ગુજરાતના યુવાનો માટે આર્મી અગ્નિવીર ભરતી 2023 નિયમોમાં સુધારા સાથે નવી ભરતી

કેન્દ્રીય કેબિનેટે સશસ્ત્ર દળોમાં સેવા આપવા માટે ભારતીય યુવાનો માટે આકર્ષક ભરતી યોજના ‘અગ્નિપથ’ Agnipath ને મંજૂરી આપી છે. રક્ષા મંત્રી રાજનાથ સિંહે અગ્નિપથ ભરતી યોજના [Agniveer scheme recruitment 2022]ને લોન્ચ કરતી વખતે તેને ક્રાંતિકારી સુધારાનું પગલું ગણાવ્યું છે. જેમાં અગ્નિવીર (Agniveer) યુવાનોને નાની ઉંમરમાં જ લશ્કરી તાલીમની સાથે સ્વરોજગાર માટે સક્ષમ બનાવવામાં આવશે. આ સમય દરમિયાન તેમને મોટો પગાર પણ મળશે. તો ચાલો જાણીએ કે ચાર વર્ષના કાર્યકાળ દરમિયાન અને પછી કેટલા પૈસા મળશે?

ARO Ahmedabad Army Bharti 2023 JOB Details

આર્ટીકલનું નામઅગ્નિવીર ભરતી
પોસ્ટઅગ્નિવીર GD, અગ્નિવીર Clerk, અગ્નિવીર Technical, અગ્નિવીર TDN
કુલ જગ્યાNot Specified
નોકરીનો પ્રકારGovt. Jobs
Websitejoinindianarmy.nic.in
અંતિમ તારીખ15-03-2023

(અમદાવાદ, આણંદ, અરવલ્લી,બનાસકાંઠા, ભરૂચ, છોટાઉદેપુર, દોહાડ, ડાંગ, ગાંધીનગર, ખેડા, મહેસાણા, મહિસાગર, નર્મદા, નવસારી, પંચમહાલ, સાબરકાંઠા, સુરત, તાપી, વડોદરા, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલી જિલ્લાઓ/કેન્દ્રશાસિત પ્રદેશોના નિવાસોમાંથી આમંત્રિત કરાયેલ અરજીઓ)

જૂની પદ્ધતિ:

પહેલા જ્યારે આર્મી ભરતી થતી હતી ત્યારે પહેલા આર્મી રેલી થતી હતી એ રેલીમાં જેટલા ઉમેદવારો પાસ થાય તેઓની લેખિત પરીક્ષાનું આયોજન કરવામાં આવતું હતું તે લેખિત પરીક્ષા પાસ કરનાર ઉમેદવારની કાયમી આર્મી ભરતી થતી હતી..

નવી પદ્ધતિ:

હવે પછી આ નવી ભરતી પ્રક્રિયામાં પહેલા તબક્કામાં CBT પરીક્ષા લેવામાં આવશે એ પરીક્ષામાં પાસ થનાર ઉમેદવારની ભરતી રેલી આયોજન કરવામાં આવશે બંને તબક્કા પાસ કર્યા પછી પાસ થયેલ ઉમેદવારની અગ્નિવીર તરીકેની ભરતી થશે.

ઇન્ડિયન આર્મી અગ્નિવીર ભરતી :-
ઇન્ડિયન આર્મી દ્વારા અગ્નિવીરની ભરતી પ્રક્રિયા ઓલ ઈન્ડિયા લેવલે શરૂ કરી દેવામાં આવી છે. સૌપ્રથમ ઓનલાઈન ટેસ્ટ લેવાની હોવાથી ઓલ ઈન્ડિયા લેવલે એકજ તારીખ દરમિયાન આ ટેસ્ટ લેવાશે.

ગુજરાતમાં અગ્નિવીરની પોસ્ટ ઉપર ભરતી માટે આર્મી રિક્રૂટિંગ ઓફિસ, અમદાવાદ દ્વારા ત્યાંના આજુબાજુના જિલ્લાઓ માટે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે તથા આર્મી રિક્રૂટિંગ ઓફિસ, જામનગર દ્વારા સૌરાષ્ટ્ર અને આજુ બાજુના જિલ્લાઑમાં ભરતી માટે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે.

See also  RGPSA,Dang-Ahva District Various Posts Recruitment 2015

શૈક્ષણિક લાયકાત :
(1) અગ્નિવીર જનરલ ડ્યૂટીની પોસ્ટ માટે ૪૫ ટકા સાથે ધોરણ ૧૦ પાસ જરૂરી. દરેક વિષયમાં ૩૩ ટકા માર્કસ હોવા જરૂરી. લાઇટ મોટર વ્હીકલ લાઇસન્સ ધરાવતા હોય તેવા ઉમેદવારોને ડ્રાઈવરની પોસ્ટ ઉપર ભરતી માટે પ્રાથમિક્તા આપવામાં આવશે.

(2) અગ્નિવીર ટેકનિકલની પોસ્ટ માટે ફીઝીકસ, કેમિસ્ટ્રી, મેથ્સ અને અંગ્રેજી વિષય સાથે ૫૦ ટકા માર્કસ સાથે ધોરણ ૧૨ સાયન્સ પાસ કરેલ હોય અથવા તો PCME વિષય સાથે ધોરણ ૧૨ સાયન્સ પાસ અને NSQF લેવલ આઈ.ટી.આઈ. કોર્ષ કરેલ હોય અથવા ૫૦ ટકા સાથે ધોરણ ૧૦ પાસ ઉપરાંત બે વર્ષ આઈ.ટી.આઈ. કે ત્રણ વર્ષ ડિપ્લોમા એન્જીનિયરીંગ કોર્ષ અહીં આપેલ વિષયમાં કરેલ હોય તે ઉમેદવારો અરજી કરી શકે છે.

(3) અગ્નિવીર ક્લાર્ક/સ્ટોરકીપરની પોસ્ટ માટે ૬૦ ટકા માર્કસ સાથે આર્ટ્સ/કોમર્સ કે સાયન્સમાં ધોરણ ૧૨ પાસ કરેલ તેમજ ધોરણ 12માં અંગ્રેજી વિષયમાં એગ્રીગેટ ૫૦ ટકા માર્કસ તથા મેથ્સ/એકાઉન્ટ કે બુક કીપીંગ વિષયમાં ૫૦ ટકા માર્કસ મેળવેલ હોવા જરૂરી છે. દરેક વિષયમાં પણ ૫૦ ટકા માર્કસ હોવા જરૂરી છે.

(4) અગ્નિવીર ટ્રેડ્સમેન ધોરણ ૧૦ પાસની પોસ્ટ માટે માત્ર ધોરણ ૧૦ પાસ કરેલ હોય તેવા ઉમેદવારો અરજી કરી શકે છે. દરેક વિષયમાં ૩૩ ટકા માર્કસ હોવા જરૂરી છે.


(5) અગ્નિવીર ટ્રેડ્સમેન ધોરણ ૮ પાસની પોસ્ટ માટે માત્ર ધોરણ ૮ પાસ કરેલ હોય તેવા ઉમેદવારો અરજી કરી શકે છે.
આ વર્ષે ધોરણ ૧૦ની કે ધોરણ ૧૨ ની પરીક્ષા દેનાર ઉમેદવારો પણ અરજી કરી શકે છે. પરંતુ આવા ઉમેદવારોએ બીજા તબક્કામાં શારીરિક કસોટી સમયે પાસિંગ પરિણામ રજૂ કરવાનું રહેશે.


વયમર્યાદા : અહીં અરજી કરનાર ઉમેદવારની વય સાડા સત્તર થી એકવીશ વર્ષ હોવી જરૂરી છે. એટલે કે ઉમેદવારનો જન્મ તા.૧-૧૦-૨૦૦૨ થી તા.૧-૪-૨૦૦૬ વચ્ચે કે આજ તારીખે થયો હોવો જરૂરી છે.

See also  Oil India Limited Recruitment 2015


શારીરિક ધોરણ : અહીં અગ્નિવીર જનરલ ડ્યૂટી તથા ટ્રેડ્સમેનની પોસ્ટ ઉપર અરજી કરનાર ઉમેદવારો માટે ઊંચાઈ ૧૬૮ સે.મી., અગ્નિવીર ટેકનિકલ માટે ઊંચાઈ ૧૬૭ સે.મી તથા અગ્નિવીર ક્લાર્ક/સ્ટોરકીપરની પોસ્ટ માટે ઊંચાઈ ૧૬૨ સે.મી. તથા ઊંચાઈના સપ્રમાણમાં યોગ્ય વજન જરૂરી છે. છાતીનું માપ અગ્નિવીર જીડી તેમજ અગ્નિવીર ક્લાર્ક/સ્ટોરકીપર માટે ૭૭ સે.મી., તથા અગ્નિવીર ટેકનિકલ તથા ટ્રેડ્સમેન માટે ૭૬ સે.મી. હોવી જરૂરી છે. દરેક ઉમેદવારો માટે છાતીનો ફુલાવો પાંચ સેમી હોવો જરૂરી છે.


અહીં આર્મીમેન તથા એક્સ આર્મીમેન તેમજ આર્મીમાં શાહિદ થયેલ જવાનોના સંતાનોને તથા રમતવીરને નિયમાનુસાર ઊંચાઈ અને છાતીમાં છૂટછાટ મળવાપાત્ર થશે.


ભરતીપ્રક્રિયા : પ્રથમ તબક્કામાં ઓનલાઈન CEE કોમન એન્ટ્રન્સ એકઝામિનેશન લેવાશે બીજા તબક્કામાં સફળ ઉમેદવારોની શારીરિક ક્ષમતા કસોટી લેવાશે અને છેલ્લે મેડિકલ પરીક્ષા લેવાશે.
ઓનલાઈન CEE તા.૧૭ એપ્રિલ, ૨૦૨૩થી ઓલઈન્ડિયા લેવલે એકજ તારીખે શરૂ થશે. પરીક્ષા ઓનલાઈન લેવાની હોવાથી ઉમેદવારની સંખ્યા અને કેન્દ્રોની સંખ્યા પ્રમાણે વધારે દિવસો પણ ચાલી શકે છે. પરીક્ષા ગુજરાતમાં અમદાવાદ/ગાંધીનગર, આણંદ, જામનગર, મહેસાણા, રાજકોટ, સુરત અને વડોદરા ખાતે લેવામાં આવશે. તમે જ્યારે ઓનલાઈન ફોર્મ ભરશો ત્યારે તમારે આ કેન્દ્રોમાંથી કુલ પાંચ કેન્દ્રોની ચોઈસ ફોર્મમાં આપવાની રહેશે. ઓનલાઈન પરીક્ષા અગ્નિવીરની પોસ્ટ પ્રમાણે અલગ અલગ લેવામાં આવશે.


આ વર્ષે આ જે ઓનલાઈન CEE ટેસ્ટ પ્રથમ લેવાની છે તેની ઉમેદવારો પ્રેક્ટિસ કરી શકે તે માટે ઇન્ડિયન આર્મીની વેબસાઇટ ઉપર અગ્નિપથ સ્કીમની અંદર પ્રેક્ટિસ ટેસ્ટનો વિકલ્પ પણ આપેલ છે. તેમાં ક્લિક કરીને તમે જે પોસ્ટ માટે ઓનલાઈન ફોર્મ ભરેલ હશે, તે પોસ્ટ માટે લાગુ પડતી ટેસ્ટની તમે અહીં ઓનલાઈન પ્રેક્ટિસ કરી શકશો. અહીં ટેસ્ટની પ્રેક્ટિસ તમે હિન્દી અને અંગ્રેજી બંનેમાંથી કોઈ પણ એક ભાષાનો વિકલ્પ પસંદ કરીને આપી શકશો.


જે પણ ઉમેદવારો અહીં CEE પરીક્ષા પાસ કરી આર્મી દ્વારા તૈયાર કરેલ મેરીટ યાદીમાં સ્થાન મેળવશે તેમની બીજા તબક્કામાં શારીરિક ક્ષમતા કસોટી લેવામાં આવશે. શારીરિક ક્ષમતા કસોટી તારીખ અને સ્થળની જાણકારી આર્મી રિક્રૂટિંગ ઓફિસ દ્વારા પછીથી કરવામાં આવશે.

See also  NHPC Limited Recruitment 2015 – Apply for 128 engineer Posts


શારીરિક ક્ષમતા કસોટીમાં તમે જાવ ત્યારે તમારે એડમિટ કાર્ડની સાથે અહીં જણાવેલ ડોક્યુમેન્ટ્સ તથા તેની બે પ્રમાણિત નકલો અવશ્ય સાથે લઈ જવાની રહેશે. જો આમાંથી કોઈ ડૉક્યુમેન્ટ તમારી પાસે ન હોય તો તે તમારે મેળવી લેવાનું રહેશે.
હવે ભાઈઓ માટેની જે શારીરિક ક્ષમતા કસોટી છે તેમાં ૧.૬ કિમી દોડ, ૫ મિનિટ અને ૩૦ સેકન્ડમાં, પુલઅપ્સ ૬ થી ૧૦ (જેમાં તે પ્રમાણે માર્કસ મળશે.), ૯ ફૂટ ઊંડી ખાઈ કૂદ તથા જિગજેગ બેલેન્સ વગેરે પરીક્ષણો હશે.


જે ઉમેદવારો આ શારીરિક ક્ષમતા કસોટીમાં સફળ થશે તે ઉમેદવારોની છેલ્લે મેડિકલ પરીક્ષણ કરવામાં આવશે.

પરીક્ષા ફી : અહીં અરજી કરનાર ઉમેદવારોએ ઓનલાઈન અરજીની પ્રોસેસ પુર્ણ કર્યા બાદ પરીક્ષા ફી પેટે રૂ.૨૫૦ ફી ઓનલાઈન પેમેન્ટથી ચૂકવવાની રહેશે.

અરજીપ્રક્રિયા : આ ભરતી અંગેની વિશેષ માહિતી માટે તથા ઓનલાઈન અરજી માટે આપે વેબસાઇટ https://joinindianarmy.nic.in/ ઉપર સંપર્ક કરવાનો રહેશે.
અહીં ઓનલાઇન અરજી કરતાં સમયે તમારું આધારકાર્ડમાં લખેલ નામ ધોરણ ૧૦ની માર્કશીટમાં લખેલ માર્કસ સાથે મેચિંગ છે કે નહીં તે ખાસ જોવું. આ સાથે તમારા આધારકાર્ડમાં જે નંબર આપેલ હોય તે પણ ઓનલાઈન ફોર્મ ભરવા જાવ ત્યારે સાથે લઈ જવો.

અહીં અગ્નિવીરની પોસ્ટ ઉપર ઓનલાઈન ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ ૧૫ માર્ચ, ૨૦૨૩ રાખવામા આવી છે, તમારે જેમ બને તેમ જલ્દી ફોર્મ ભરી દેવું.

Gujarat ARO Ahmedabad Army Bharti 2023 More Details

અગ્નિવીર તરીકે અગ્નિપથ યોજના અંતર્ગત ભરતી વિશે માહિતી : અહીં ક્લિક કરોLeave a Reply

Your email address will not be published. Required fields are marked *