દિવ્યાંગ લગ્ન સહાય યોજના ફોર્મ, ડોક્યુમેન્ટ | Divyang Lagna Sahay Yojana Form Gujarat

સરકારી ભરતી વિષે માહિતી અહીં ક્લિક કરો

અમારી WhatsApp ચેનલમાં જોડાઓ Join Now

દિવ્યાંગ લગ્ન સહાય યોજના :- આ યોજના હેઠળ 50,000 થી 1,00,000 ની સહાય મળવાપાત્ર દિવ્યાંગ લગ્ન સહાય યોજના‘ અમલમાં મૂકવામાં આવેલી છે. દિવ્યાંગ લગ્ન સહાય યોજના Lagn sahay yojana Gujarat,દિવ્યાંગ લગ્ન સહાય યોજના, e-samaj kalyan Gujarat online form દિવ્યાંગ થી દિવ્યાંગ અને દિવ્યાંગ થી સામાન્ય વ્યક્તિઓ સમાજમાં સન્માનપૂર્વક જીવન જીવી શકે તે હેતુથી ‘દિવ્યાંગ લગ્ન સહાય યોજના‘ અમલમાં મુકવામાં આવેલ છે.

દિવ્યાંગ લગ્ન સહાય યોજના

આ યોજના ગુજરાત સરકાર દ્વારા દિવ્યાંગ લગ્ન સહાય યોજના‘ અમલમાં મૂકવામાં આવેલી છે. દિવ્યાંગ થી દિવ્યાંગ અને દિવ્યાંગ થી સામાન્ય વ્યક્તિઓ સમાજમાં સન્માનપૂર્વક જીવન જીવી શકે તે હેતુથી ‘દિવ્યાંગ લગ્ન સહાય યોજના‘ અમલમાં મુકવામાં આવેલ છે. જેની હવે ફક્ત ઓનલાઈન અરજી ઈ-સમાજ કલ્યાણ પોર્ટલ (e-samaj kalyan Portal) પરથી કરવાની રહેશે.

કોને લાભ મળી શકે

  1. કન્યાની ઉંમર ૧૮ વર્ષથી ઉપર અને છોકરાની ઉંમર ૨૧ વર્ષથી વધુ હોવી જોઇએ.
  2. આ યોજનાનો લાભ ફક્ત એક જ વખત (એક યુગલદીઠ) મળવાપાત્ર રહેશે.
  3. આ યોજના હેઠળ નીચે પત્રકમાં દર્શાવેલ દિવ્યાંગતાની ટકાવારી હોવી જોઈએ.
  4. આ યોજના હેઠળ લગ્ન થયાના બે વર્ષની અંદર સહાય મેળવવા અરજી કરવાની હોય છે.

સહાયનું ધોરણ

આ યોજના હેઠળ દિવ્યાંગથી દિવ્યાંગ વ્યકિત લગ્ન કરે ત્યારે મળીને કુલ રૂ. ૧૦૦૦૦૦/- તેમજ સામાન્ય વ્યકિતથી દિવ્યાંગ વ્યકિત લગ્ન કરે ત્યારે રૂ. ૫૦,૦૦૦/- ની સહાય ચુકવવામાં આવે છે.

રજુ કરવાના ડોક્યુમેન્ટ

  • દિવ્યાંગ ઓળખકાર્ડ ની ઝેરોક્ષ તથા સિવિલ સર્જનનાં દિવ્યાંગતાના દાખલાની પ્રમાણિત નકલ ((Unique Disability ID)
  • દંપતિના શાળા છોડયાના(LC) પ્રમાણપત્રની નકલ.
  • રેશનકાર્ડની પ્રમાણિત નકલ 
  • આધારકાર્ડની નકલ 
  • ચુંટણીકાર્ડની નકલ
  • બેંક પાસબુકની નકલ
  • બન્નેના સંયુક્ત લગ્ન ફોટા/ લગ્ન કંકોત્રી
  • લગ્ન રજિસ્ટાર ઓફ મેરેજીસની ઓફિસમાં નોંધાયેલ નોંધણી પ્રમાણપત્રની નકલ.

દિવ્યાંગ લગ્ન સહાય યોજનાનો લાભ 21 પ્રકારની દિવ્યાંગતા અને દિવ્યાંગતાની ટકાવારી ધરાવતા વ્યક્તિઓને આપવામાં આવશે. જે નીચે મુજબ છે.

