ONLINE TEACHERS TRANSFER

પ્રાથમિક શિક્ષકની ઓનલાઈન બદલી અંગેની માહિતી :
ફોર્મ ભરવાની તારીખ અને સમય : તારીખ : ૨૮/ ૦૫/ ૨૦૧૫ સવારે : ૧૧ .૦૦ કલાક થી તારીખ : ૦૧/૦૬/૨૦૧૫ સુધી ૨૩.૫૯ કલાક સુધી
અગત્યની બાબતો ધ્યાનમાં રાખવાના મુદ્દા :
૧. ૫૦ કે.બી. નો ઉમેદવાર નો ફોટો
૨. ૨૦ કે.બી .ની ઉમેદવાર ની સહી
૩. પે. સેન્ટર નો ડાયસ કોડ
૪.ઓનલાઈન ભરેલું ફોર્મ કમ્પ્યુટર પર સેવ કર્યા પછી માહિતીમાં ફેરફાર કરવો હોય તો એડીટ ની મદદથી સધારા વધારા થઇ શકશે .
૫. અરજી ક્ન્ફોમ કર્યા પછી સુધારો થઇ શકવશે નહિ .
૬. શાળાના મુખ્ય શિક્ષક ના સહી – સિક્ક્કા કરાવેલ અરજીતાલુકા પ્રાથમિક શિ .અધિકારી ને તારીખ : ૨૮/૦૫/૨૦૧૫ થી તારીખ : ૨/૬/૨૦૧૫ સુધી જમા કરાવવા નું રહશે.
૭. તા.પ્રા .શિ .શ્રી .પાસેથી અરજી સ્વીકારવાની પહોચ મેળવી લેવાની રહશે.
૮.બદલી માટે એક જ અરજી ફોર્મ તા.પ્રા .શિ .શ્રી ને જમા કરવી શકશે .ટપાલ કે કુરિયર થી અરજી સ્વીકારવા માં આવશે નહી
દંપતી કેટેગરી ના ઉમેદવારો માટે : –
(૧). લગ્ન નોધણી નું પ્રમાણ પત્ર (૨) પતિ -પત્ની ના નિમણુક તેમજ અગાઉની બદલી અંગેના હુકમો ની નકલ (૩ ) હાલની શાળાના મુ.શિ .નો જન્મતારીખ ,શાળા માં દાખલ તારીખ .ખાતામાં દાખલ તારીખ અંગે નો દાખલો (૪) દંપતી ના કિસ્સાઅંગેનું નિયત નમૂનાનું પ્રમાણપત્ર (નોધ : – પતિ કે પત્ની કરાર આધારિત હોય તો લાભ મળવાપાત્ર નથી .)
સિનીયોરીટી : –
૧. હાલની શાળા ના મુ.શિ .નો જન્મતારીખ ,શાળામાં દાખલ તારીખ ,ખાતામાં દાખલ તારીખ અંગે નો દાખલો
૨.છેલ્લી બદલી અંગેના હુકમની નકલ
૩. શિક્ષક – વિદ્યાસહાયકને વેબસાઈટ પર સૂચવવા માં આવનાર તારીખ દરમ્યાન બદલી ઓર્ડર ઓનલાઈન મેળવી લેવાનો રહશે .અન્ય કોઈ રીતે બદલી ઓર્ડર ની જાણ કરવા માં આવશે નહી
૪.પ્રિન્ટ કરેલ બદલી ઓર્ડર માં તા.પ્રા.શિ .શ્રી .પાસે ખરાઈ કરવી સહી-સિક્કા કરાવવા ના રહશે .
ઓનલાઈન બદલી ફોર્મ સાથે રજુ કરવાના પુરાવા :–
* અપંગ કેટેગરી માટે :-
(અ ) સિવિલ સર્જન નું પ્રમાણપત્ર ( બ ) ભરતી બદલી માં લાભ ન લીધા બદલનું ૨૦ રૂપિયા ના સ્ટેમ્પ પર સોગંદનામું (ક ) હાલની શાળા ના મુ.શિ .નો જન્મતારીખ ,શાળામાં દાખલ તારીખ ,ખાતામાં દાખલ તારીખ અંગે નો દાખલો
* વિધવા કેટેગરી :-
૧. પતિના મરણ નું પ્રમાણપત્ર ૨. પિયર અને સાસરીયા ના સરનામાં ,રહેઠાણ ના પુરાવવા ૩. હાલમાં વિધવા હોવા અંગે નું તાજેતર નું ૨૦ રૂપિયા ના સ્ટેમ્પ પર સોગંદનામું ૪. હાલની શાળાનો મુ.શિ .નો જન્મતારીખ ,શાળામાં દાખલ તારીખ ,ખાતામાં દાખલ તારીખ અંગે નો દાખલો

પ્રાથમિક શિક્ષકની ઓન લાઈન બદલી માટેની વેબસાઈટ

આ પણ વાંચો  GPSC Important Notice regarding change of exam center for the Post of Child Marriage Prevention Officer - District Social Defence Officer 2017

 

Leave a Comment