JIOની ઇલેક્શન સરપ્રાઇઝ : દેશમાં પહેલીવાર ગુજરાતના 33 જિલ્લામાં આજથી 5G સર્વિસ શરૂ

JIOની ઇલેક્શન સરપ્રાઇઝ:દેશમાં પહેલીવાર ગુજરાતના 33 જિલ્લામાં આજથી 5G સર્વિસ શરૂ

આપણા માનનીય વડાપ્રધાન માટે શિક્ષણ એ એક કેન્દ્રીય ક્ષેત્ર છે. એ હેતુ સાથે આગામી 10-15 વર્ષમાં 300-400 મિલિયન કુશળ ભારતીયો વર્કફોર્સમાં જોડાશે. આ સાથે જ દરેક ભારતીયને માત્ર બહેતર જીવનધોરણ આપશે, પરંતુ આપણા વડાપ્રધાનનું વિઝન છે કે 2047 સુધીમાં ભારતનું અર્થતંત્ર ઝડપથી વધી જશે. રિલાયન્સ ફાઉન્ડેશન એજ્યુકેશન એન્ડ સ્પોર્ટ્સ ફોર ઓલ (ESA) નામનો પ્રોગ્રામ ચલાવે છે, જેમાં શિક્ષણ અને સ્પોર્ટ્સમાં આગળ વધે એ હેતુથી આ પ્રોગ્રામ ચલાવવામાં આવે છે.’

‘જિયો આ સાથે જ સ્પોર્ટસ અને શિક્ષણના સ્તરને વધુ સુધારવા માટે અને વધુ આગળ લાવવા માટે 5G ટેક્નોલોજીનો ઉપયોગ કરવા માટે લોન્ચ કરી રહ્યું છે, જેમાં રિલાયન્સ ફાઉન્ડેશનનો મુખ્ય હેતુ ‘એજ્યુકેશન ફોર ઓલ’ હેઠળ દરેક નાગરિક, દરેક ઘર માટે આ ટેક્નોલોજી ઉપલબ્ધ કરશે, જેથી કરીને ભારતમાં ઉત્પાદકતા, કમાણી અને જીવનધોરણમાં વિકાસ થશે.’

5G શરૂથી તમને શું ફાયદો થવાનો છે?
5G ઈન્ટરનેટ સેવા શરૂ થવાથી ઘણાબધા ફેરફાર દેખાશે અને અલગ જ દુનિયાનો અનુભવ થશે. આનાથી લોકોનું કામ સરળ બનશે. એટલું જ નહીં, પરંતુ મનોરંજન અને સંચારક્ષેત્રે પણ ઘણો બદલાવ આવશે. જે કામ અત્યારે ધીમે-ધીમે થાય છે એ વધારે ઝડપથી થશે. એટલું ઝડપથી આ નેટવર્ક કામ કરશે કે આંખના પલકારામાં બધું કામ થઈ જશે. માણસોના વિચારો કરતાં પણ તેજ 5Gનું નેટવર્ક રહેશે. કોઈને વીડિયો ફાઈલ મોકલવી હોય તોપણ કહેવું પડે કે બહુ વાર લાગશે… ફાઈલ મોટી છે, પણ 5Gમાં એવું નહીં થાય. ગમે તેવી મોટી ફાઈલ હશે તોપણ પળવારમાં અપલોડ અને ડાઉનલોડ થઈ જશે.

5Gથી શું શું બદલાઈ જશે?