આ પણ વાંચો  Gujarat Labour Welfare Board Educational Award Scheme Application Form @glwb.gujarat.gov.in
ક્રમદિવ્યાંગતાનો પ્રકારદિવ્યાંગતાની ટકાવારી
1અંધત્વ (Blindness)40 ટકા કે તેથી વધુ
2આનુવંશિક કારણોથી થતો સ્નાયુક્ષય
(Muscular Dystrophy)
40 ટકા કે તેથી વધુ
3ઓછી દ્રષ્ટિ (Low Vision)40 ટકા કે તેથી વધુ
4રક્તપિત-સાજા થયેલ
(Leprosy Cured Person)
40 ટકા કે તેથી વધુ
5એસિડના હુમલાનો ભોગ બનેલા
(Acid Attack Victim)
40 ટકા કે તેથી વધુ
6હલન-ચલન સાથેની અશકતતા
(Locomotors Disability)
40 ટકા કે તેથી વધુ
7સેરેબલપાલ્સી (Cerebral Pals)40 ટકા કે તેથી વધુ
8વામનતા (Dwarfism)40 ટકા કે તેથી વધુ
9બહુવિધ સ્કલેરોસિસ – શરીરની પેશીઓ
કઠણ થવાની વિકૃતિ (Multiple Sclerosis)
40 ટકા કે તેથી વધુ
10ક્રોનિક ન્યુરોલોજીકલ સ્થિતિ
(Chronic Neurological Condition)
50 ટકા કે તેથી વધુ
11સામાન્ય ઇજા જીવલેણ રક્તસ્ત્રાવ
(Hemophilia)
50 ટકા કે તેથી વધુ
12ધ્રુજારી સ્નાયુબદ્ધ કઠોરતા
(Parkinson’s Disease)
50 ટકા કે તેથી વધુ
13બૌદ્ધિક અસમર્થતા
(Intellectual Disability
50 ટકા કે તેથી વધુ
14હિમોગ્લોબિનની ઘટેલી
(Thelassemia)
50 ટકા કે તેથી વધુ
15દીર્ઘકાલીન અનેમિયા
(Sickle Cell Disease)
50 ટકા કે તેથી વધુ
16માનસિક બિમાર
(Mental Illness)
50 ટકા કે તેથી વધુ
17ખાસ અભ્યાસ સંબંધી વિકલાંગતા
(Specific Learning Disabilities)
50 ટકા કે તેથી વધુ
18વાણી અને ભાષા અશકતતા
(Speech and Language Disability)
50 ટકા કે તેથી વધુ
19ચેતાતંત્ર-ન્યુરોની  વિકાસલક્ષી
સ્થિતિમાં ક્ષતિ (Autism Spectrum Disorder)
50 ટકા કે તેથી વધુ
20મલ્ટીપલ ડિસેબીલીટીઝ
(Multiple Disabilities)
50 ટકા કે તેથી વધુ
21સાંભળવાની ક્ષતિ
(Hearing Impairment)
70 થી 100 ટકા

દિવ્યાંગ લગ્ન સહાય યોજના ઓનલાઇન અરજી કરવા

  • દિવ્યાંગ લગ્ન સહાય યોજના અંતર્ગત esamajkalyan.gujarat.gov.in પોર્ટ લ પર ઓનલાઇન અરજી સ્વીકારવામાં આવે છે.
  • Login કર્યા બાદ નવુ પેજ ઓપન થાસે જેમા દિવ્યાંગ લગ્ન સહાય યોજના option પસંદ કરો.
  • દિવ્યાંગ લગ્ન સહાય યોજના ઓનલાઇન અરજી ફોર્મ ખુલશે જે પૂર્ણ કરી જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરવા ના થસે.
  • ત્યાર બાદ ફાયનલ સબમીટ આપવાનું રહેશે.
આ પણ વાંચો  પ્રધાનમંત્રી માતૃવંદના યોજના | PM Matru Vandana Yojana

દિવ્યાંગ લગ્ન સહાય યોજના બાબતની અગત્યની બાબતો

  • ● દિવ્યાંગ લગ્ન સહાય યોજના લાભાર્થી જો બે અલગ-અલગ જિલ્લામાં રહેતી વ્યક્તિના લગ્નના કિસ્સામાં દિવ્યાંગ લગ્ન સહાય યોજનાનો લાભ મેળવવા માટે અરજી દંપતિએ લગ્ન બાદ દિવ્યાંગ દંપતીના કાયમી વસવાટના જિલ્લામાં કરવાની રહેશે.
  • અરજી મંજૂર કરનાર જિલ્લાના જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીએ અન્ય જિલ્લાના ‘જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રી’ને અરજી મંજૂર કર્યાની જાણ કરવાની રહેશે.
  • દિવ્યાંગ અરજદાર અન્ય રાજ્યમાંથી દિવ્યાંગ સ્ત્રી જોડે લગ્ન કરે તેવા કિસ્સામાં બંને દિવ્યાંગ પતિ-પત્નીને આ યોજનાનો લાભ નિયત પુરાવા રજુ કરેથી મળવાપાત્ર રહેશે.
  • દિવ્યાંગ અરજદાર અન્ય રાજ્યમાંથી દિવ્યાંગ સ્ત્રી જોડે લગ્ન કરે તેવા કિસ્સામાં અરજદાર સ્ત્રી પાસેથી જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રીએ સ્ત્રી લાભાર્થીએ તેના રાજ્યમાંથી દિવ્યાંગ લગ્ન સહાય મેળવેલ નથી તે અંગેની બાંહેધરી મેળવી લેવાની રહેશે.

મહત્વપૂર્ણ લિંક: 

ઓફિસિયલ વેબસાઇટ અહીં ક્લિક કરો
ટેલિગ્રામ ચેનલમા જોડાઓ અહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં ક્લિક કરો

FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો

Updated: December 12, 2022 — 4:09 am

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

gujaratieducation.in © 2025 Frontier Theme