પંચાયત વિભાગની જુનિયર ક્લાર્કની પરીક્ષા મોકૂફ, હવે ક્યારે લેવાશે પરીક્ષા ?

By | January 29, 2023

જુનિયર ક્લાર્કની પરીક્ષા મોકૂફ, 1181 જગ્યા માટે 9.53 લાખ ઉમેદવાર નોંધાયા હતા

Gujarat Junior clerk exam: વિધાનસભા ચૂંટણી બાદ નવી સરકારમાં આ પહેલી પરીક્ષા થવાની હતી. જેમાં 1181 જગ્યા માટે જાહેર કરેલી ભરતી માટે 9.53 લાખ ઉમેદવાર રજિસ્ટર્ડ થયા હતા.

ગુજરાત પંચાયત વિભાગ દ્વારા જુનિયર કલાર્ક પરીક્ષા આજે સવારે 11 કલાકે યોજવવાની હતી. મળતી પ્રાથમિક માહિતી પ્રમાણે, પેપર લીક થવાના કારણે પરીક્ષા મોકૂફ કરવામાં આવી છે. પોલીસને યુવક પાસેથી પ્રશ્નપત્રની નકલ મળી આવી હતી. જે બાદ પુછપરછ બાદ પોલીસે યુવકની ધરપકડ લીધી છે. 9 લાખથી વધુ ઉમેદવારો પરીક્ષા આપવાના હતા.

શંકાસ્પદ ઇસમની ધરપકડ

પોલીસ તરફથી મળેલી માહિતી પ્રમાણે, પોલીસને મળેલી બાતમીનાં આધારે એક શંકાસ્પદ ઇસમની ધરપકડ કરી લેવામાં આવી છે. આ વ્યક્તિની ધરપકડ કરીને ઘનિષ્ઠ પુછપરછ કરતા તેની પાસેથી આ પરીક્ષાનાં પ્રશ્નપત્રની નકલ મળી આવી હતી. આ બાબતે તાત્કાલિક અસરથી ફોજદારી રાહે પોલીસ કાર્યવાહી અને આગળની તપાસ કરવામાં આવી રહી છે. યોગ્ય તપાસ થયા બાદ જ જુનિયર ક્લાર્ક અને તલાટીની પરીક્ષાની નવી તારીખ જાહેર થશે. આગામી ૧૦૦ દિવસમાં આયોજન કરવામાં આવશે.

પંચાયતનું ઓફિસિયલ નોટિફિકેશન ડાઉનલોડ કરો.

ક્યારે પરીક્ષા લેવાશે ? નોટિફિકેશન ડાઉનલોડ કરો.

લાંબા સમય બાદ મોટા સ્તર પર સ્પર્ધાત્મક પરીક્ષાનું આયોજન કરાયું હતુ સવારે 11થી 12 દરમિયાન આ પરીક્ષા યોજાવાની છે. જે પરીક્ષા માટે સવારે સાડા નવ વાગ્યે ઉમેદવારોને પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ આપવાની સૂચના અપાઇ હતી.  રાજ્યભરમાંથી 9 લાખ 53 હજાર 723 ઉમેદવારો આ પરીક્ષા આપી રહ્યાં હતા.

રાજ્યભરના 2 હજાર 995 પરીક્ષા કેન્દ્રના 31 હજાર 794 વર્ગખંડમાં પરીક્ષાનું આયોજન કરાયું હતું. પરીક્ષા માટે સાડા સાત હજાર જેટલા પોલીસ કર્મચારીઓ સુરક્ષા બંદોબસ્ત માટે હાજર રહે તેવી વ્યવસ્થા કરાઇ હતી. જો કે વધુ એક પરીક્ષાનું પેપર ફૂટતા મહેનત કરીને પરીક્ષા આપતા ઉમેદવારો નિરાશ થયા છે.  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *