મુખ્યમંત્રી અમૃતમ “મા” અને “મા વાત્સલ્ય યોજના” ની માહિતી। Mukhyamantri Amrutum Maa And Maa Vatsalya Yojana form

“મુખ્યમંત્રી અમૃતમ મા યોજના” ૨૦૧૨ થી અમલ મા આવેલ છે. આ યોજના મા જે લોકો ગરીબી રેખા (BPL)હેઠળ જીવન જીવતા પરિવારો માટે જ હતી. પરંતુ ૨૦૧૪ મા આ યોજના ને વધારે ને જે મધ્યમ વર્ગ મા આવે તેવા પરિવારો માટે જેમ ૫ વ્યક્તિ છે તેવા કુટુંબ માટે “મુખ્યમંત્રી વાત્સ્લ્ય યોજના” અમલ મા મુકેલ હતી.

આ યોજના હેઠળ ઘણા ગરિબ પરિવારો ને ખુબજ મદદ મળેલ છે. અને તેઓ તેમના સ્વજનો ને સરકારી કે ખાનગી દવાખાના મા તદન મફત સારવાર લઇ સકે છે.

યોજના નું નામમુખ્યમંત્રી અમૃતમ “મા” અને મા વાત્સલ્ય યોજના
સહાયયોજના અંતર્ગત સરકાર તરફ થી ગરીબ અને મધ્યમ વર્ગ ના પરિવારો ને 5 લાખ નો મેડીકલ સહાય
રાજ્યગુજરાત
ઉદ્દેશગુજરાત રાજ્ય નાં ગરીબ અને મધ્યમ વર્ગ નાં લોકો ને મેડિકલ વીમો એટલે કે કોઈપણ રોગ ની સારવાર મફત મળે તે હતું થી.
લાભાર્થીગુજરાત રાજ્ય નાં ગરીબ(BPL) અને મધ્યમ ના લોકો
અરજી નો પ્રકારઓનલાઈન
સંપર્કતમારા સિટી માં તાલુકા આરોગ્ય કચેરી અથવા જિલ્લા આરોગ્ય કચેરી

મુખ્યમંત્રી અમૃતમ “મા” અને “મા વાત્સલ્ય યોજના” ની માહિતી.

આ યોજના અંતર્ગત સરકાર તરફ થી ગરીબ અને મધ્યમ વર્ગ ના પરિવારો ને 5 લાખ સુધી ની સહાય આપવામા આવે છે. જેમા આ સહાય તદન કેશલેશ હોઇ છે.જેમા પરિવાર દિઠ 5 લાખ રૂપિયા ની સહાય થી તેઓ ગુજરાત ની સરકારી અથવા ખાનગી હોસ્પિટલ મા કેશલેસ સારવાર તદન મફત મા લઇ શકે છે.

Eligibility of Mukhyamantri Amrutum Maa And Maa Vatsalya Yojana

  • આ મુખ્યમંત્રી અમૃતમ “મા” યોજના નો લાભ ગુજરાત મા વસવાટ કરતા ગરીબી રેખા(BPL) નીચે જીવન જીવતા પરિવારો ને મળે છે.
  • “મા વાત્સલ્ય” કાર્ડ યોજના નો લાભ મધ્યમ વર્ગ ના પરિવારો ને મળે છે કે જેઓ ની વાર્ષિક આવક 4 લાખ કરતા ઓછી છે તેઓ ને આ યોજના નો લાભ મળવાપાત્ર છે.
  • “મા વાત્સલ્ય” યોજના નો લાભ સાલ 2018 થી ગુજરાત સરકાર આરોગ્ય શાખા મા કાર્યરત આરોગ્ય કર્મચારીઓ વર્ગ‌‌-3 ને અને આશા વર્કર(ASHA) બેહનો ને મળવા પાત્ર છે.
  • આ યોજના નો લાભ જેઓ ની ઉમર 60 વરસ કરતા વધારે છે કે જેઓ સિનિયર સિટિજન મા આવે છે અને તેઓ ની વાર્ષિક આવક 6 લાખ કરતા વધારે છે.તેવા બધા લોકો ની આ યોજના નો લાભ મળવાપાત્ર છે.
  • રાજ્ય ની કોઇ પણ શાખા મા ફિક્સ 5 વરસ મા નોકરી કરતા રાજ્ય સરકાર ના તમામ કર્મચારીઓ ને Maa Vatsalya Yojana નો લાભ મળવાપાત્ર છે.
  • ગુજરાત મા જે તમામ માન્ય પત્રકારો છે તેઓ ને આ યોજના નો લાભ મળે છે.

