અંબાલાલ પટેલની આગાહી ; ગુજરાતમાં વિધિવત ચોમાસું ક્યારે ? કેવું રહેશે ચોમાસું?

અંબાલાલ પટેલની વધુ એક આગાહી; આ વર્ષે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર માટે કેવું રહેશે ચોમાસું?

Ambalal Patel Prediction: અંબાલાલ પટેલે જણાવ્યું કે, દેશના અન્ય રાજ્યોમાં બિપોરજોય વાવાઝોડાની અસર 21 જૂન સુધી રહેશે, 21 જૂન બાદ વિધિવત રીતે ચોમાસું બેસી જશે. 

Meteorologist Ambalal Patel’s forecast: ગુજરાતમાં ભૂકંપની આગાહી કરીને જાણીતા થયેલા હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની વરસાદને લઈને વધુ એક આગાહી સામે આવી છે. તેમણે જણાવી દીધું છે કે, દક્ષિણ ગુજરાતમાં 27થી 30 જૂને ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થશે, ગુજરાતમાં 27થી 30 જૂન અને જુલાઈની શરૂઆતમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદ થશે. અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું હતું કે આ ચોમાસામાં પાણીની સમસ્યાનું સમાધાન થશે. બનાસકાંઠાના વિવિધ ભાગમાં પણ વરસાદ થશે. 

ચોમાસું ક્યારે આવશે 
અંબાલાલ પટેલે જણાવ્યું કે, દેશના અન્ય રાજ્યોમાં બિપોરજોય વાવાઝોડાની અસર 21 જૂન સુધી રહેશે, 21 જૂન બાદ વિધિવત રીતે ચોમાસું બેસી જશે. તેઓએ જણાવ્યું છે કે, આગાણી જૂલાઈ મહિના સુધી વરસાદ ચોમાસા પેટર્ન મુજબ જ થશે. તેમણે રાહતની આગાહી કરતા જણાવ્યું કે, આ વર્ષે ચોમાસામાં પૂરતો વરસાદ થવાની જ સંભાવના છે. 

વાવેતર કરેલા પાકમાં કાતરા પાડવાની શક્યતા
અંબાલાલ પટેલે તારીખ આપીને કહી દીધું કે, આગામી 21 જૂન ગુજરાતમાં વિધિવત ચોમાસું બેસી જશે. પરંતુ આ વચ્ચે તેમણે ગુજરાત પર વધુ એક સંકટની આગાહી કરી છે. અંબાલાલ કાકાએ એવી આગાહી કરી કે, રાજ્યમાં ભારે વરસાદથી જનધનને હાનિ થવાની શક્યતા છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કહ્યું કે, રાજ્યમાં ભારે વરસાદથી જનધનને હાનિ થવાની શક્યતા છે.

જૂન અને જુલાઈ ગુજરાતના અતિભારે વરસાદ પડશે: અંબાલાલ
અંબાલાલ પટેલે જણાવ્યું કે, બંગાળના ઉપસાગરમાં સક્રિય થયેલ સર્ક્યુલેશનને લીધે ગુજરાતમાં અતિભારે વરસાદ પડી શકે છે. આગામી 27 થી 30 જૂન અને જુલાઈની શરૂઆતમાં ગુજરાતના અતિભારે વરસાદ પડશે. આ સમયગાળા દરમિયાનમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. 

આ પણ વાંચો  કેન્દ્રીય કર્મચારીઓને મહત્વની ભેટ - મોંઘવારી ભથ્થામાં વધારો.

Leave a Comment