S.T.NIGAM BHARTI

એસ.ટી. નિગમમાં પ૦૦ કલાર્ક સહિત ૭૯૬ વહીવટી ભરતી થશે
રાજકોટ : ગુજરાત રાજય માર્ગ વાહન વ્‍યવહાર નિગમમાં ઘણા લાંબા સમયથી વહીવટી સ્‍ટાફની પ્રવર્તી રહેલ ભરતીની ઘટ પૂર્ણ કરવા નિગમના મેનેજીંગ ડીરેકટરશ્રી પંકજકુમાર, જનરલ મેનેજર (એડમ) શ્રી ડી.ડી. કાપડીયા દ્વારા સરકારશ્રીમાં દરખાસ્‍ત તેમજ પ્રેઝન્‍ટેશન રજૂ કરતા બંદરો અને વાહન વ્‍યવહાર વિભાગ, નાણા વિભાગ, રાજયકક્ષાના વાહન વ્‍યવહાર મંત્રી શ્રી શંકરભાઇ ચૌધરી, વાહન વ્‍યવહાર મંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી તથા મુખ્‍યમંત્રી શ્રીમતિ આનંદીબેન પટેલે નિગમની કાર્યક્ષમતામાં વધારો થાય તે માટે વહીવટી, હિસાબી, ટ્રાફીક, ભંડાર અને સુરક્ષા સાઇડની વિવિધ ૧પ કક્ષાઓમાં કુલ ૭૯૬ જગ્‍યાઓની ભરતી કરવા મંજૂરી આપેલ છે.
જે સંવર્ગમાં ભરતી થનાર છે તેમાં પ૦૦ કલાર્ક, ૧પ સ્‍ટોર કીપર, ૧ર મદદનીશ સુરક્ષા નિરીક્ષક, ર૦ સુરક્ષા મદદનીશ, ૭૦ જુનિયર મદદનીશ, ૧પ જુનિયર એકાઉન્‍ટન્‍ટ, ૬ સીનિયર એકાઉન્‍ટન્‍ટ, રપ એ.ટી.આઇ., ૭૦ ટી.સી., ૯ સ્‍ટોર સુપરવાઇઝર વગેરેનો સમાવેશ થતો હોવાનું નિગમના સચિવ કે.ડી. દેસાઇએ જણાવ્‍યું હતું.

આ પણ વાંચો  GPSSB Dahod Talati Mantri, Jr Clerk,MPHW,FHW Provisional Recommendation Merit List Declared 2015

Leave a Comment