 • મોટા ભાગના લોકોનું માનવું છે કે 5Gથી ઇન્ટરનેટની સ્પીડ વધી જશે અને એનો ઉપયોગ ફક્ત મોબાઇલ ફોન અથવા કોમ્પ્યુટરમાં થશે, પરંતુ એવું નથી. 5G ટેક્નોલોજી ઇન્ટરનેટની 3G અને 4G ટેકનોલોજી કરતાં પણ વધારે સ્માર્ટ હશે. 5Gનો હેતુ ફક્ત ઇન્ટરનેટને સ્માર્ટફોનથી કનેક્ટ કરવાનો જ નથી, પરંતુ એ ઇન્ટરનેટ ઓફ થિંગ્સ (IOT) સાથે પણ કનેક્ટ થશે.
 • IOT એટલે સ્માર્ટ ગેજેટ્સ જેવાં કે ફ્રિજ, ટીવી, માઇક્રોવેવ ઓવન, વોશિંગ મશીન, એસી વગેરે. અત્યારે દુનિયાભરની સેલ્ફ ડ્રાઇવિંગ ગાડીઓમાં જે ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે એ પણ 5G જ છે. ભારતમાં પણ સ્માર્ટસિટી પ્રોજેક્ટ માટે 5Gનો ઉપયોગ થશે.

JIOની ઇલેક્શન સરપ્રાઇઝ:દેશમાં પહેલીવાર ગુજરાતના 33 જિલ્લામાં આજથી 5G સર્વિસ શરૂ

રિલાયન્સની જન્મભૂમિ ગુજરાત જિયો TRU મેળવનાર ભારતનું પ્રથમ રાજ્ય બન્યું છે. આજથી 25 નવેમ્બર, એટલે કે ગુજરાતના તમામ 33 જિલ્લામાં 5Gની શરૂઆત થઈ ગઈ છે. આ ‘Jio વેલકમ ઑફર’ સાથે, યુઝર્સ 1Gbps+ સ્પીડ સાથે અમર્યાદિત 5G ડેટા મળશે. Jio હેલ્થકેર, એગ્રિકલ્ચર, ઈન્ડસ્ટ્રી 4.0 અને IoT સેક્ટરમાં સાચી 5G-સંચાલિત સિરીઝથી શરૂઆત કરશે.

See also  દર મહિને રિચાર્જની મગજમારી નહિ, Jio-Airtel-Vi-BSNL ના સસ્તા પ્લાન, 365 દિવસની વેલિડિટી

દેશનું પ્રથમ રાજ્ય ગુજરાત બન્યું 5G
રિલાયન્સ માટે ગુજરાત ખાસ સ્થાન ધરાવે છે. રિલાયન્સની જાહેરાત મુજબ, આ 5G સ્પીડ ગુજરાત અને તેના લોકોને સમર્પિત છે. હવે રાજ્યનાં 33 જિલ્લા મથકોમાંથી 100% Jio True 5G કવરેજ ધરાવશે. આ ટેક્નોલોજીથી દેશભરના લાખો વિદ્યાર્થીઓ ડિજિટલ માધ્યમથી ગુણવત્તાયુક્ત શિક્ષણ મેળવી શકશે.

5G ટેક્નોલોજીને કારણે વડાપ્રધાનના વિઝનમાં મદદ મળશે
રિલાન્યસ જિયો ઇન્ફોકોમ લિમિટેડના અધ્યક્ષ આકાશ અંબાણીએ જણાવ્યું હતું કે ‘અમને આપને જાણ કરતાં કરતાં ગર્વ થાય છે કે ગુજરાત હવે પ્રથમ રાજ્ય છે, જેનાં 100% જિલ્લા મથકો અમારા મજબૂત ટ્રુ 5G નેટવર્ક સાથે જોડાયેલાં છે. અમે આ ટેક્નોલોજીની વાસ્તવિક શક્તિ અને તે કેવી રીતે એક અબજ લોકોનાં જીવનને અસર કરી શકે એ દર્શાવવા માગીએ છીએ.’

‘આપણા માનનીય વડાપ્રધાન માટે શિક્ષણ એ એક કેન્દ્રીય ક્ષેત્ર છે. એ હેતુ સાથે આગામી 10-15 વર્ષમાં 300-400 મિલિયન કુશળ ભારતીયો વર્કફોર્સમાં જોડાશે. આ સાથે જ દરેક ભારતીયને માત્ર બહેતર જીવનધોરણ આપશે, પરંતુ આપણા વડાપ્રધાનનું વિઝન છે કે 2047 સુધીમાં ભારતનું અર્થતંત્ર ઝડપથી વધી જશે. રિલાયન્સ ફાઉન્ડેશન એજ્યુકેશન એન્ડ સ્પોર્ટ્સ ફોર ઓલ (ESA) નામનો પ્રોગ્રામ ચલાવે છે, જેમાં શિક્ષણ અને સ્પોર્ટ્સમાં આગળ વધે એ હેતુથી આ પ્રોગ્રામ ચલાવવામાં આવે છે.’

‘જિયો આ સાથે જ સ્પોર્ટસ અને શિક્ષણના સ્તરને વધુ સુધારવા માટે અને વધુ આગળ લાવવા માટે 5G ટેક્નોલોજીનો ઉપયોગ કરવા માટે લોન્ચ કરી રહ્યું છે, જેમાં રિલાયન્સ ફાઉન્ડેશનનો મુખ્ય હેતુ ‘એજ્યુકેશન ફોર ઓલ’ હેઠળ દરેક નાગરિક, દરેક ઘર માટે આ ટેક્નોલોજી ઉપલબ્ધ કરશે, જેથી કરીને ભારતમાં ઉત્પાદકતા, કમાણી અને જીવનધોરણમાં વિકાસ થશે.’

5G શરૂથી તમને શું ફાયદો થવાનો છે?
5G ઈન્ટરનેટ સેવા શરૂ થવાથી ઘણાબધા ફેરફાર દેખાશે અને અલગ જ દુનિયાનો અનુભવ થશે. આનાથી લોકોનું કામ સરળ બનશે. એટલું જ નહીં, પરંતુ મનોરંજન અને સંચારક્ષેત્રે પણ ઘણો બદલાવ આવશે. જે કામ અત્યારે ધીમે-ધીમે થાય છે એ વધારે ઝડપથી થશે. એટલું ઝડપથી આ નેટવર્ક કામ કરશે કે આંખના પલકારામાં બધું કામ થઈ જશે. માણસોના વિચારો કરતાં પણ તેજ 5Gનું નેટવર્ક રહેશે. કોઈને વીડિયો ફાઈલ મોકલવી હોય તોપણ કહેવું પડે કે બહુ વાર લાગશે… ફાઈલ મોટી છે, પણ 5Gમાં એવું નહીં થાય. ગમે તેવી મોટી ફાઈલ હશે તોપણ પળવારમાં અપલોડ અને ડાઉનલોડ થઈ જશે.

See also  કેન્દ્રીય કર્મચારીઓને મહત્વની ભેટ - મોંઘવારી ભથ્થામાં વધારો.

5Gથી શું શું બદલાઈ જશે?

 • મોટા ભાગના લોકોનું માનવું છે કે 5Gથી ઇન્ટરનેટની સ્પીડ વધી જશે અને એનો ઉપયોગ ફક્ત મોબાઇલ ફોન અથવા કોમ્પ્યુટરમાં થશે, પરંતુ એવું નથી. 5G ટેક્નોલોજી ઇન્ટરનેટની 3G અને 4G ટેકનોલોજી કરતાં પણ વધારે સ્માર્ટ હશે. 5Gનો હેતુ ફક્ત ઇન્ટરનેટને સ્માર્ટફોનથી કનેક્ટ કરવાનો જ નથી, પરંતુ એ ઇન્ટરનેટ ઓફ થિંગ્સ (IOT) સાથે પણ કનેક્ટ થશે.
 • IOT એટલે સ્માર્ટ ગેજેટ્સ જેવાં કે ફ્રિજ, ટીવી, માઇક્રોવેવ ઓવન, વોશિંગ મશીન, એસી વગેરે. અત્યારે દુનિયાભરની સેલ્ફ ડ્રાઇવિંગ ગાડીઓમાં જે ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે એ પણ 5G જ છે. ભારતમાં પણ સ્માર્ટસિટી પ્રોજેક્ટ માટે 5Gનો ઉપયોગ થશે.

5Gથી ઇન્ટરનેટની સ્પીડ કેટલી વધી જશે?

 • 5G એટલે ઇન્ટરનેટની 5મી જનરેશન. એની સ્પીડ 10GBPS સુધીની હશે. એની મદદથી મોટામાં મોટા ડેટા સેકંડમાં ડાઉનલોડ અથવા અપલોડ કરી શકાય છે. વિશ્વના ઘણા દેશોમાં 5G સર્વિસ શરૂ પણ થઈ ગઈ છે, પરંતુ ત્યાં હજી એટલી સ્પીડ નથી મળી રહી.
 • તાજેતરમાં ઇન્ટરનેટ સ્પીડ ટેસ્ટ કરનારી કંપની ઓપન સિગ્નલે 5G સ્પીડ અંગેનો રિપોર્ટ બહાર પાડ્યો છે. આ રિપોર્ટમાં જણાવ્યા મુજબ, સાઉદી અરેબિયામાં વિશ્વમાં સૌથી વધુ 5G ડાઉનલોડ સ્પીડ છે. અહીં સરેરાશ ડાઉનલોડ સ્પીડ 377.2MBPS છે. અહીં 4G પર ડાઉનલોડ સ્પીડ 30.1MBPS છે.
 • એને આ રીતે પણ સમજી શકાય કે 377.2MBPS ડાઉનલોડ સ્પીડ સાથે 1 સેકન્ડમાં 377.2 MB ડેટા ડાઉનલોડ કરી શકાય છે, એટલે કે 1Gબીની ફિલ્મ 3 સેકંડથી ઓછા સમયમાં ડાઉનલોડ થશે. જોકે જિયોએ ભારતમાં 5G નેટવર્ક પર 1Gbps સ્પીડ આપવાનું કહ્યું છે. જિયો આવી સ્પીડ આપે તો 1 સેકંડમાં 1GBની ફિલ્મ ડાઉનલોડ થઈ જશે.

5G ઇન્ટરનેટ સેવા શું છે?

ઈન્ટરનેટ નેટવર્કની પાંચમી જનરેશનને 5G કહેવામાં આવે છે. એ વાયરલેસ બ્રોડબેન્ડ ઈન્ટરનેટ સેવા છે, જે તરંગો દ્વારા હાઈ-સ્પીડ ઈન્ટરનેટ સેવા પૂરી પાડે છે, એમાં મુખ્યત્વે ત્રણ પ્રકારના ફ્રિક્વન્સી બેન્ડ છે.

1. લો ફ્રિક્વન્સી બેન્ડ- એરિયા કવરેજમાં શ્રેષ્ઠ, ઈન્ટરનેટ સ્પીડ 100 Mbps, ઈન્ટરનેટ સ્પીડ ઓછી.

See also  ફિફા વર્લ્ડ કપ 2022 ટાઇમ ટેબલ

2. મિડ ફ્રિક્વન્સી બેન્ડ – ઈન્ટરનેટ સ્પીડ 1.5 Gbps લો બેન્ડ કરતાં વધુ, એરિયા કવરેજ લો ફ્રિક્વન્સી બેન્ડ કરતાં ઓછું, સિગ્નલની દૃષ્ટિએ સારું.

3. હાઈ ફ્રિક્વન્સી બેન્ડ- ઈન્ટરનેટ સ્પીડ સૌથી વધુ 20 Gbps, સૌથી ઓછો વિસ્તાર કવર, સિગ્નલના મામલે સારો સંકેત.

5Gથી ઇન્ટરનેટની સ્પીડ કેટલી વધી જશે?

 • 5G એટલે ઇન્ટરનેટની 5મી જનરેશન. એની સ્પીડ 10GBPS સુધીની હશે. એની મદદથી મોટામાં મોટા ડેટા સેકંડમાં ડાઉનલોડ અથવા અપલોડ કરી શકાય છે. વિશ્વના ઘણા દેશોમાં 5G સર્વિસ શરૂ પણ થઈ ગઈ છે, પરંતુ ત્યાં હજી એટલી સ્પીડ નથી મળતી.
 • તાજેતરમાં ઇન્ટરનેટ સ્પીડ ટેસ્ટ કરનારી કંપની ઓપન સિગ્નલે 5G સ્પીડ અંગેનો રિપોર્ટ બહાર પાડ્યો છે. આ રિપોર્ટમાં જણાવ્યા મુજબ, સાઉદી અરેબિયામાં વિશ્વમાં સૌથી વધુ 5G ડાઉનલોડ સ્પીડ છે. અહીં સરેરાશ ડાઉનલોડ સ્પીડ 377.2MBPS છે. અહીં 4G પર ડાઉનલોડ સ્પીડ 30.1MBPS છે.
 • એને આ રીતે પણ સમજી શકાય કે 377.2MBPS ડાઉનલોડ સ્પીડ સાથે 1 સેકન્ડમાં 377.2 MB ડેટા ડાઉનલોડ કરી શકાય છે, એટલે કે 1Gબીની ફિલ્મ 3 સેકંડથી ઓછા સમયમાં ડાઉનલોડ થશે. જોકે જિયોએ ભારતમાં 5G નેટવર્ક પર 1Gbps સ્પીડ આપવાનું કહ્યું છે. જિયો આવી સ્પીડ આપે તો 1 સેકંડમાં 1GBની ફિલ્મ ડાઉનલોડ થઈ જશે.
 • 5G શરૂ થવા પર સામાન્ય માણસને શું ફાયદો થવાનો છે?
 • 5G ઈન્ટરનેટ સેવા શરૂ થવાથી ભારતમાં ઘણાબધા ફેરફાર થવાના છે. આનાથી લોકોનું કામ સરળ બનશે. એટલું જ નહીં, પરંતુ મનોરંજન અને સંચારક્ષેત્રે પણ ઘણો બદલાવ આવશે. એરિક્સન, 5G માટે કામ કરતી કંપનીનું માનવું છે કે ભારતમાં 5 વર્ષમાં 50 કરોડથી વધુ 5G ઇન્ટરનેટ વપરાશકર્તાઓ હશે. જાણો 5G આવવાથી લોકોને શું ફાયદો થશે.
 • પહેલો ફાયદો એ થશે કે યુઝર્સ હાઇ સ્પીડ ઈન્ટરનેટનો ઉપયોગ કરી શકશે.
 • વીડિયો ગેમિંગના ક્ષેત્રમાં 5Gનું આગમન એક મોટું પરિવર્તન લાવશે.
 • યુટ્યૂબ પર વીડિયો બફરિંગ વિના ચાલશે.
 • વ્હોટ્સએપ કોલમાં અવાજ અટક્યા વગર અને સ્પષ્ટ રીતે આવશે.
 • ફિલ્મ 20થી 25 સેકન્ડમાં ડાઉનલોડ થઈ જશે.
 • કૃષિક્ષેત્રમાં ખેતરોની દેખરેખ હેઠળ ડ્રોનનો ઉપયોગ શક્ય બનશે.
 • મેટ્રો અને ડ્રાઇવર વિનાનાં વાહનોને ઓપરેટ કરવું સરળ બનશે.
 • વર્ચ્યુઅલ રિયાલિટી અને ફેક્ટરીઓમાં રોબોટ્સનો ઉપયોગ સરળ બનશે.
 • એટલું જ નહીં, 5Gના આગમન સાથે, ઇન્ટરનેટ ઓફ થિંગ્સ દ્વારા વધુ ને વધુ કોમ્પ્યુટર સિસ્ટમને જોડવાનું સરળ બનશે.

source : Divya Bhaskar News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *