પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરો…ચેક કરો…નહીતો ..દંડ થશે..

પાન કાર્ડ અને આધાર કાર્ડ ધારકો માટે આ સમાચાર સૌથી મહત્ત્વના છે. કારણકે, કોઈપણ નાણાંકિય વ્યવહાર હોય કોઈપણ પ્રકારની પૈસાની લેવડ-દેવડ હોય કે પછી બેંક સાથેનો કોઈ સીધો વ્યવહાર હોય ત્યારે મોટી રકમનો આર્થિક વ્યવહાર કરતી વખતે તમારી પાન કાર્ડની જરૂર અવશ્ય પડતી હોય છે. મકાન-દુકાન કે વાહનની ખરીદી માટે પણ લોન લેતી વખતે પાન કાર્ડ અને આધાર કાર્ડની ચોક્કસ જરૂર પડે છે. આવા સમયે આ બન્નેનું લિંકઅપ હોવું અતિઆવશ્યક છે.

રદ કરી દેવામાં આવશે તમારું પાન કાર્ડઃ
સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસએ કહ્યું છે કે જે કરદાતાઓ 31 માર્ચ, 2023 સુધીમાં PAN નંબરને આધાર સાથે લિંક નહીં કરે તેમને 500 રૂપિયાથી લઈને 1,000 રૂપિયા સુધીનો દંડ ભરવો પડશે. બાયોમેટ્રિક આધાર સાથે PAN લિંક કરવાની છેલ્લી તારીખ 31 માર્ચ, 2023 છે. જો તમે આવતીકાલ સુધીમાં લિંક નહીં કરો તો તમારું પાન કાર્ડ રદ થઈ જશે.

PAN નો ઉપયોગ ક્યાં થાય છે?
PAN નો ઉપયોગ બેંક ખાતું ખોલવા, સ્થાવર મિલકત ખરીદવા અથવા ઓળખના પુરાવા તરીકે થાય છે. જે કરદાતાઓ PAN ને આધાર સાથે લિંક નથી કરતા તેમને ઘણા પડકારોનો સામનો કરવો પડશે. જેઓ પાસે આવકવેરા પોર્ટલની ઍક્સેસ નથી, તેમના માટે ‘લિંકિંગ પ્રક્રિયા’ SMS દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવે છે.

ઓનલાઇન કરી શકો છો લિંક

  • Step 01 : સૌથી પહેલાં જો તમારું એકાઉન્ટ બનાવેલું નથી તો પહેલાં તમે રજીસ્ટ્રેશન કરાવો.
  • Step 02 : ઇનકમ ટેક્સ વિભાગની ઇ-ફાઇલિંગ વેબસાઇટ (www.incometaxindiaefiling.gov.in) પર જાવ.
  • Step 03 : વેબસાઇટ પર એક ઓપ્શન જોવા મળશે ‘લિંક આધાર’, અહીંયા ક્લિક કરો.
  • Step 04 : લોગઇન કર્યા બાદ પોતાના એકાઉન્ટની પ્રોફાઇલ સેટિંગમાં જાવ.
  • Step 05 : પ્રોફાઇલ સેટિંગમાં તમને આધાર કાર્ડ લિંક કરવાનું ઓપ્શન જોવા મળશે, તેને સિલેક્ટ કરો.
  • Step 06 : અહીં આપવામાં આવેલા સેક્શનમાં તમારો આધાર નંબર અને કૈપ્ચા કોડ ભરો. 
  • Step 07 : જાણકારી ભર્યા બાદ નીચે દેખાઇ રહેલા ‘લિંક આધાર’ ઓપ્શન પર ક્લિક કરો. ત્યારબાદ તમારું આધાર લિંક થઇ જશે
See also  જ્ઞાન સહાયક ભરતી 2023 - Gyan Sahayak Bharti 2023

એક SMS વડે કરો લિંક
ઇનકમ ટેક્સ વિભાગે ટેક્સપેયરોને ઓપ્શન આપ્યો છે કે તે SMS દ્વારા આધાર-પાનને લિંક કરાવી શકો છો. આ રીત સૌથી સરળ છે. તેના માટે તમારે તમારા ફોનમાંથી UIDPAN ટાઇપ કરવાનું છે. ત્યારબાદ સ્પેસ આપીને તમારો આધાર નંબર અને તમારો પાન નંબર નોંધવાનો છે. ઉદાહરણ તરીકે UIDPAN<space><12-digit Aadhaar><space><10-digit PAN> લખીને 567678 અથવા 56161 પર એસએમએસ મોકલવાનો છે. ત્યારબાદ ઇનકમ ટેક્સ વિભાગ તમારા બંને નંબરને લિંક પ્રોસેસમાં નાખી દેશે. 

ચુંટણી કાર્ડ આધાર કાર્ડ સાથે કેવીરીતે લિંક કરવું ? Voter Id Link with Aadhaar Card અહી ક્લિક કરો

ઘરે બેઠા આધાર કાર્ડને રેશન કાર્ડ સાથે લિંક કરો | Link Aadhar to Ration Card Gujarat અહી ક્લિક કરો



1 Comment

Add a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *