પિતૃ દિવસ (Father’s Day) ની ઉજવણી 111 થી વધુ દેશો માં કરવા માં આવે છે. જેની તારીખ અલગ અલગ હોય છે પરંતુ ભારત માં આ દિવસ ની ઉજવણી જૂન મહિના ના ત્રીજા રવિવાર ના દિવસે કરવા માં આવે છે જેની આ વખતે 18 જૂન ના રોજ ની ઉજવણી ભારત ભર માં કરવા માં આવે છે.
ભારત ની ઘણી ભાષાઓ માં અને સાહિત્ય માં માતા વિશે ઘણું લખવા માં અને કહેવા માં આવ્યું છે પરંતુ જેટલું માતા પર લખવા માં અને કહેવા માં આવ્યું છે તેટલું પિતા પર કહેવા માં આવ્યું નથી.
પિતૃ દિવસ (Father’s Day) ની શરૂઆત:
પિતૃ દિવસ (Father’s Day) એ પિતૃઓના માનમાં વ્યાપકપણે ઉજવવામાં આવતો એક પવિત્ર તહેવાર છે. 20 મી સદીના પ્રારંભ માં અમેરિકા દ્વારા પહેલો ફાધર્સ ડે 19 જૂન 1909 ના રોજ મનાવવામાં આવીઓ હતો. પ્રથમ વખત 1966 માં, USA ના રાષ્ટ્રપતિ લિન્ડન જોહન્સન દ્વારા જૂનના ત્રીજા રવિવારે તેને ઉજવવાનું નક્કી કર્યું હતું. 1909 માં શરૂ થયેલ મધર્સ ડે પરથી તેમને ફાધર્સ ડે મનાવવાની પ્રેરણા મળી હતી.
ઈ.સ. 1916 માં અમેરિકાના રાષ્ટ્રપતિ વુડ્રો વિલસએ આ દિવસની ઉજવણીના પ્રસ્તાવને મંજૂરી આપી. 1924 માં રાષ્ટ્રપતિ કેલ્વિન કુલીજે તેને રાષ્ટ્રીય પ્રસંગ તરીકે જાહેર કર્યો, અને 1972 માં રાષ્ટ્રપતિ રિચર્ડ નિક્સન એ પિતૃ દિવસ ને (Father’s Day) પ્રથમ વખત નિયમિત રજા તરીકે જાહેર કર્યો.
પિતૃ દિવસ (Father’s Day) પર સુવિચારો:
- પિતા એક વટવૃક્ષ છે જેની શિતળ છાયા માં આખું પરિવાર રહે છે.
- પિતા એ જીવન ના ઘડતર નો આધાર છે.
- પિતા એટલે કાળજી ભરેલુ કાળજુ,
કડકાઈ અને કરુણાનું મિશ્રણ,
સંસ્કારનું સુરક્ષા કવચ,
નિષ્ઠાની નિશાની. - પિતા એટલે પુત્રનો પ્રથમ હીરો અને પુત્રી નો પહેલો પ્રેમ
- જોઈ ને એમની થાકેલી આંખો હું બહુ રોયો,
મારો સપના નો ભાર જ્યારે મેં પિતા ની આંખમાં જોયો - પિતા ની હાજરી સુરજ જેવી હોય છે,
સુરજ ગરમ જરૂર થાય છે પણ ના હોય તો અંધારું છવાઈ જાય છે.
- પિતા એક વટવૃક્ષ છે જેની શિતળ છાયા માં આખું પરિવાર રહે છે.
- પિતા એ જીવન ના ઘડતર નો આધાર છે.
- પિતા એટલે કાળજી ભરેલુ કાળજુ,
કડકાઈ અને કરુણાનું મિશ્રણ,
સંસ્કારનું સુરક્ષા કવચ,
નિષ્ઠાની નિશાની. - ખરો દીવો તો પપ્પા હોય છે જે પોતાની આખી જાત બાળી નાખે છે ઘરને અંજવાળું આપવા માટે.
- એનું સર્વસ્વ પુત્રને સોંપી,
બાપ કાયમ જરાકમાં જીવ્યો - પરિવાર નો મજબૂત આધારસ્તંભ એટલે પપ્પા
- તલાશી લઇલો મારી, આ ખિસ્સા માં જવાબદારીઓ સિવાય કંઇ મળે તો આ જિંદગી તમારી “એક પિતા”.
- ખિસ્સા ખાલી હોવા છતાં કદી ના પડતા નથી જોયા, સાહેબ મેં પિતા થી અમીર વ્યક્તિ કદી નથી જોયા.
- છુપાવી જીવે છે એ લાગણીઓ તમારાથી
ફક્ત હસતું મોઢું એમનું જોવા મળે તો બહુ થઈ પડે. - સપના તો મારા હતા પણ એના માટે દિશાઓ આપનાર એ મારા પિતા હતા.
- મને છાયામાં રાખ્યો,
ખુદ તડકા માં ઉભા હતા,
મેં જોયા છે એવા એક જ ફરિશ્તા,
મારો નાનપણ નો ભાર ઉપાડનાર પિતા હતા. - શોખ તો પિતાની કમાણી થી જ દૂર થઇ શકે,
બાકી પોતાની કમાણી થી તો બસ ગુજારો ચાલે. - પિતા લીમડા ના પાંદડા જેવો હોય છે,
ભલે ને તે કડવા હોય પણ છાંયો હંમેશા ઠંડો જ આપે છે…. - નિઃસ્વાર્થ પ્રેમ આપતો પુરુષ એટલે પિતા
સપના પુરા કરવા દોડતો પુરુષ એટલે પિતા.
પુત્રી તરફ થી પિતા ને મેસેજ (Father’s day quotes from daughter):
- બાપ એ હસ્તી હોય છે સાહેબ,
જેના પગરખા થી પણ દીકરીને પ્રેમ હોય છે. - પિતા અમીર હોય કે ગરીબ તે તેની પુત્રી માટે હમેંશા રાજા જ હોય છે.
- એક પિતાએ પોતાની આંખો ચોધાર વહાવી હશે,
જ્યારે કાળજા ના ટુકડા ને પારકા ઘરે વળાવી હશે. - કોઈ પણ પરિવારમાં એક પિતાને ખખડાવવાનો અધિકાર માત્ર દીકરી પાસે જ હોય છે.
- એક દીકરી કહે છે મને પપ્પા કરતા સાંજ વધારે ગમે છે કારણ કે પપ્પા તો ખાલી રમકડાં લાવે છે પરંતુ સાંજ તો મારા પપ્પા ને લાવે છે.
- એક પિતા નો ચહેરો વાંચવા માં એક દીકરી જેટલું હોશીયાર બીજું કોઇ નથ બીજું કોઈ નથી હોતું.
- એક પિતા એ શું મસ્ત કહ્યું છે,,,
“કે સુખ માં સાથ જોઇએ
બાકી દુઃખ મા તો
મારી દિકરી જ કાફી છે…”