T20 World Cup 2026 Full Schedule: ટી-20 વર્લ્ડ કપ 2026નો કાર્યક્રમ જાહેર થતાં જ સૌથી વધુ ચર્ચા ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચની છે. લાખો ચાહકોની રાહ પૂરી થઈ ગઈ છે. બંને ટીમો 15 ફેબ્રુઆરી, 2026ના રોજ કોલંબોના આર. પ્રેમદાસા સ્ટેડિયમ ખાતે ટકરાશે.
ટી-20 વર્લ્ડ કપ માટે ક્વોલિફાય થનાર ટીમો
ભારત, શ્રીલંકા, પાકિસ્તાન, અફઘાનિસ્તાન, ઓસ્ટ્રેલિયા, દક્ષિણ આફ્રિકા, ઇંગ્લેન્ડ, નામિબિયા, નેધરલેન્ડ, અમેરિકા, વેસ્ટ ઇન્ડીઝ, ન્યૂઝીલેન્ડ, બાંગ્લાદેશ, આયરલેન્ડ, કેનેડા, ઇટાલી, ઝિમ્બાબ્વે, નેપાળ, ઓમાન અને યુએઈ – જે બધા ટાઇટલ માટે સ્પર્ધા કરશે.
ભારત 2024માં ચેમ્પિયન બન્યું હતું
છેલ્લો વર્લ્ડ કપ અમેરિકા અને વેસ્ટ ઈન્ડીઝમાં રમાયો હતો. રોહિત શર્માની કેપ્ટન્સી હેઠળ ભારત 2024માં ચેમ્પિયન બન્યું હતું. સૂર્યકુમાર યાદવની કેપ્ટન્સી હેઠળની ભારતીય ટીમ ફેબ્રઆરી-માર્ચ 2026માં ટાઈટલ બચાવવા ઉતરશે. આ પછી રોહિત શર્મા, વિરાટ કોહલી અને રવિન્દ્ર જાડેજાએ નિવૃત્તિ લીધી હતી. 2012 પછી પ્રથમ વખત બનશે જ્યારે ભારતીય ટીમ આ બંને વગર આઇસીસી ટૂર્નામેન્ટ રમશે.
2026 વર્લ્ડ કપનું ફોર્મેટ શું હશે?
આ વર્લ્ડ કપ ભારત અને શ્રીલંકા સંયુક્ત રીતે યોજાશે. આ ટુર્નામેન્ટ 7 ફેબ્રુઆરીથી 8 માર્ચ દરમિયાન રમાય તેવી અપેક્ષા છે.
- કુલ 20 ટીમો ભાગ લેશે.
- દરેક ગ્રુપમાં ચાર ટીમો સાથે પાંચ ગ્રુપ.
- ટોચની બે ટીમો સુપર 8 માં જશે.
- સુપર 8 પછી નવા ગ્રુપ હશે.
- ટોચની ચાર ટીમો સેમિફાઇનલ રમશે.
- પછી ફાઇનલ થશે.
- આ ફોર્મેટ 2024 T20 વર્લ્ડ કપ જેવું જ હશે, જેણે ઉત્તેજનાની નવી ઊંચાઈઓ લાવી હતી.
ભારત Vs પાકિસ્તાન મુકાબલો
ભારત 15 ફેબ્રુઆરીએ કોલંબોમાં પાકિસ્તાન સામે રમશે.
પાકિસ્તાન નક્કી કરશે ફાઇનલનું સ્થળ?
આ વખતે શેડ્યૂલમાં એક રસપ્રદ શરત રાખવામાં આવી છે. જો પાકિસ્તાનની ટીમ નોકઆઉટ રાઉન્ડ અને ફાઇનલ સુધી પહોંચે છે, તો ફાઇનલ મેચ અમદાવાદને બદલે શ્રીલંકાના કોલંબોમાં રમાશે.સેમિફાઇનલ: જો પાકિસ્તાન સુપર-8 રાઉન્ડ પાર નથી કરી શકતું, તો પ્રથમ સેમિફાઇનલ 4 માર્ચે કોલંબોમાં અને બીજી 5 માર્ચે મુંબઈમાં રમાશે.
ફાઇનલ: જો પાકિસ્તાન ફાઇનલમાં નહીં હોય, તો ટાઇટલ મેચ 8 માર્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે.
ભારત અને શ્રીલંકાની યજમાનીમાં યોજાનારો આ વર્લ્ડ કપ ઉપખંડમાં ક્રિકેટનો ઉત્સવ બની રહેશે અને રોહિત શર્માની એમ્બેસેડર તરીકેની હાજરી ચાહકોનો ઉત્સાહ બેવડો કરશે.



