સાફલ્ય ચેનલ – સ્પર્ધાત્મક પરીક્ષાની વિનામૂલ્યે તૈયારી Safalya Channel

સ્પર્ધાત્મક પરીક્ષાની વિનામૂલ્યે તૈયારી માટે ‘સાફલ્ય’ ચેનલ શરૂ કરવાનો નિર્ણય 

શિક્ષણમંત્રીએ જણાવ્યું હતું કે રાજ્યમાં ધોરણ ૧૨ તેમજ સ્નાતક બાદ UPSC-GPSC, POLICE, TET/TAT/HTAT, GSSSB, JEE, NEET, CAT, SLET, TOEFL જેવી વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતાં વિદ્યાર્થીઓને વિનામૂલ્યે ઉચ્ચ કક્ષાનું શિક્ષણ આપવા માટે BISAGના માધ્યમથી ફ્રી ટુ એર ‘સાફલ્ય’ ચેનલ આગામી તા. ૮મી નવેમ્બરથી શરૂ કરવાનો નિર્ણય કરાયો છે, જેનું આજે મુખ્યમંત્રીશ્રી દ્વારા લૉન્ચિંગ કરવામાં આવ્યું છે.

આ ચેનલ પર સોમવારથી શુક્રવાર દરમિયાન સવારે ૮ થી ૧૧ કલાકે અને તે જ કાર્યક્રમનું બપોરે ૪ થી ૯ દરમિયાન પુનઃપ્રસારણ કરવામાં આવશે. જેમાં IAS, IPS, સ્પીપા તેમજ સરકારમાં ૧૫ વર્ષથી વધુનો અનુભવ ધરાવતાં ઉચ્ચ અધિકારીશ્રીઓ તેમજ વિવિધ યુનિવર્સિટીઓના પ્રોફેસરો-તજજ્ઞો દ્વારા વિવિધ સ્પર્ધાત્મક વિષયોનું શિક્ષણ આપવામાં આવશે. જેના પરિણામે રાજ્યભરના હજારો વિદ્યાર્થીઓને ઘરેબેઠા વિનામૂલ્યો સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી તક મળશે. 

આ પણ વાંચો  સાયકલ સહાય યોજના | Cycle Sahay Yojana

1 thought on “સાફલ્ય ચેનલ – સ્પર્ધાત્મક પરીક્ષાની વિનામૂલ્યે તૈયારી Safalya Channel”

Leave a Comment