મુખ્યમંત્રી અમૃતમ “મા” અને “મા વાત્સલ્ય યોજના” માટે આધારપુરાવા Ma Yojana and Vatsalya Yojana  Document

  • મા કાર્ડ માટે જે પરિવારો BPL મા આવતા હોઇ તેઓ ગામ ના તલાટીમંત્રી પાસે થી BPL નો દખલો રજુ કરવાનો રહેશે.
  • બારકોડ વાળુ રેશનિંગ કાર્ડ (રેશનિંગ કાર્ડ મા વધુ મા વધુ 5 વ્યક્તિ નો સમાવેશ)
  • આ યોજના નો લાભ કુટુંબ ના વધુ મા વધુ 5 વ્યક્તિઓ ને જ મળે છે.
  • પરિવાર ની વાર્ષિક આવક નો દાખલો.
  • પરિવાર મા જે 5 વ્યક્તિઓ ને લાભ આપવો હોઇ તેમના બધા ના આધાર કાર્ડ ની પ્રમાણીત નકલ.
  • આશા બેહનો માટે જો તેઓ ગામડા મા ફરજ બજાવતા હોઇ તો તેમના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર  ના મેડિકલ ઓફિસર નુ પ્રમાણપત્ર.
  • આશા બેહનો માટે જો તેઓ શહેરી વિસ્તાર મા ફરજ બજાવતા હોઇ તો તેઓ ના અર્બન હેલ્થ ઓફિસર નુ પ્રમાણપત્ર.
  • રાજ્ય સરકાર મા ફરજ બજાવતા તમામ ફિક્સ કર્મચારીઓ વર્ગ-3 અને વર્ગ-4 ને તેઓ નુ નિમણૂક પત્ર અને સંબંધિત કચેરી ના વડા પાસે થી પ્રમાણપત્ર.
  • પત્રકારો માટે તેઓ ને માહીતી વિભાગ દ્વારા માન્યતા પ્રાપ્ત કરેલ પત્રકાર તરિકે નુ પ્રમાણપત્ર.

મુખ્યમંત્રી અમૃતમ “મા” અને “મા વાત્સલ્ય યોજના” માટે આવક કેટલી જોઇશે

મુખ્યમંત્રી અમૃતમ “મા” યોજના માટે BPL વાળા પરિવારો ને લાભ મળે છે.જેમા આવક ની જરૂર હોતી નથી.

“મા વાત્સલ્ય” યોજના માટે 4 લાખ ની વાર્ષિક આવક મર્યાદા છે.દાખલો ફક્ત 3 વર્ષ જ માન્ય રહેશે.

maa card online apply gujarat (માં કાર્ડ માટે અરજી કરો)

આ યોજના નો લાભ લેવા માટે ગામડા વાળા ને તેમના તાલુકા મા તાલુકા આરોગ્ય કચેરી પર જવાનુ હોઇ છે. જ્યા તેઓ બધા ડોક્યુમેંટ રજુ કરવાથી તેઓ ને ત્યા મા કાર્ડ કાઢી આપે છે.

વધુ મા પ્રાથમિક આરોગ્ય કેંદ્રો/સામુહિક આરોગ્ય કેંદ્રો પર મા કાર્ડ માટે ના સેંટરો ઉભા કરવામા આવેલ છે.ત્યાથી પણ તમે મા કાર્ડ કાઢાવી શકો છો.

Ma Amrutam Card Disease List In Gujarati

આ યોજના ગુજરાત સરકારે વર્ષ ૨૦૧૨ લાગુ કરેલ હતી જેમા ગરિબ પરિવારો ને મેડીકલ સહાય મળી રહે તે હેતુ થી આ યોજના નો અમલ કરેલ હ્તો.

સરકાર સાથે જે હોસ્પિટલ એ કરાર કરેલ હોઇ છે તેવી બધી હોસ્પિટલ મા આ યોજના થી સારવાર મળે છે.

  1. કેંસર ની બિમારી માટે.
  2. હદય ને લગતી તમામ બિમારિઓ માટે(બાયપાસ સર્જરી, એંજિઓગ્રાફી,સ્ટેંટ-સ્પ્રિંગ બેસાડવા માટે)
  3. કિડ્ની સંબંધિત તમામ રોગો.
  4. મગજ ના અને કરોડરજ્જુ ના તમામ રોગો.
  5. ગંભીર અકસ્માત એન તેની ઇજાઓ માટે.
  6. નવજાત શિશુ ને કોઇ પણ રોગ માટે9(3 વર્ષ ની ઉમર સુધી જ)
  7. બળવુ કે દાજી જવાના કિસ્સા મા સારવાર.

Ma Amrutam Card Hospital List In Gujarat pdf.

Maa Card Helpline Number Gujarat

યોજના ની વધુ મહિતી માટે આપ તાલુકા આરોગ્ય કચેરી નો સંપર્ક કરી શકો છે.

શહેરી વિસ્તાર માટે અર્બન હેલ્થ સેંટર  મા સંપર્ક કરી શકો છો.

મુખ્યમંત્રી અમૃતમ “મા” અને “મા વાત્સલ્ય યોજના” Toll Free Number 1800-233-1022

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *