સાળંગપુરધામમાં 54 ફૂટની હનુમાનજીની વિરાટ મૂર્તિ, 7 km દૂરથી થઇ શકશે દાદાના દર્શન King Of Salangpur

સાળંગપુરમાં હનુમાનદાદાની વિરાટ મૂર્તિની થશે સ્થાપના, 5 હજાર વર્ષ સુધી રહેશે અડીખમ

  • સાળંગપુરમાં 54 ફૂટની વિરાટ મૂર્તિ થશે પ્રસ્થાપિત
  • 1 લાખ 35 હજાર સ્કવેર ફૂટ વિસ્તારમાં પંચધાતુમાંથી બનશે મૂર્તિ
  • 30 હજાર કિલો હશે મૂર્તિનું વજન
સાળંગપુરધામમાં 54 ફૂટની હનુમાનજીની વિરાટ મૂર્તિ, 7 km દૂરથી થઇ શકશે દાદાના દર્શન

સાળંગપુરમાં એન્ટર થતા જ 7 કિમી દૂરથી તમને હનુમાન દાદાના દર્શન થઇ જશે.  કારણ કે કષ્ટભંજનદેવ મંદિરના પરિસરમાં 54 ફૂટ ઊંચી પ્રતિમા સ્થાપિત કરવામાં આવનાર છે.  જેનું વજન 30 હજાર કિલો હશે અને પંચધાતુમાંથી મૂર્તિ બનાવવામાં આવશે. હાલ મૂર્તિ બનાવવાનું કામ હરિયાણાના ગુરુગ્રામમાં ચાલી રહ્યું છે. આખો પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ આચાર્ય શ્રીરાકેશ પ્રસાદજી અને વડતાલ બોર્ડના સાથ સહકારથી સંતો દ્વારા દાદાની મૂર્તિ પ્રસ્થાપિત કરાશે. આ પ્રોજેક્ટનું ‘કિંગ ઓફ સાળંગપુર’ નામ આપવામાં આવ્યું છે. ત્યારે જાણીએ કિંગ ઑફ સાળંગપુર પ્રોજેક્ટની વિશેષતાઓ વિશે 

કિંગ ઑફ સાળંગપુરની શું છે વિશેષતા

  • સાળંગપુર મંદિરની પાછળ 1 લાખ 35 હજાર સ્કવેર ફૂટ વિસ્તારમાં આ પ્રોજેક્ટ આકાર પામશે. 
  • દક્ષિણ મુખે હનુમાનજીની વિશાળ મૂર્તિ મુકવામાં આવશે. 
  • 62 હજાર સ્ક્વેર ફૂટમાં બે મોટા ગાર્ડન બનાવવામાં આવશે.  
  • ગાર્ડનમાં એક સાથે 12 હજાર લોકો બેસી શકશે.
  • 11,900 સ્કવેર ફૂટમાં સ્ટેપ વેલ બનાવવામાં આવશે
  • જ્યાં લાઇટ, સાઉન્ડ અને ફાઉન્ટેનનો રોમાંચ માણી શકાશે
  • 1500 લોકોની ક્ષમતા વાળુ એમ્ફીથિયેટર બનાવવામાં આવશે

કેવી હશે હનુમાનજીની પ્રતિમા

  • કષ્ટભંજનદેવ મંદિરના પરિસરમાં 54 ફૂટ ઊંચી પ્રતિમા સ્થાપિત કરાશે
  • 30 હજાર કિલોની પંચધાતુની મૂર્તિ હશે
  • અંદરનું સ્ટ્રક્ટર સ્ટીલનું બનેલું હશે
  • ભૂંકપના મોટા ઝાટકાની પણ કોઇ અસર નહી થાય
  • પંચધાતુની થિકનેસ 7.0mm
  • 5 હજાર વર્ષ સુધી મૂર્તિ અડીખમ રહેશે
  • 3D પ્રિન્ટર,3D રાઉટર અને CNC મશીનનો કરાશે ઉપયોગ

કોણ બનાવી રહ્યું છે હનુમાનદાદાની મૂર્તિ

  • રાજસ્થાનના નરેશભાઇ કુમાવત મૂર્તિ બનાવે છે
  • હરિયાણાના માનેસરમાં મૂર્તિ બની રહી છે
  • 6 મહિનાથી બની રહી છે આ મૂર્તિ
સાળંગપુરધામમાં 54 ફૂટની હનુમાનજીની વિરાટ મૂર્તિ, 7 km દૂરથી થઇ શકશે દાદાના દર્શન

Leave a Comment

error: Content is protected !!