Wah Botad wah

ધો. ૧૦ અને ધો. ૧૨ની બોર્ડ પરિક્ષાના તમામ વિષયોના પ્રશ્નપત્ર આંખના પલકારામાં તમારા મોબાઈલ ફોન પર ઉપલબ્ધ થઇ શકે ખરા? આ પ્રશ્ન સામે મોટાભાગના વિદ્યાર્થીઓ તરત જ કહેશે ના… જો તમે પણ કંઇક આવું જ વિચારતાં હોવ તો જરા થોભજો કેમકે મૂળ બોટાદના આઇ.ટી. યુવાન પ્રતીક પ્રવીણભાઈ બુટાણીએ રા્જ્યનાં ધો.૧૦ અને ધો.૧૨ નાં ૧૩લાખ જેટલાં વિદ્યાર્થીઓ પરીક્ષાનાં પેપરો સ્માર્ટ ફોન મોબાઇલ ફોન પર આસાની જોવાની સાથે સાથે ડાઉનલોડ કરીને મનગમતા વિષયોના પેપરનું રિવિઝન કરી શકે તે માટે “એસ.એસ.સી એન્ડ એચ.એસ.સી પેપર કલેકશન” નામની એનરોઇડની સ્માર્ટફોન મોબાઇલ એપ્લિકેશન તૈયાર કરી છે.
www.gujaratieducation.in
એસ.એસ.સી એન્ડ એચ.એસ.સી – પેપર કલેકશન નામની સ્માર્ટ મોબાઇલ ફોનની Android બેઝ એપ્લિકેશનની વિશેષતા એ છે કે ધો.૧૦ અને ધો.૧૨ના જુદા-જુદા વિષયોનાં પેપરોને સાથે લઇને ભરવાની જરૂર નથી કે પેપર સાચવવાની જરૂર નથી. આ એપ્લિકેશનમાં આસાનીથી ગમે ત્યારે અને ગમે ત્યાંથી પેપર ફ્રીમાં ડાઉનલોડ કરી શકાય છે.

આ એપ્લિકેશનમાં વર્ષ ૨૦૦૬ થી ૨૦૧૪ સુધીનાં ધો.10 અને ધો.12 કોમર્સ-સાયન્સના ગુજરાતી તથા અંગ્રેજી માધ્યમનાં પ્રશ્નપત્રોની સાથે સાથે પ્રશ્નપત્ર બેંક પણ ડાઉનલોડ કરી શકાય છે. અગર તમે આ એપ્લીકેશન ડાઉનલોડ કરવામાં અથવા બીજી કોઈપણ જાતની મુશ્કેલી અનુભવો છો તો હેલ્પ માટે WhatsApp No. 88 66 22 45 46 પર કોન્ટેક્ટ કરી શકો છો.

આ એપ્લીકેશનને ડાઉનલોડ કરવા માટે આપના Android સ્માર્ટ ફોનની અંદર Google Play store માં
“SSC HSC Papers” સર્ચ કરવાથી મળી રહેશે અથવા આ એપ્લીકેશનની લીંક મેળવવા માટે તમારા મોબાઈલમાંથી @gsebPapers લખીને 51115 પર SMS કરી શકો છો

See also  Fix Pay Suprime ma Sunavani tali : Sarkare Affidavit na karyu : News Report


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *