ગુજકેટ પરીક્ષાની તારીખ જાહેર | GUJCET Time Table 2023

GUJCET Exam Date 2023: ગુજકેટ ના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, GUJCETની પરીક્ષાની તારીખો જાહેર થઈ છે. આગામી ૩ એપ્રિલના રોજ GUJCETની પરીક્ષા યોજાશે. મહત્વનું છે કે, જિલ્લા કક્ષાના કેન્દ્રો પર આ પરીક્ષા લેવાશે. આ પરીક્ષા સવારે 10 થી સાંજે 4 વાગ્યા સુધી યોજાશે.

ગુજકેટની પરીક્ષાની તારીખો જાહેર, જિલ્લા કક્ષાના કેન્દ્રો પર આ પરીક્ષા સવારે 10 થી સાંજે 4 વાગ્યા સુધી યોજાશે. ગુજકેટની પરીક્ષાને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા તારીખની જાહેરાત કરાઈ છે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ બાદ એન્જીનીયરીંગ અને ફાર્મસીમાં પ્રવેશ મેળવવા ઈચ્છતા વિદ્યાર્થીઓ માટે ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ(ગુજકેટ) લેવાય છે. રાજ્યભરમાંથી વિજ્ઞાન પ્રવાહના ગ્રુપ A, B અને ગ્રુપ ABના અંદાજે 1,25,000 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. ત્યારે આ પરીક્ષા બાબતે વિધાર્થીઓએ કેટલીક જાણકારી રાખવી જરૂરી છે.

  • ગુજકેટની પરીક્ષાની તારીખો જાહેર 
  • ૩ એપ્રિલ ના રોજ યોજાશે ગુજકેટની પરીક્ષા
  • જિલ્લા કક્ષાના કેન્દ્રો પર લેવાશે પરીક્ષા 
  • સવારે 10 થી સાંજે 4 વાગ્યા સુધી યોજાશે પરીક્ષા

ગુજરાત સરકારના શિક્ષણ બોર્ડ દ્વારા વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ માટે ધોરણ 12 નો અભ્યાસ બાદ ફાર્મસી અને એન્જીનિયરિંગમાં પ્રવેશ મેળવવા માટે ખાસ અલગ પ્રકારની પરીક્ષા લેવામાં આવે છે. જે 2017 બાદ આ પરીક્ષા ધોરણ 12 પાસ કરનાર વિદ્યાર્થીઓ માટે ફરજિયાત કરવામાં આવી હતી. ત્યારે આ વખતે પણ ધોરણ 12ના વિદ્યાર્થીઓ વિજ્ઞાન પ્રવાહમાંથી પાસ થયા બાદ ગુજકેટની પરીક્ષા આપશે. જેનો તારીખવાર સત્તાવાર કાર્યક્રમ ગુજરાત સરકાર શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવ્યો છે.

ગુજકેટની પરીક્ષાનું માળખું :ગુજરાત કોમન એન્ટરેસ્ટ ટેસ્ટમાં બહુ વિકલ્પીય પ્રકારનું હેતુલક્ષી પ્રશ્નપત્ર ધરાવતા પ્રશ્નો રહેશે. જેમાં ભૌતિક વિજ્ઞાનના 40 પ્રશ્નો 40 ગુણ રસાયણ વિજ્ઞાનના 40 પ્રશ્નોના 40 ગુણ જેનો સમય 120 મિનિટનો રહેશે. જ્યારે જીવ વિજ્ઞાનમાં 40 પ્રશ્નો 40 ગુણ જેમાં સમય 60 મિનિટ અને ગણિતમાં 40 વિજ્ઞાનના 40 ગુણ સમય 60 મિનિટનો સમય રાખવામાં આવ્યો છે.

See also  GSSSB Various Posts Exam Date/Schedule Declared 2017

અ.નં.વિષયપ્રશ્નોગુણસમય
1ભૌતિક વિજ્ઞાન4040120 મિનિટ
2રસાયણ વિજ્ઞાન4040120 મિનિટ
3જીવ વિજ્ઞાન404060 મિનિટ
4ગણિત404060 મિનિટ

ત્રણ ભાષાઓમાં ગુજકેટ પરીક્ષા :ગુજકેટ 2023માં ભૌતિક વિજ્ઞાન અને રસાયણ વિજ્ઞાન પ્રશ્નપત્ર સંયુક્ત રહેશે એટલે કે 40 પ્રશ્નો ભૌતિક વિજ્ઞાન અને 40 પ્રશ્નો રસાયણ વિજ્ઞાનના રહેશે. જ્યારે જીવ વિજ્ઞાન અને ગણિતનું પ્રશ્નપત્ર અલગ અલગ રહેશે. જેમાં OMR આન્સરશીટ પણ અલગ અલગ આપવાની રહેશે. આ પરીક્ષા ગુજરાતી અંગ્રેજી અને હિન્દી આમ ત્રણ ભાષાઓમાં લેવામાં આવશે.

GUJCET Exam Date 2023

Official Notification: Click Here



Leave a Reply

Your email address will not be published. Required fields are marked *