શાળા છોડ્યાનું પ્રમાણપત્ર / School Leaving Certificate (LC) આપતા પહેલા કઇ બાબતો ધ્યાનમાં રાખવી ?

By | December 23, 2014

શાળા છોડ્યાનું પ્રમાણપત્ર / School Leaving Certificate (LC) આપતા પહેલા કઇ બાબતો ધ્યાનમાં રાખવી ? તે અંગેની સૂચનાઓ

  • ➖તમને ખ્યાલ છે કે L.C. આપવામાં મોડું થાય તો  દંડ છે……
  • ➖L.C. ગુજરાતી માં લખવું કે અંગ્રેજીમાં — જાણો સાચો નિયમ
  • ➖L.C. બાબતની તમામ માહિતી કે જે તમે કદી નહિ સાંભળી હોય.
  • ➖દરેક શિક્ષકે અને  આચાર્ય ને જરુર વાંચે…
  • ➖તમારા બાળકનું L.C. લેતા પહેલા જરૂર જાણી લ્યો આ નિયમો
LC મા સુધરો કરવા

શાળા છોડ્યાનું પ્રમાણપત્ર આપતા પહેલા ધ્યાનમાં રાખવા જેવી બાબતો (School-Leaving-Certificate-Aapta-Pahela-Dhyanma-Rakhvani-Babato/Suchanao) 

  • અરજી મળ્યાના ૭ ( સાત ) દિવસમાં આપવું . ( પ્રાથમિક શાળામાં દંડની જોગવાઈ પ્રથમ અનિયમિતતા ૧૦,૦૦૦ / – રૂા . અને બીજી દરેક અનિયમિતતા ૨૫,૦૦૦ / – રૂા . પાંચ વખત થાય તો માન્યતા રદ કરવાની કાર્યવાહી ) ( ગ્રાન્ટ ઈન એઈડ કોડ ૧૯૬૪ નિ . ૨૯.૩૨.૨ ) 
  • વયપત્રકની નોંધ પ્રમાણે જ ઉતારા કરવા . 
  • ટાઈપ કરેલું નહીં પરંતુ શાહી વડે હાથથી લખેલું જ આપવું . ( ગ્રાન્ટ ઈન એઈડ કોડ ૧૯૬૧ નિ . ૨૯.૩૩ ) 

શાળા છોડ્યાનું પ્રમાણપત્ર કઈ ભાષામાં આપવું ? 

  • પ્રાથમિક શાળાના ગુજરાતી માધ્યમમાં LC ગુજરાતીમાં આપવું . 
  • પ્રાથમિક શાળાના અંગ્રેજી માધ્યમમાં LC અંગ્રેજીમાં આપવું . 
  • માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં ગુજરાતી માધ્યમમાં LC ગુજરાતી અને અંગ્રેજી બંને ભાષામાં આપવું . 
  • માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં અંગ્રેજી માધ્યમમાં LC અંગ્રેજીમાં આપવું . 

શાળા છોડ્યાનું પ્રમાણપત્ર લખતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો : 

  • ડુપ્લીકેટ LC આપવાની સંપૂર્ણ સત્તા આચાર્યની છે . 
  • ડુપ્લીકેટ LC વિદ્યાર્થી કે તેના વાલીને જ આપી શકાય . ડુપ્લીકેટ LC આપવું કે ન આપવું એ આચાર્યની વિવેકબુદ્ધિ પર નિર્ભર છે . 
  • ડુપ્લિકેટ LC આપવા માટે યોગ્ય આધારો મેળવી નિયમ મુજબ કાર્યવાહી કરી આચાર્ય દ્વારા ડુપ્લીકેટ LC આપી શકાય છે . ( અરજી ૧૦૦ રૂપિયાના સ્ટેમ્પ પર એફીડેવિટ અને અન્ય આધારો ) 
  • ડુપ્લીકેટ LC નો નિયમ નથી પરંતુ માત્ર ડુપ્લીકેટ LC માટેનો નિયમ છે . ત્રીજી વખત LC આપવાનું થાય તો તે પણ ડુપ્લીકેટ LC કહેવાય . 
  • વિદ્યાર્થીને પ્રથમ વખત LC ફ્રીમાં આપવું . પછીની દરેક વખતે રૂપિયા ૫ ( પાંચ ) લઈ શકાય . 
  • LC બુકના પુંઠા પર LC ની સમરીની વિગતો લખવી કે LC ની તારીજ લખવી . ( જેથી LC નો દુરુપયોગ અટકાવી શકાય . ) 
  • વિદ્યાર્થીઓને પ્રવેશ આપતી વખતે LC હાથમાં આવે કે તરત જ ચેક કરવું કે તેમાં કોઈ કોલમ ખાલી નથી . વિગતોમાં છેકછાક નથીને , સહી છે . વગેરે અને જો ભૂલ જણાય તો તરત જ સુધારો કરાવવા પરત કરવું . 
  • LC વગર શાળામાં વિદ્યાર્થીને પ્રવેશ ન આપવો . કે Lc મળવાની આશાએ પ્રવેશ ન આપવો. 
  • શાળામાં એકવાર પ્રવેશ મેળવી લે ( જનરલ રજિસ્ટરમાં નોંધ થઈ જાય પછી કોઈપણ સંજોગોમાં વિદ્યાર્થીને જૂની શાળાનું LC પરત ન કરવું . પરંતુ વિદ્યાર્થી LC પરત માંગે તો આપની શાળાનું LC આપવું . 
  • અન્ય બોર્ડના LC પાછળ સક્ષમ અધિકારીની કાઉન્ટર સહી જરૂરી છે . 
  • અન્ય બોર્ડના LC માં આપેલી જ વિગતોની નોંધ જનરલ રજિસ્ટરમાં કરવી , LC માં ન હોય તેવી એક પણ નોંધ જનરલ રજિસ્ટરમાં ન કરવી . 
  • પ્રવેશ મેળવ્યા બાદ LC ને વેરિફાઈ કરાવવા . 
  • LC માં કે જનરલ રજિસ્ટરની નોંધમાં સુધારો કરાવવા માટે નિયમ મુજબ સુધારો કરાવ્યા બાદ જ સુધારો કરવો . 
  • LC માં કે જનરલ રજિસ્ટરની નોંધમાં સુધારો એક વાર વિદ્યાર્થીએ જાહેર પરીક્ષા આપ્યા બાદ સક્ષમ સત્તાધિકારી પાસે થઈ શકતો નથી . પરંતુ ફર્સ્ટ ક્લાસ મેજિસ્ટ્રેટના ઓર્ડરના આધારે સક્ષમ સત્તાધિકારીની મંજુરી બાદ જ કરી શકાય છે . 
  • LC માં વધારે ભૂલો થયેલ હોય તો નવું LC બનાવી આપવું . જૂનું LC ૨૬ ( CANCEL ) કરવું . 
  • શાળામાં ધોરણ -૮ કે ૧૦ પાસ થયેલ વિદ્યાર્થીઓને શાળાના ઉપરના ધોરણમાં જ અભ્યાસ કરવાના હોવાથી LC વિદ્યાર્થીને આપતા નથી , જે બાબત યોગ્ય નથી . 
  • પહેલેથી ચાલી આવતી વયપત્રકની ભૂલો સક્ષમ સત્તાધિકારી પાસે સુધારો કરાવ્યા બાદ જ વયપત્રકમાં સુધારો કરવો . ( LC માં સીધો સુધારો ના કરવો . )

LC માં ભૂલો બે પ્રકારની હોય છે . ( ૧ ) ક્લેરિકલ ભૂલો ( ૨ ) પહેલેથી ચાલી આવતી ભૂલો.

LC મા સુધરો કરવા

Rajkot GR Download

ક્લેરિકલ ભૂલો : LC લખતી વખતે લખનાર દ્વારા થયેલ ભૂલ , જે સમયે ધ્યાન પર આવતા તરત જ ભૂલ સુધારી આચાર્ય દ્વારા ત્યાં બાજુમાં ભૂલ સુધારી સહી કરી સુધારાને પ્રમાણિત કરવી . પરંતુ ત્યાં આચાર્યનો સિક્કો મારવાની જરૂર નથી . ( દા.ત. પંકજભાઈ ( * ) ખોટું છે , પંકજકુમાર . ( સાચું ) છે તો બાજુમાં પંકજકુમાર લખવું અને પંકજભાઈને છેકીને જૂની ભૂલ દેખાય તે રીતે છેકવું. 

LC મા સુધરો કરવા
  • LC લખતી વખતે લખનાર દ્વારા થયેલ ભૂલને તે જ સમયે LC માં સુધારો કરતી વખતે કાર્બન પેપર રાખી સુધારો કરવો અને LC અને LC ના અડધિયા બંનેમાં આચાર્યની ઓરિજિનલ સેહી કરી સુધારાને પ્રમાણિત કરવો . પાછળથી આવો સુધારો કરવો નહીં . 
  • LC માં એકથી વધુ સુધારાને પ્રમાણિત કરવામાં આવે ત્યારે બધા જ સુધારા પર આચાર્યની પૂરી સહી કરવી . ( ટૂંકી સહી ન કરવી . ) 
  • LC માં આચાર્યની જ સહી હોવી જોઈએ . આચાર્ય ન હોય તો અધિકૃત કરેલ વ્યક્તિ / અધિકારી સહી કરી શકે . 
  • LC માં આચાર્યએ વયપત્રક સાથે સરખાવી પછી જ સહી કરવી . 
  • LC ઇસ્યુ કર્યા તારીખ અવશ્ય લખવી . 
  • LC અને LC ના અડધિયા બંને પર શાળાનો રાઉન્ડ સીલ ( સિક્કો ) લગાવેલો હોવો જોઈએ . 
  • LC લઈ જનારની LC ના અડધિયા પાછળ પૂરી વિગતો લખવી અને સહી કરાવવી . 
  • LC ઈશ્ય કરતી વખતે આચાર્યએ વયપત્રમાં પણ નોંધ ( LC નંબર , LC ઇસ્યુ કર્યા તારીખ , LC જઈ જવાનું કારણ વગેરે ) કરી સહી કરવી . 
  • કોઈપણ વિગતના ખાનામાં ( – ) ડેશ નાનો ન કરવો પરંતુ વિગતમાં કોઈ લખી ન શકે તે મુજબનો કરવો . 
  • LC માં કોલમ અંગ્રેજી અને ગુજરાતી બંને હોય છે . પરંતુ LC માત્ર અંગ્રેજીમાં જ આપવામાં આવે છે . જે યોગ્ય નથી . 
  • LC ઈસ્યુ તારીખ શાળા છોડ્યા તારીખ કે પછીની હોવી જોઈએ . 
  • LC લખતી વખતે ભૂલ થાય તો વાઈટનરનો ઉપયોગ કરવો નહીં . 
  • LC અને LC ના અડધિયા બંને પર નીચે આચાર્ય , વર્ગશિક્ષક અને ક્લાર્કની ઓરિજીનલ સહી હોવી જોઈએ .
  • LC અને LC ના અડધિયા બંને પર આચાર્યની સહી સાથે સિક્કો હોવો જ જોઈએ . 
  • LC લખતી વખતે ભૂરી કે કાળી પેનનો જ ઉપયોગ કરવો . ( લીલી , લાલ પેનનો ઉપયોગ ન કરવો . ) 
  • LC લખતી વખતે જેલ પેનનો ઉપયોગ ન કરવો . 
  • LC ની પાછળ કાર્બન પેપરની છાપ ઉપસે તે પ્રમાણે લખવા જોઈએ . 
  • LC બુકમાં પહેલેથી ક્રમ નંબર આપેલો હોવો જોઈએ જેથી LC નો દુરુપયોગ ન થાય. 
  • LC માં વયપત્રક મુજબની જ વિગતો લખવી . ( દા.ત. માતાનું નામ ન હોય તો લખવું નહીં . ) LC માં વિગતો સંપૂર્ણ લખવી . ( ઉ.દા. ૨૧-૦૭-૧૯૯૧ . એકવીસમી જુલાઈ ઓગણીસો એકાણું ) કોઈપણ ખાના ખાલી છોડવા નહીં , ખાલી ખાનામાં મોટો ડેશ ( – ) કરવું . 
  • LC નમૂના મુજબનું અને યોગ્ય કદનું હોવું જોઈએ . LC અને LC નું અડધિયું બાજુ બાજુમાં નહિ પરંતુ આગળ – પાછળ હોવા જોઈએ .
  • LC માં બિનજરૂરી કોલમો ન ઉમેરવી . ( દા.ત. , SEBC , SC , ST , બેંક ખાતા નંબર , આધારકાર્ડ નંબર વગેરે ) LC માં જરૂરી દરેક બાબતો હોવી જોઈએ . ( જેમ કે – ટ્રસ્ટનું નામ , શાળાનું નામ , સરનામું , ઈન્ડેક્ષ નંબર વગેરે ) 
  • LC માં યોગ્ય વિગતોને યોગ્ય જગ્યા મળવી જોઈએ . ( જેમ કે વિદ્યાર્થીનું નામ , જન્મ તારીખ શબ્દોમાં ) 
  • LC લેખિત સ્વરૂપમાં સુવાચ્ય અક્ષરોમાં લખી આપવું . ( કયૂટરાઈઝ નહીં . ) 
  • Lc એક જ વ્યક્તિ દ્વારા અને અક્ષરો અલગ ન પડે તે રીતે લખવું જોઈએ . જે ભાષામાં જનરલ રજિસ્ટર લખેલું હોય તે ભાષામાં LC આપવું . ( ૨૦૧૨ ના પરિપત્ર મુજબ ) 
  • LC ગુજરાતી ભાષામાં આપવામાં આવેલ હોય અને અંગ્રેજીમાં માંગવામાં આવે તો અલગથી Lc ઈયૂ કરવાને બદલે અંગ્રેજી ભાષામાં રૂપાંતર કરીને આપવું . 
  • LC ના ઉપરના ભાગે જમણી બાજુ “ Translation in English ” લખવું . એવી જ રીતે અંગ્રેજીનું LC ગુજરાતીમાં માંગવામાં આવે ત્યારે ‘ માતૃભાષામાં અનુવાદ ” લખી આપવું . ( ૨૦૧૧ / ૨૦૧૬ ના પરિપત્ર મુજબ ) 
  • LC ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં આપવું . ( ૨૦૧૧ / ૨૦૧૬ ના પરિપત્ર મુજબ ) 
  • જનરલ રજિસ્ટર ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં લખવું . ( ૨૦૧૧ / ૨૦૧૬ ના પરિપત્ર મુજબ ) 
  • LC બુકના પુઠા પર Lc ની સમરીની વિગતો લખવી કે LC ની તારીજ લખવી . ( જેથી LC નો દુરુપયોગ અટકાવી શકીએ ) 
  • ● LC નંબર : 1 થી 100
  • ● રદ થયેલ LC નંબર : 56 અને 78
  • ● ઈસ્યુ કરેલ LC ની સંખ્યા : 98

LC મા સુધરો કરવા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *