GPSC RESULT RELATED NEWS

ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા ગત તા.૧૨મી ઓક્ટોબર ૨૦૧૪માં લેવાયેલી વર્ગ ૧ અને ૨ની પરીક્ષા બાદ કામચલાઉ આન્સર કી ૨૧મી ઓક્ટોબરના રોજ જાહેર કરવામાં આવી હતી. આ આન્સર કી સામે જેમને વાંધા હોય તેઓને રજૂઆત કરવાની સૂચના આપવામાં આવી હતી. જેના અનુસંધાનમાં ૩૪૯ ઉમેદવારોએ વાંધાઓ રજૂ કર્યા હતા. આ વાંધાઓની નિષ્ણાતો દ્વારા ચકાસણી કરવામાં આવ્યા બાદ આગામી તા.૨૩મી માર્ચે ફાઇનલ આન્સર કી જાહેર કરવાનું નકકી કરવામાં આવ્યું છે. આમ, હજુ તો આયોગ દ્વારા ફાઇનલ આન્સર કી જાહેર કરવામાં આવશે. પરીક્ષાના પાંચ મહિના થવા છતાં પરિણામ કયારે જાહેર કરાશે તે અંગે કોઇ જાહેરાત કરવામાં આવી નથી.

વર્ગ ૧ અને ૨ની ૩૭૬ જગ્યાઓ માટે આયોગ દ્વારા જાહેરાત આપવામાં આવી હતી. જેમાં સમગ્ર રાજયમાંથી ૪ લાખ ૮૫ હજાર જેટલા ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. રાજયના ૨૮ મથકો અને ૧૪૩૭ પેટા કેન્દ્રો પરથી તા.૧૨મી ઓક્ટોબરે પરીક્ષા લેવામાં આવી હતી. પરીક્ષા પુરી થયા પછી થોડા જ દિવસો પછી આયોગ દ્વારા કામચલાઉ આન્સર કી જાહેર કરી દેવામાં આવી હતી. આ આન્સર કીમાં અનેક ભૂલો હોવાની ફરિયાદો ઉમેદવારો દ્વારા કરવામાં આવી હતી. આયોગ દ્વારા આન્સર કીમાં રહેલી ભૂલો અને વાંધાઓ રજૂ કરવા માટે ઉમેદવારોને મુદત આપવામાં આવી હતી. ૧૦મી નવેમ્બર ૨૦૧૪ સુધીની સમય મર્યાદામાં ૩૪૯ ઉમેદવારોએ પોતાના વાંધાઓ રજૂ કરી દીધા હતા. આ વાંધાઓની નિષ્ણાતો દ્વારા ચકાસણી કરાવવામાં આવી હતી. હાલ આ કાર્યવાહી પુરી થઇ ચૂકી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. જેના આધારે હવે આગામી ૨૩મી માર્ચે આયોગ દ્વારા ફાઇનલ આન્સર કી જાહેર કરવાની શકયતા વ્યક્ત કરવામાં આવી છે. ઉમેદવારોના જણાવ્યા પ્રમાણે જીપીએસસીની વર્ગ-૧ અને વર્ગ-૨ની પરીક્ષા લીધાને પણ પાંચ મહિના જેટલો સમય થઈ ગયો છે, છતાં હજુ સુધી આયોગ દ્વારા ફાઈનલ આન્સર કી જાહેર કરવામાં આવી નથી. હજુ તો ફાઈનલ આન્સર કી ૨૩ માર્ચે જાહેર થશે, પરંતુ પરિણામ કયારે જાહેર થશે તે અંગે હજુસુધી કોઇ સ્પષ્ટતા કરવામાં આવી નથી.
સવાલ
પાંચ મહિના પહેલા આપેલી પરીક્ષાનું પરિણામ કયારે જાહેર કરાશે

આ પણ વાંચો  REVENUE TALATI 1500 BHARTI EXAM CANCELLED..2400 BHARTI COMING SOON.

IMG-20150310-WA0005

Leave a Comment