- ગુજરાત સરકાર એ કર્યો કલાસ 3 ની ભરતી માં મોટો ફેરફાર… હવે લેવાશે પ્રિલિમ અને મેઈન્સ.
- ક્લાર્ક સંવર્ગને ગ્રુપ-A એ ગ્રુપ-B માં વહેચવામાં બંને માટે અલાયદુ મેરિટ તૈયાર થશે.
- -પ્રાથમિક પરીક્ષા ૧૦૦ માર્કસની લેવાશે અને તેના માટે ૧ કલાકનો સમય અપાશે.
- મુખ્ય પરીક્ષા માટે એ અને બી ગ્રુપનું અલગ-અલગ મેરિટ તૈયાર કરવામાં આવશે.
- પ્રાથમિક પરીક્ષાના મેરિટના આધારે મુખ્ય પરીક્ષા માટે ૭ ઉમેદવાર ગણા પસંદ કરાશે.
- ગ્રુપ-એમાં મુખ્ય પરીક્ષામાં કુલ ૩૫૦ માર્કસના જુદા જુદા ૩ પેપર પૂછવામાં આવશે
- ગ્રુપ-એમાં ગુજરાતી અને અંગ્રેજી ભાષાના ૧૦૦-૧૦૦ ગુણના બે પેપર પુછાશે જેમાં ૩ કલાકનો સમય અપાશે
- ગ્રુપ-એમા ૧૫૦ માર્કસનું જનરલ સ્ટડીનું પેપર હશે જેમાં પણ ત્રણ કલાકનો સમય અપાશે
- ગ્રુપ-બીમાં મુખ્ય પરીક્ષા ૨૦૦ ગુણની હશે જેમાં ૨૦૦ હેતુલક્ષી પ્રશ્ન પુછાશે, સમય ૨ કલાકનો અપાશે.
- વિગતવાર સમાચાર જુઓ : અહી ક્લિક કરો
પહેલા OMR પદ્ધતિથી પરીક્ષા લેવાતી
અત્યાર સુધીમાં બોર્ડ દ્વારા ખાસ કરીને પરીક્ષામાં ડાયરેક્ટ ઉમેદવારને ભરતી આપવામાં આવતી હતી કે સિલેક્શન આપવામાં આવતું હતું. બોર્ડ દ્વારા OMR પદ્ધતિથી પરીક્ષા લેવામાં આવતી હતી. ત્યારબાદ મેરિટ જાહેર થતું હતું અને પછી ઉમેદવારોને સિલેક્ટ કરવામાં આવતા હતા. હવે આ બધી જ પ્રોસેસ બાદ કરવામાં આવી છે અને નવા નિયમ લાદવામાં આવ્યા છે. નવા નિયમમાં હવે વેઇટિંગ લિસ્ટ જાહેર કરવામાં આવશે નહીં અને ક્લાસ-3ની પરીક્ષા બે તબક્કામાં લેવામાં આવશે.
અપર ક્લાસ-3ની પરીક્ષા કઈ રીતે લેવાશે
જો અપર ક્લાસ-3ની વાત કરવામાં આવે તો પ્રથમ પ્રાથમિક પરીક્ષા લેવાશે જે 100 માર્કની હશે અને ફક્ત એક કલાક જ સમય મળશે. આ પ્રાથમિક પરીક્ષામાં કોઈ પણ કેટેગરીના ઉમેદવારોએ ઓછામાં ઓછા 40 માર્ક લેવાના રહેશે. પ્રાથમિક પરીક્ષામાં રિજનિંગ અને ગણિતના 40 માર્ક, એપ્ટિટ્યુડના 30 માર્ક, અંગ્રેજીના 15 માર્ક અને ગુજરાતીના 15 માર્કનો સમાવેશ થશે.
મુખ્ય પરીક્ષામાં GPSCની જેમ 3 પેપર હશે
આ પરીક્ષા પાસ કર્યા પછી મુખ્ય પરીક્ષા આવશે. જેમાં DYSO અને STI (GPSC જેમ ) 3 પેપર લખવાના રહેશે અને તેનો સમય 3 કલાકનો રહેશે. પ્રથમ ગુજરાતી ભાષાનું પેપર હશે, જેમાં પત્ર, નિબંધ સહિત 100 માર્કનો સમાવેશ કરવામાં આવ્યો છે. બીજું પેપર અંગ્રેજી હશે, જેમાં પણ 100 માર્ક્સનું લખવાનું રહેશે. જે પણ GPSC લેવલનું હશે. છેલ્લું અને ત્રીજું પેપર GSનું 150 માર્ક્સનું હશે, જેમાં ઇતિહાસ, વારસો, બંધારણ, ઇકોનોમી, વિજ્ઞાન-ટેક્નોલોજી અને જાહેર વહીવટ જેવા બધા જ વિષયના પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવશે.
ફાઈનલ સિલેક્શનમાં મુખ્ય પરીક્ષાના ગુણ જોવાશે
જો લોઅર ક્લાસ-3ની વાત કરવામાં આવે તો તેમાં મુખ્ય પરીક્ષા નહીં આવે. જેમાં પ્રાથમિક પરીક્ષામાં 200 માર્ક્સનું પેપર આવશે અને તેનો સમય 2 કલાક રહેશે. જેમાં અંગેજીના 20, ગુજરાતીના 20, બંધારણ, જાહેર વહીવટ, RTI, CPS, PCAના 30 માર્ક્સ, ઇકોનોમી, વિજ્ઞાન અને ટેક્નોલોજી, પર્યાવરણના 30 માર્ક્સ, કરંટ અફેર્સના 30 માર્ક્સ અને ગણિત અને રિજનિંગના 40 માર્ક્ મળી 200 માર્ક્સનું પેપર હશે.
ઓફિસિયલ પરીપત્ર : ડાઉનલોડ કરો