PGVCLમાં સ્માર્ટ પ્રીપેડ મીટર લાગશે. સ્માર્ટ પ્રિપેડ મીટર વિશે માહિતી મેળવો.

કેન્દ્ર સરકારના સ્માર્ટ મીટર લગાવવાના પ્રોજેક્ટ અંતર્ગત ગુજરાતમાં અને ખાસ સૌરાષ્ટ્રમાં એટલે કે PGVCL દ્વારા આગામી ડિસેમ્બરથી મહિનાથી સ્માર્ટ પ્રિપેડ મીટર લગાડવાનું (Prepaid/Smart Meter in PGVCL) શરૂ થશે.

ડિસેમ્બર મહિનાથી પીજીવીસીએલ દરેક ઘર પર પ્રિ-પેઇડ મીટર લગાવશે.

જેને જેટલો વપરાશ કરવો હોય તેટલું રિચાર્જ કરાવવાનું, ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે ખુબ જ સરાહનીય નિર્ણય.

PGVCLમાં સ્માર્ટ પ્રીપેડ મીટર લાગશે.

સ્માર્ટ પ્રીપેડ મીટર વિશે – About Smart / Prepaid Meter

સ્માર્ટ પ્રીપેડ મીટરમાં મોબાઈલ ડીવાઈસની જેમ મીટરની અંદર સીમ કાર્ડ હશે અને તેના વડે તે સર્વેર સાથે કનેક્ટ હશે. સ્માર્ટ મીટર લગાવ્યા બાદ તમારે દર મહીને અથવા બે મહીને જે બીલ બનાવવા મીટર રીડર આવતા એ નહી આવે.

સ્માર્ટ પ્રીપેડ મીટરની અંદર તમારે મોબાઈલની જેમ પહેલા જ રીચાર્જ કરવાવું પડશે. જ્યાં સુધી તમારું બેલેન્સ હશે ત્યાં સુઘી લાઈટ વાપરવા મળશે પછી લાઈટ બંધ થઈ જશે.

સ્માર્ટ મીટર અંગે માહિતી આપતા PGVCLના મુખ્ય એન્જિનિયર આર. જે. વાળા સાહેબે જણાવ્યું કે, સ્માર્ટ પ્રિપેડ મીટર દેખાવમાં સામાન્ય મીટર જેવા જ હોય છે. પણ તેમાં કોમ્યુનિકેશન માટેનું એક ડિવાઇસ લગાવવામાં આવ્યું છે. જેવી રીતે મોબાઈલ ડીવાઈસમાં લાગેલા સીમ વડે ટાવર સાથે કનેકટ થઈને તમામ ઇન્ફર્મેશન આપે છે. તેવી રીતના આ સ્માર્ટ પ્રિપેડ મીટરમાં પણ એક સીમકાર્ડ હોય છે.

સ્માર્ટ મીટર જીપીઆરએસ સિસ્ટમ વડે PGVCLના સેર્વેર સાથે કનેક્ટ હશે. ગ્રાહકોના મીટરમાં વપરાશનો જે પણ કઈ ડેટા એકઠો થશે તે PGVCLની ઓફિસમાં મળી રહેશે.

સ્માર્ટ પ્રિપેડ મીટરથી ગ્રાહકોને પણ ઘણા બધા ફાયદા થશે. હાલમાં ગ્રાહકોને ઘણી નાની-મોટી સમસ્યાઓ જોવા મળી રહી છે. જેવી કે પ્રોપર બિલ બન્યું નથી, ઘરે કોઈ મીટર રિડિંગ લેવા માટે આવ્યું નથી, બિલ ભરવા માટે લાંબી લાઈનોમાં ઉભા રહેવું પડે છે. આવી તમામ નાની-મોટી સમસ્યાઓ સ્માર્ટ પ્રિપેડ મીટર આવવાના કારણે દૂર થઈ જશે.

આ પણ વાંચો  HTAT Exam Date 23 April 2017 : News Report

સ્માર્ટ પ્રિપેડ મીટરની મુખ્ય ખાશીયત એ છે કે દરેક ગ્રાહક તેનું બીલ તેમના મોબાઈલમાં જોઈ શકશે. સાથે જ એપ્લિકેશનના માધ્યમથી તેનો દરરોજનો વપરાશ કેટલો છે તે ચકાસી શકશે. અને આવનારા દિવસોમાં તેને કેટલો વપરાશ કરવો જોઈએ અને કેટલી બચત કરવી જોઈએ તે પણ નક્કી કરી શકશે.

વીજગ્રાહકોના ઘર, દુકાન, બિલ્ડિંગ, ઓફિસોમાં હવે પ્રિ-પેઈડ વીજમીટર લગાવાશે. અત્યાર સુધી વીજળી વાપર્યા બાદ પૈસા ચૂકવતા હતા પરંતુ હવે સ્માર્ટ પ્રિ-પેઈડ મીટર લગાવ્યા બાદ વીજગ્રાહક જેટલું રિચાર્જ કરશે તેટલી જ વીજળી તેને વા૫૨વા મળશે. પીજીવીસીએલના એમડી એમ.જે.દવેએ આ બાબતે જાણકારી આપી છે. સ્માર્ટ મીટરથી વીજ ગ્રાહકોને ફાયદો થશે. પીજીવીસીએલે બે તબક્કામાં ૫૫.૮૩ લાખ સ્માર્ટ મીટર લગાવવાનો લક્ષ્યાંક રાખ્યો છે. સ્માર્ટ મીટર માટે એન્જિનિયરોને તાલીમ આપવામાં આવશે.

PGVCLમાં સ્માર્ટ પ્રીપેડ મીટર લાગશે. વિગતવાર સમચર વાચો

આવી રીતે કામ કરશે સ્માર્ટ મીટર…

૧. ગ્રાહક ઈચ્છે તેટલી રકમ એડવાન્સમાં ભરીને વીજળી મેળવી શકશે. જ્યારે બેલેન્સ પૂરું થવાનું હશે ત્યારે વોર્નિંગ સિગ્નલ પણ મળશે.

૨. આ સ્માર્ટ મીટરમાં વર્તમાન વપરાશ સહિત છ માસનો ડેટા રેકોર્ડ થશે તેના કારણે કોઈ ફોલ્ટ સર્જાય તો પણ રિડિંગના પ્રશ્નો નહી થાય

૩. સ્માર્ટ મીટરમાં મીટર રિડરની જરૂર નહીં રહે. રિડીંગ સીધું કંપનીમાં પહોંચી જશે.

૪. સ્માર્ટ મીટરને કારણે બિલ આપવા નહીં પડે તેથી કાગળની પણ બચત થશે.

૫. ગ્રાહકોને આખા મહિનાનું બિલ એક વખતમાં ચૂકવવાની જરૂરિયાત પડશે નહીં. પોતાની જરૂરિયાત મુજબ બિલની ચૂકવણી કરી શકે છે.

૬. મીટર રિડિંગ કરવા કે બિલ ભરવા લાઈનમાં ઊભા રહેવામાંથી લોકોને મુક્તિ મળશે.

મુજવતા પ્રશ્નો (FAQs)

૧. સ્માર્ટ મીટર લગાવવાનું ક્યારથી શરૂ થશે ?

– ડિસેમ્બરથી મહિનાથી સ્માર્ટ પ્રિપેડ મીટર લગાડવાનું શરૂ થશે.

૨. સૌથી પહેલા ક્યાં વિસ્તારમાં લગાવાશે ?

– સૌથી પહેલા સરકારી કચેરીઓમાં અને ત્યારબાદ ઔદ્યોગિક કનેક્શનમાં અને પછી રહેણાક કનેક્શનમાં સ્માર્ટ મીટર લગાવાશે.

આ પણ વાંચો  Fix Pay News : Fix Pay Karmchario no Pagar Vadharashe : Gujarat CM (VTV News)

૩. સ્માર્ટ મીટરની કિંમત કેટલી ?

– સ્માર્ટ મીટરની કીમત આશરે 8 થી 10 હજારની છે.

૪. વીજગ્રાહકે સ્માર્ટ મીટર માટે કેટલો ચાર્જ ચૂકવવો પડશે ?

– સ્માર્ટ મીટર માટે ગ્રાહકે કોઈ પણ ચાર્જ ચૂકવવો પડશે નહીં. તમામ ખર્ચ PGVCL દ્વારા ભોગવવામાં આવશે.

૫. સ્માર્ટ મીટર આવ્યા બાદ વીજળી બીલમાં શું ફરક પડશે ?

– વીજબિલ ગ્રાહકના વપરાશ ઉપર આધારિત છે એટલે ગ્રાહક જેટલા યુનિટ વપરાશે તે પ્રમાણે બિલ આવશે બીલમાં કોઈ ફરક પડશે નહી.

૬. રિચાર્જ પૂરું થવાનું હશે તો એલર્ટ મળશે ?

– હા, આ ઉપરાંત ગ્રાહક નિયમિત એપ્લીકેશન દ્વારા કેટલું રિચાર્જ વપરાયું તે ચેક પણ કરી શકશે.

૭. અડધી રાત્રે અથવા રજાના દિવસે રિચાર્જ પૂરું થઈ જાય તો શું કરવું ?

– મોબાઈલ અને D2Hની જેમ ગ્રાહક ગમે ત્યારે પોતાના મોબાઈલ દ્વારા રિચાર્જ કરી શકશે. રિચાર્જ પૂરું થયા બાદ પણ થોડો સમય વીજળી વાપરવા મળશે.

૮. ગ્રાહકને રિચાર્જ કરતા ન આવડે તો શું કરવું ?

– નજીકની ઓફીસે જઈ ને પણ રિચાર્જ કરાવી શકશે અને મોબાઈલ અને દુકાનવાળા પણ રિચાર્જ કરતા હશે, ત્યાંથી રિચાર્જ કરાવી શકાશે.

૯. સ્માર્ટ મીટરમાં કોઈ ફોલ્ટ આવે તો ફરિયાદ ક્યાં કરવાની ?

– PGVCLના હેલ્પલાઈન નંબર 19122 અને 1800233155333 નંબર પર ફરિયાદ કરી શકશે.

Leave a Comment