ISRO Chandrayaan 3 launch Live: ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ISRO) ચંદ્રયાન-3 મિશન આંધ્રપ્રદેશના શ્રીહરિકોટા ખાતેના સતીશ ધવન સ્પેસ સેન્ટરમાંથી શુક્રવારે 14 જુલાઈએ બપોરે 2.35 વાગ્યે પ્રક્ષેપિત થયું છે.
ચંદ્રયાન 3 લોન્ચને ઓનલાઈન કેવી રીતે જોવું?
ચંદ્રયાન-3 મિશનના લેન્ડર, રોવર અને પ્રોપલ્શન મોડ્યુલને વહન કરતા LVM-3 (લોન્ચ વ્હીકલ માર્ક – III) નું લોન્ચિંગ ISROની વેબસાઇટ અને YouTube ચેનલ પર સ્ટ્રીમ કરવામાં આવશે. જ્યારે તે 14 જુલાઈના રોજ IST બપોરે 2 વાગ્યે લાઈવ થશે ત્યારે તમે તેને નીચેની લિંક દ્વારા જોઈ શકો છો.
ચંદ્રયાન -૩ તથ્યો અને આંકડા
નામ | ચંદ્રયાન -૩ |
લક્ષ્ય | ચંદ્ર |
લોન્ચિંગ | સતીશ ધવન સ્પેસ સેન્ટર, શ્રી હરિકોટા |
લોન્ચ વ્હીકલ | GSLV-MKIII |
મિશનના સાધનો | 1) પ્રોપલ્શન મોડ્યુલ 2) લેન્ડર 3) રોવર |
મિશનનો સમયગાળો | 1 ચંદ્ર દિવસ એટલે કે 14 પૃથ્વીના દિવસો |
વજન | 3900 કિલો |
લેન્ડિંગ સ્થળ | ચંદ્રનો દક્ષિણી ધ્રુવ |
ચંદ્રયાન 3 નું લાઈવ ટેલીકાસ્ટ
ચંદા મામા દૂર કે,..બાળપણથી આપણે ચાંદા મામાની વારતાં, ગીત સાંભળતાં આવ્યા છીએ, એ ચાંદામામા જે આકાશમાં આપણી સૌથી નજીકનો ગ્રહ છે. પરંતુ વૈજ્ઞાનિક દ્રષ્ટીએ ચાંદામામાં અનેક રહસ્યો છૂપાયેલા છે. આ ચાંદામામાને સર કરવા માટે આપણા ઇસરોનું સૌથી મોટું મિશન ચંદ્રયાન-3નું કાઉન્ટડાઉન શરૂ થઇ ગયું છે. ભારત માટે આ ચંદ્રયાન મિશન કેમ આટલું મહત્વનું છે, આ મિશન સફળ થતાં વિજ્ઞાનિકોને શું જાણકારી મળશે, અગાઉ એક મિશન કેમ નિષ્ફળ રહ્યું હતું. આ તમામ વાતનો જવાબ તમને આ આર્ટિકલમાં મળી જશે.
Chandrayaan 3 launch Live: ચંદ્રયાન 3 નું લાઈવ ટેલીકાસ્ટ જુઓ, ચંદ્રયાન 3 લોન્ચને ઓનલાઈન કેવી રીતે જોવું?
અત્યારસુધી દુનિયાના અનેક દેશોએ ચંદ્ર પર મિશન મોકલ્યા છે, જો કે ચંદ્રની ડાર્ક સાઇડ જેના વિશે હજુ અનેક રહસ્યો અકબંધ છે, જ્યાં હજુ માનવીની પહોંચ નથી, ત્યાં ઇસરોનું ચંદ્રયાન-3 પહોંચશે અને સંશોધનો કરશે. અહીં લેન્ડ થયા બાદ ચંદ્રયાન-3નું રોવર ચંદ્રમાની ધરતીની તસવીરો મોકલશે, ત્યાંની માટીની તપાસ કરશે, ચંદ્ર પર વાતાવરણ કેવું છે તેનો રિપોર્ટ આપશે, ચાંદની ધરતીનું કેમિકલ વિશ્લેષણ કરી ખનીજ અંગે વિસ્તૃત માહિતી મેળવશે.
ચંદ્રયાન 3 વિષે ટૂંકમાં માહિતી
ચંદ્રના બે ભાગ છે, જેમાં એક ભાગ પર હંમેશા પ્રકાશ રહે છે, જ્યારે એક ભાગ એવો છે જ્યાં સતત અંધારું રહે છે. ઇસરોનું આ મિશન અંધારાવાળી જગ્યા પર સંશોધન કરવાનું મિશન છે, આવું કરનારો ભાર એક માત્ર દેશ બનશે. ઇસરોનું ચંદ્રયાન-3નું લેન્ડર મિશન ચંદ્રયાન-2ની ક્રેશ સાઇટથી 100 કિમી દૂર ઉતરશે, ચંદ્રના આ ભાગમાં સૂર્યના કિરણો ત્રાસા પડે છે, જેથી આ જગ્યા પર તાપમાન માયનસ 180 ડિગ્રી સુધી પહોંચી જાય છે. આ જગ્યા પર પાણી મળવાની શક્યતાઓ વધી જાય છે.
આ વખતના મિશનમાં શું ખાસ છે ?
ઇસરોએ ચંદ્રયાન-2ની નિષ્ફળતા બાદ તેમાંથી ઘણું શીખીને ચંદ્રયાન-3 તૈયાર કર્યું છે. આ વખતે ચંદ્રયાન-3માં ઓર્બિટર નહીં હોય કારણ કે ચંદ્રયાન-2નું ઓર્બિટર હજુ પણ ચંદ્રની કક્ષામાં ચક્કર લગાવી રહ્યું છે. આ વખતે ઓર્બિટરની જગ્યાએ પ્રોપલ્શન મોડ્યુલ લગાવવામાં આવ્યું છે. જે ચંદ્રયાન-3ના લેન્ડરના સોફ્ટ લેન્ડિંગ દરમિયાન નેવિગેશનમાં મદદ કરશે. ચંદ્રયાન-3 મિશનમાં મોડ્યુલના ત્રણ ભાગ છે.
- પ્રોપલ્શન મોડ્યુલ (ISS Propulsion Module) – જે સ્પેસશિપને ઉડાળવાનો ભાગ હોય છે.
- લેન્ડર મોડ્યુલ Lander module (LM)– જે સ્પેસશિપને ચંદ્ર પર ઉતરાવાનો ભાગ છે.
- રોવર (Rover)– આ ચંદ્રનો ડેટા ભેગો કરવાનો ભાગ છે.
આ વખતના ચંદ્રયાન-3 મિશનમાં વધુ સેન્સર, સોફ્ટવેરમાં બદલાવ કરવામાં આવ્યો છે. ચંદ્રયાન-3 પોતાની સાથે પ્રોપલ્શન મોડ્યુલ જેનું વજન 2 હજાર 148 કિલોગ્રામ છે. વિક્રમ લેન્ડર, જેનું વજન 1 હજાર 726 કિલોગ્રામ છે અને 26 કિલોનું રોવર પણ સાથે લઇ જશે. લેન્ડરની સાથે 4 પેલોડ પણ મોકલવામાં આવશે. તો છેલ્લે તમને જણાવી દઇએ કે ચંદ્રયાન-3ને લોન્ચ કરવા માટે LVM-3ની મદદ લેવામાં આવશે. ઇસરોનું આ એવું રોકેટ લોન્ચર છે જેમાં દરેક લોન્ચ સફળ રહ્યાં છે. LVM-3 ચંદ્રયાનના ઇન્ટ્રીગ્રેટેડ મોડ્યુલને પૃથ્વીની કક્ષા 170 કિમી x 36, 500 કિમી આકારના પાર્કિંગ ઓર્બિટમાં સ્થાપિત કરશે, ત્યારબાદ ચંદ્રયાન-3 પૃથ્વીની કક્ષામાંથી બહાર નીકળીને ચંદ્ર તરફ આગળ વધશે. એટલે સરળ ભાષામાં કહીએ તો ચંદ્રયાન ચાંદ તરફ સીધું જ નહીં પરંતુ વિવિધ સ્ટેજમાં ચંદ્ર તરફ આગળ વધશે.
ISRO ઓફિસિયલ વેબસાઈટ | અહીં ક્લિક કરો |
ISRO YouTube Live | અહીં ક્લિક કરો |
ISRO Facebook Live | અહીં ક્લિક કરો |
દૂરદર્શન લાઈવ | અહીં ક્લિક કરો |
હોમ પેજ | અહીં ક્લિક કરો |