  • હવે જ્યા આપને પૂછવામાં આવશે કે તમે પ્રથમ વાર Registration કરેલ છે હા અથવા ના. જો નાં કરેલ હોઈ ને ના કરી ને આગળ જવાનું રહેશે.
  • ત્યાર બાદ હવે તમારે Registation કરેલ નથી તેમાં નાં કરી ને Online અરજી કરવાની રહેશે.જ્યાં ikhedut Portal પર Online ફોર્મ ખુબજ ધ્યાન પૂર્વક ભરવાનું રહેશે.અને Application Save કરવાની રહેશે.
  • હવે ખેડૂતો એ Online Application ભર્યા બાદ Application Conform કરવાની રહેશે.જ્યા એકવાર Application Conform થયા બાદ અરજી માં કોઈપણ પ્રકાર ના સુધારા વધારા થશે નહિ.
  • Application ભર્યા બાદ તે અરજી ની પ્રિન્ટ કાઢવાની રહેશે.જે આપને સાચવીને રાખવાની હોઈ છે.

નોંધ

  • આ યોજના માટે સદર લાભાર્થી તમામ ખેડૂત ને સૂક્ષ્મ પિયત અને માઈક્રો ઇરીગેશન પદ્ધતિ અપનાવેલ હોઈ તેને જ લાભ આપી શકાશે.
  • આ યોજના માટે ની સહાય માટે યુનિટ કોસ્ટ માં ઓછા મા ઓછા 75 ઘન મીટર અને 1000 ઘન મીટર ક્ષમતા વાળી RCC ની પાણી ની ટાંકી નો સમાવેશ કરવામાં આવશે.
  • આ યોજના નો લાભ જેતે જમીન નાં સર્વે નંબર પર એકવાર જ લાભ મળવાપાત્ર રહેશે.

મહત્વપૂર્ણ લિંક: 

ઓફિસિયલ જાહેરાત અહીં ક્લિક કરો
ઓફિસિયલ વેબસાઇટ અહીં ક્લિક કરો
ટેલિગ્રામ ચેનલમા જોડાઓ અહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં ક્લિક કરો

FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *