ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 4,300 જગ્યાઓ માટે ભરતી જાહેર

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 4,300 જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે. મળતી માહિતી મુજબ આવતીકાલે સત્તાવાર રીતે ભરતીની જાહેરાત કરવામાં આવશે. જુનિયર ક્લાર્ક, હેડ ક્લાર્ક, ઓફિસ આસિસ્ટન્ટ, સિનિયર ક્લાર્ક સહિત કેડરમાં ભરતી થશે. તેમજ તારીખ 4 જાન્યુઆરીથી ઓનલાઇન ફોર્મ ભરવાનું શરૂ થશે.

તમને જણાવી દઈએ કે છેલ્લા કેટલાક સમયથી વિદ્યાર્થીઓ ભરતીની રાહ જોઈ રહ્યા હતા તેનો અંત આવી ગયો છે. સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે આવતી કાલે ભરતીની સત્તાવાર રીતે જાહેરાત થઈ શકે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં ખાલી રહેલી જગ્યાઓ ઉપર આ ભરતી થવા જઈ રહી છે. જેમાં જુનિયર ક્લાર્ક, હેડ ક્લાર્ક, ઓફિસ આસિસ્ટન્ટ, સિનિયર ક્લાર્ક સહિત કેડરમાં ભરતી થશે.

આવતતીકાલ એટલે કે 4 જાન્યુઆરીથી ઓનલાઇન ફોર્મ ભરવાનું શરૂ થશે અને દરેક વર્ગની માહિતી વેબસાઈટ ઉપર વહેલા ધોરણે મુકવામાં આવશે.

ઓફિસિયલ વેબસાઈટ : gsssb.gujarat.gov.in


5 હજાર જગ્યા, જાણો ક્યારે થશે જાહેરાત

નવા વર્ષમાં ગુજરાત સરકારે સરકારી નોકરીની તૈયારી કરતા ઉમેદવારોને એક ખુશખબર આપી દીધા છે. આજે ગૌણ સેવા પસંદગી મંડળના સચિવ હસમુખ પટેલ ગુજરાતમાં વર્ગ 3ની ભરતીને લઇને એક મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. જી હા…નવયુવાનો તૈયારી શરૂ કરી દેજો અને આગામી 15 દિવસમાં જ વર્ગ-3ની 5 હજાર જગ્યાઓ ભરવા માટે ભરતી બહાર પાડશે.

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા સરકારી નોકરી : 5 હજાર જગ્યા, જાણો ક્યારે થશે જાહેરાત

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના સચિવ હસમુખ પટેલે વિગતવાર માહિતી આપતા જણાવ્યું છે કે આગામી 15 દિવસમાં 5 હજાર વર્ગ 3ની જગ્યાઓ ભરવા માટે ભરતી પાડવામાં આવશે. તેમણે ભારપૂર્વક ઉમેર્યું હતું કે, ઉત્તરાયણ પહેલા 5 હજાર વર્ગ 3ની ભરતીની જાહેરાત કરવાની અમારી તૈયારી છે. 

15 જાન્યુ. પહેલા GSSSB 5 હજાર જગ્યાઓ બહાર પાડશે

  • જુનીયર ક્લાર્ક- 2500
  • સંશોધન અધિકારી- 100
  • સિનિયર ક્લાર્ક- 550
  • સબ રજીસ્ટ્રાર- 100
  • કલેક્ટર કચેરી કક્લાર્ક- 600
  • સમાજ કલ્યાણ નિરીક્ષક-160
  • ઓફિસ આસિસ્ટન્ટ- 200
  • (ATDO)- 60
  • હેડ ક્લાર્ક 150
  • આંકડા મદદનીશ- 90
  • મદદનીશ સમાજ કલ્યાણ અધિકારી-09
  • નાગરિક પુરવઠા નિગમ આસિસ્ટન્ટ ડેપો મેનેજર- 370
આ પણ વાંચો  ગુજરાત મુલ્કી સેવાના નિયમો ૨૦૦૨ Gujarat Mulki Seva Niyamo GCSR Rules 2002 All in PDF

પરીક્ષામાં કરાયો ફેરફાર

તમને જણાવી દઈએ કે, ગુજરાત સરકારે વર્ગ 3ની ભરતીને લઈને કેટલાક ફેરફાર કર્યા છે. હવે જૂનિયર ક્લાર્કની ભરતી પરીક્ષા એમસીક્યુ પદ્ધતિથી લેવાશે. અગાઉ આ પરીક્ષા અલગ અલગ યોજાતી હતી. જ્યારે હેડક્લાર્ક, ઓફિસ આસિસ્ટન્ટ સહિત વિવિધ 21 સંવર્ગની ભરતી માટે મુખ્ય લેખિત પરીક્ષા લેવાશે. સામાન્ય વહિવટ વિભાગ દ્વારા સત્તાવાર નોટિફિકેશન જાહેર કરી દેવામાં આવ્યું છે. 

Leave a Comment