જ્ઞાન સહાયક ભરતી 2023 – Gyan Sahayak Bharti 2023

જ્ઞાન સહાયક ભરતી 2023 – Gyan Sahayak Bharti 2023

નવી ભરતી માટે અરજી કરો :

જ્ઞાન સહાયક પ્રાથમિક શિક્ષક ભરતી ૨૦૨૩ – Gyan Sahayak Primary Bharti 2023 અહી ક્લિક કરો

જ્ઞાન સહાયક માધ્યમિક શિક્ષક ભરતી ૨૦૨૩ – Gyan Sahayak Secondary Bharti 2023 અહી ક્લિક કરો

શિક્ષકોની ઘટ પૂરવા હવે જ્ઞાન સહાયકોની ભરતી કરવા તૈયારી.

  • પ્રાથમિક શાળા માટે વિદ્યાસહાયકોને સ્થાને હવે જ્ઞાન સહાયકોને 20 હજારના ફિક્સ પેથી ભરતી કરાશે.
  • પસંદ થયેલા ઉમેદવારને નિમણૂક પહેલાં વિકલ્પ અપાશે, જેથી હાજર નહીં થવાની સમસ્યા ઘટશે.

જ્ઞાન સહાયક ભરતી - Gyan Sahayak Bharti 2023
જ્ઞાન સહાયક ભરતી - Gyan Sahayak Bharti 2023
જ્ઞાન સહાયક ભરતી - Gyan Sahayak Bharti 2023

ગુજરાતના શિક્ષણ વિભાગ દ્વારા અંદાજે ૩૦ હજારથી વધુ શિક્ષકોની ઘટને નિવારવા માટે ધનિષ્ઠ પગલાં લેવા તૈયારી શરૂ કરી છે. વિશેષ કરીને ગયા મહિને સંપન્ન થયેલી ચિંતન શિબિરમાં ચર્ચાયેલા પાસાઓમાં ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવા માટે સરકારી શાળાઓમાં શિક્ષકોની ભરતી પર ભાર મૂકાયો હતો. આ સંદર્ભે હવે વિભાગ દ્વારા નવા જ્ઞાન સહાયકોની ભરતી કરવા વિચારી રહી છે. હાલ પ્રાથમિક શાળાઓમાં વિદ્યાસહાયકોની ભરતી થાય છે એના સ્થાને જ્ઞાન સહાયકોની ભરતી થશે.

જ્ઞાન સહાયક ભરતી - Gyan Sahayak Bharti 2023

ગુજરાત સરકારે ગત મહિને મળેલી દસમી ચિંતન શિબિરમાં આગામી પાંચ વર્ષમાં રાજ્યના શિક્ષણ, આરોગ્ય, ગ્રામીણ માળખાકીય અને શહેરી માળખાકીય સુવિધાઓ તેમજ કર્મચારીઓની તાલીમ-કેપેસિટી બિલ્ડિંગ એમ પાંચ ક્ષેત્ર પર વધુ ભાર મૂકવાનો નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વડપણ હેઠળ મળેલી કેબિનેટ બેઠકમાં આજે આ મુદ્દે પ્રાથમિક ચર્ચા કરવામાં આવી છે, 

તેમ જણાવી સૂત્રોએ ઉમેર્યું હતું કે, હાલ પ્રાથમિક શાળામાં વિદ્યાસહાયકોની અંદાજે ૧૦ હજાર શિક્ષકોની ઘટ છે જ્યારે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં શિક્ષણ સહાયકોની પણ લગભગ એટલી જ ઘટ છે.

આ ઘટ નિવારવા માટે ટૂંક સમયમાં ભરતી પ્રક્રિયા હાથ ધરતાં પહેલાં કેટલાક નવા નિયમો ઘડાશે. સૂત્રોએ ઉમેર્યું હતું કે, હાલ એવી વિચારણા ચાલી રહી છે કે જ્ઞાન સહાયકોની ભરતીમાં ઉમેદવારોને પ્રથમપોતાના વતન કે તેની આસપાસના વિસ્તારોમાં ખાલી જગા માટે વિકલ્પ અપાશે. જ્ઞાન સહાયકોને રૂ.૨૦,૦૦૦ના ફિક્સ પગારથી ભરતી કરવામાં આવશે.

જ્ઞાન સહાયક ખેલ સહાયક ભરતી પ્રેસનોટ

જ્ઞાન સહાયક પ્રાથમિક ઠરાવ અહીંથી વાંચો
જ્ઞાન સહાયક માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક ઠરાવ અહીંથી વાંચો
ખેલ સહાયક ઠરાવ અહીંથી વાંચો

અન્ય પરિપત્રો ડાઉનલોડ કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *