CA ABHYASHKRAM 2016 BABATE

By | February 18, 2015

ત્રણ વર્ષની આર્ટિકલશીપ પૂરી નહિ કરે ત્યાં સુધી પરીક્ષા આપી નહિ શકે

૨૦૧૬થી CAનો અભ્યાસક્રમ બદલાશે

૨૦૧૬થી ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ તથા ઇન્ટરનેશનલ ફાઈનાન્શિયલ રિપોર્ટિંગનાં ધોરણો અમ

(પ્રતિનિધિ તરફથી)    અમદાવાદ,સોમવાર
ત્રણ વર્ષની આર્ટિકલશીપ પૂરી ન કરનાર ચાર્ટર્ડ એકાઉન્ટન્ટનો વિદ્યાર્થી સીએ ફાઈનલની એક્ઝામમાં બેસી જ ન શકે તેવા ફેરફારો સાથે સીએનો નવો અભ્યાસક્રમ તૈયાર કરવા માંડયો છે. સુધારેલા કંપનીઝ એક્ટ ૨૦૧૩ની જોગવાઈ મુબજ વિદ્યાર્થીઓને સજ્જ કરવા તથા ૨૦૧૬થી અમલમાં આવી રહેલા ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ તથા ઇન્ટરનેશનલ ફાઈ નાન્શિયલ રિપોર્ટિંગ સ્ટાન્ડર્ડને ધ્યાનમાં રાખીને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ માટેના અભ્યાસક્રમમાં ફેરફારો કરવામાં આવી રહ્યા છે.
વૈશ્વિકસ્તરે સીએ માટે ઊભી થનારી નવી તકનો અને આઉટ સોર્સિંગનો તેઓ લાભ લઈ શકે તે માટે તેમને તૈયાર કરવામાં આવશે. જૂના અભ્યાસક્રમમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને પાંચેક એટેમ્પ્ટ કરીને એક્ઝામ ક્લિયર કરવાની તક આપવામાં આવશે, પરંતુ ત્યારબાદ તેમને નવા અભ્યાસક્રમ પ્રમાણે એક્ઝામ ક્લિયર કરવાની ફરજ પડે તેવી સંભાવના છે.
એકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડમાં પણ આવી રહેલા નવા સુધારાઓને ધ્યાનમાં રાખીને નવો અભ્યાસક્રમ ચાલુ કરવા માટેનું માળખું તૈયાર કરવામાં આવી રહ્યું છે. અત્યારે સીપીટી, ઇન્ટરમિડિયેટ્સ અને સીએ ફાઈનલ જેવા ત્રણ સ્ટેજ છે. તેને સ્થાને સીએ ફાઉન્ડેશન, ઇન્ટરમિડિયેટ્સ અને સીએ ફાઈનલ જેવા ત્રણ સ્ટેજમાં અભ્યાસ પૂરો કરાવવામાં આવશે. આ ફેરફાર માટેનો સૂચિત મુસદ્દો તૈયાર કરીને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ અને ઉદ્યોગોના અભિપ્રાય માટે મોકલી આપવામાં માટે ૪૫ દિવસનો સમય આવ્યો છે. ૨૭મી માર્ચ પછી આ સૂચનોનો અભ્યાસ કરીને ફાઈનલ અભ્યાસક્રમ તૈયાર કરવામાં આવશે.
સીપીટીને સ્થાને આવનારા સીએ ફાઉન્ડેશનના અભ્યાસક્રમમાં રજિસ્ટ્રેશન કરાવ્યા પછી નવ મહિના સુધી અભ્યાસ કર્યા પછી જ તેઓ પરીક્ષા આપી શકશે. પહેલા આ ગાળો બાર મહિનાનો હતો. બારમા ધોરણમાં પરીક્ષા આપ્યા પછી સીએ ફાઉન્ડેશનમાં એડમિશન લઈ શકાશે. સીએ ઇન્ટરમિડિયેટના કોર્સમાં રજિસ્ટ્રેશન કરાવો તેના બાર માસ પછી જ વિદ્યાર્થી થિયરીની પરીક્ષા આપી શકશે. ઇન્ટરમિડિયેટ્સમાં બે ગુ્રપમાં ચાર ચાર પેપર્સને વિભાજિત કરવામાં આવશે. આ પરીક્ષા આપતા પૂર્વે ત્રણ અઠવાડિયાનો ઇન્ફોર્મેશન ટેક્નોલોજી અને સોફ્ટ સ્કીલનો પ્રોગ્રામ ફરજિયાત પૂરો કરવો પડશે. ચાર ચાર વિષયના પેપર સાથેના બે અલગ અલગ ગુ્રપમાંથી એક ગુ્રપ ક્લિયર કર્યા પછી જ પ્રેક્ટિકલ ટ્રેનિંગમાં વિદ્યાર્થી જોડાઈ શકશે. બંને ગુ્રપના તમામ પેપર્સ ક્લિયર કર્યા પછી જ સીએ ફાઈનલ માટે રજિસ્ટ્રેશન કરાવી શકાશે.
સીએ ફાઈનલ માટેની પ્રેક્ટિકલ ટ્રેનિંગના બે વર્ષનો આરંભ થાય તે પૂર્વે ફરીથી એડવાન્સ ઇન્ફોર્મેશન ટેક્નોલોજી અને સોફ્ટ સ્કિલનો ત્રણ અઠવાડિયાનો બીજો એડવાન્સ કોર્સ કરવો પડશે. ત્યારબાદ જ તેઓ પ્રેક્ટિકલ ટ્રેનિંગ લઈ શકશે. આ પ્રેક્ટીકલ ટ્રેનિંગ સંપૂર્ણ થયા પછી જ તેઓ ફાઈનલ એક્ઝામ માટે બેસી શકશે. અગાઉ તેઓ અઢી વર્ષ પછી પ્રેક્ટીકલ ટ્રેનિંગ છોડી દઈને પરીક્ષાની તૈયારીને બહાને છટકી જતાં હતા. હવે વિદ્યાર્થીઓ માટે આ રીતે છટકી જવું શક્ય બનશે નહિ.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *