મોદી 3.0 (કેન્દ્રીય બજેટ 2024)નું પ્રથમ સામાન્ય બજેટ રજૂ કરવામાં આવ્યું છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે તેને સંસદમાં રજૂ કર્યું, નાણામંત્રી તરીકે આ તેમનું સતત સાતમું બજેટ છે. બજેટમાં વિવિધ ક્ષેત્રો માટે ઘણી જાહેરાતો કરવામાં આવી છે. પરંતુ સામાન્ય માણસના ખિસ્સા પર શું બોજ વધ્યો છે અને કઈ જાહેરાતથી તેમને રાહત મળી છે. તો ચાલો તમને જણાવી દઈએ કે સરકારે ઘણી વસ્તુઓ પર કસ્ટમ ડ્યુટી ઘટાડી છે અને મુખ્યત્વે કેન્સરની દવાઓને ડ્યુટી ફ્રી કરી છે, ચાલો જાણીએ કઈ કઈ થઈ અને કઈ સસ્તી થઈ.
સસ્તું શું થયું?
- સોના અને ચાંદી પર 6% ઓછી ડ્યુટી
- પ્લેટિનમ પર 6.4% ડ્યુટી ઘટાડી
- કેન્સર 3 દવાઓ થઈ સસ્તી
- મોબાઈલ ફોન અને ચાર્જર પર ડ્યુટી 15% ઘટાડી
- 25 મહત્વપૂર્ણ ખનિજો પરની ડ્યુટી નાબૂદ
- માછલી ખોરાક
- ચામડાની વસ્તુઓ,ચામડાના ચંપલ, પર્સ સસ્તા
- રાસાયણિક પેટ્રોકેમિકલ
- એક્સ-રે મશીનો સસ્તા થશે
- મોબાઈલ ફોનના પાર્ટસ સસ્તા થશે
- સોલાર પેનલ સસ્તી
- સોલાર સેલ સસ્તા
- ઇલેક્ટ્રિક કાર સસ્તી
- ઇમ્પોર્ટેડ જ્વેલરી સસ્તી થશે
શું થયું મોઘું?
- પ્લાસ્ટિકની ચીજવસ્તુઓ પર આયાત ડ્યુટી વધારી
- પેટ્રોકેમિકલ – એમોનિયમ નાઈટ્રેટ પર કસ્ટમ ડ્યુટી વધી
- પીવીસી
- હવાઈ મુસાફરી મોંઘી
- સિગારેટ પણ મોંઘી થઈ ગઈ
- ટેલિકોમ ઉપકરણો