ધોરણ 1માં પ્રવેશના સંદર્ભમાં બાળકની ઉંમર બાબતે મહત્વનો પરિપત્ર

ધોરણ 1માં પ્રવેશના સંદર્ભમાં મહત્વનો પરિપત્ર: 1 જૂન 2023ના રોજ બાળકની ઉંમર 6 વર્ષ પૂર્ણ ન થતી હોય તો નહીં મળે પ્રવેશ

  • ધોરણ 1માં પ્રવેશના સંદર્ભમાં મહત્વનો પરિપત્ર
  • ધોરણ 1માં પ્રવેશ માટે બાળકની ઉંમર 6 વર્ષ પૂર્ણ થવી હોવી ફરજિયાત
  • પ્રાથમિક શિક્ષણ નિયામકે જાહેર કર્યો પરિપત્ર
ધોરણ 1માં પ્રવેશના સંદર્ભમાં મહત્વનો પરિપત્ર

ધોરણ 1માં પ્રવેશના સંદર્ભમાં મહત્વનો પરિપત્ર કરાયો છે. 1 જૂન 2023ના રોજ બાળકની ઉંમર 6 વર્ષ પૂર્ણ નહીં થતી હોય તો ધોરણ 1માં પ્રવેશ મળશે નહી.

નવી શિક્ષા નીતિ અનુસાર ધોરણ 1માં પ્રવેશ માટે બાળકની ઉંમર 6 વર્ષ પૂર્ણ થયેલી હોવી ફરજિયાત છે. પ્રાથમિક શિક્ષણ નિયામકે પરિપત્ર જાહેર કર્યો છે.

1 જૂનના રોજ બાળકની ઉંમર 6 વર્ષ પૂર્ણ થવી જરૂરી
ધોરણ-1ના પ્રવેશ સંદર્ભે વાલીઓમાં અસમંજસ હતું કે, પાંચ વર્ષે બાળકને શાળામાં પ્રવેશ મળશે કે નહી જેને લઈ પ્રાથમિક શિક્ષણ નિયામકે પરિપત્ર જાહેર કર્યો છે. 1 જૂન 2023ના રોજ બાળકની ઉંમર 6 વર્ષ પૂર્ણ નહીં થતી હોય તો ધોરણ 1માં પ્રવેશ મળશે નહી. શૈક્ષણિક વર્ષ 2023-24માં ધોરણ 1માં પ્રવેશ માટે 1 જૂનના રોજ બાળકની ઉંમર 6 વર્ષ પૂર્ણ થવી જરૂરી છે તેવું પરિપત્રમાં જણાવ્યું છે.

વાંચો પરિપત્ર…

 ધોરણ 1માં પ્રવેશના સંદર્ભમાં મહત્વનો પરિપત્ર
 ધોરણ 1માં પ્રવેશના સંદર્ભમાં મહત્વનો પરિપત્ર

શુ છે નવી શિક્ષણ નીતિ
નવી શિક્ષણ નીતિ મુજબ 2023-24થી ધોરણ 1માં 6 વર્ષ પૂર્ણ થયા હશે તેને જ પ્રવેશ મળશે. 4 વર્ષ પૂર્ણ થયા હોય તેમને જ જુનિયર કે.જીમાં એડમિશન મળશે. તો સિનિયર કે.જી માટે 5 વર્ષની ઉંમર જરૂરી છે. 20-21, 21-22, 22-23માં 5 વર્ષ પૂર્ણ કર્યા હશે તેમને પ્રવેશ મળશે. વધુમાં પ્રાથમિક શાળાના શિક્ષકો અને વિદ્યાસહાયકોની બદલી માટેના નિયમોમાં ફેરફાર કર્યા છે. જેમાં નવા નિયમ અનુસાર, હવે ધોરણ 1થી 8 સળંગ એકમ નહીં ગણાય. ધો. 1થી 5 અને ધો. 6થી 8માં અલગ-અલગ સિનિયોરિટી ગણાશે. જેને લઇને પ્રાથમિક શિક્ષકોની જિલ્લાફેર બદલીમાં સરળતા રહેશે. આ ઉપરાંત અનેક નિયમો બદલાયા છે.

See also  શૈક્ષણિક કેલેન્ડર | દિવાળી વેકેશન તારીખ | Educational Calendar 2022-23

વધુમાં 6થી 9 વર્ષના બાળકો માટે મૂળભૂત સાક્ષરતા અને સંખ્યાજ્ઞાન પર ફોકસ રહેશે. વધુમાં ત્રીજા ધોરણ સુધીના બાળકોનો પાયો મજબૂત બને તેના પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરાશે. વધુમાં 5મા ધોરણ સુધી બાળકોને ભાષા અને ગણિત સાથે સામાન્ય જ્ઞાન તેના તેમજ ધો 6-8 સુધી મલ્ટી ડિસીપ્લીનરી કોર્સ અને ધોરણ-9 થી 12 સુધીના બાળકો માટે મસ્ટી ડિસીપ્લીનરી કોર્સ હશે. તે જ રીતે ધોરણ 9-12માં પ્રોજેક્ટ એન્ડ લર્નિંગ પર ભાર રહેશે. જેને લઈને બાળક 12માં ધોરણ સુધી પહોંચે ત્યાં તેમનામાં અનેરી સ્કિલ મળે જે રોજગારમાં ઉપયોગી બને.



Leave a Reply

Your email address will not be published. Required fields are marked *