નિમણૂકનો હાઇકોર્ટનો આદેશ
અમદાવાદ, સોમવાર
ગુજરાત હાઇકોર્ટે આજે
હજારો શિક્ષકોની તરફેણમાં એક
મહત્ત્વનો ચુકાદો આપ્યો હતો. જેમાં કોર્ટે
૨૦૧૪માં લેવાયેલી ટીચર્સ એપ્ટિટુયડ
ટેસ્ટ (TAT) ના મેરિટના આધારે
કરાયેલી નિમણૂકો રદ કરી છે તેમજ
આગામી એક મહિનાની અંદર માત્ર
૨૦૧૪ની TAT ને આધારે જ નવી મેરિટ
યાદી તૈયાર કરીને તે મુજબ
શિક્ષકોની ભરતી કરવાનો પણ હુકમ
આપ્યો છે.
ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ૨૦૧૧ અને
૨૦૧૪માં સેન્ટ્રલાઇઝ નિમણૂક માટે
રાજ્યભરમાંથી ૮૦ જેટલા શિક્ષકોની TAT
લેવાઈ હતી. જ્યારે શિક્ષણ વિભાગે ૧૮
એપ્રિલ- ૨૦૧૨માં ભરતી અને
મેરિટના નિયમો બનાવ્યા હતા. જેમાં એવું
નક્કી થયું હતુ કે ત્રણ
વર્ષના પરિણામની સરેરાશ કાઢીને મેરિટ
બનાવવું કુલ ૨૫૦માંથી ૧૨૫ ગુણ
મેળવનારા મેરિટમાં સ્થાન પામે છે.
તાજેતરમાં લગભગ ૧૨૦૦ જેટલા શિક્ષકોને
નિમણૂક અપાઈ હતી જેમાં ૨૦૧૧ અને
૨૦૧૪ની TAT ના ગુણોની સરેરાશ
કાઢી મેરિય બનાવાયું હતું જેના કારણે અનેક
શિક્ષકોને અન્યાય થયો હતો.
શિક્ષણ વિભાગના આવા નિર્ણય સામે ૧૪
ઉમેદવારોએ હાઇકોર્ટમાં સ્પેશિયલ
પિટીશન કરી હતી. જેમાં તેઓએ કહ્યું હતું કે
શિક્ષણ વિભાગે
૨૦૧૨માં નિયમો બનાવ્યા હતા પરંતુ તે
પહેલા ૨૦૧૧ની TATના પરિણામના ગુણ
સાથે પાછલી અસરથી ભારતીય
બંધારણના આર્ટિકલ ૧૪ મુજબ
કાયદાની વિરુદ્ધ છે. આમ, સરાસરી કાઢેલ
મેરિટ ગણવાથી અનેક ઉમેદવારોને
મેરિટમાં અન્યાય થયો છે.
યોગ્યતા હોવા છતાં તેઓ મેરિટમાં સ્થાન
મેળવી શક્યા નથી કે નિમણૂક
પામી શક્યા નથી.સુનાવણી બાદ
હાઇકોર્ટના ચીફ જજ વી. એમ. સહાય અને
જજ ઢોલરીયાની ખંડપીઠે શિક્ષણ
વિભાગની આ રીતે કરેલી નિમણૂકોને
ખોટી અને ગેરકાયદેસરની ઠેરવી છે તેમજ
એપ્રિલ- ૨૦૧૧
પહેલાના મેળવેલા ગુણની સરાસરીથી આપેલ
નિમણૂકો એપ્રિલ- ૨૦૧૨ના નોટિફિકેશન
પહેલાની હોવાથી તે મેરિટ ખોટું અને
કાયદા વિરુદ્ધ હોવાથી તેને રદ કરતો આદેશ
કર્યો છે. આ સંજોગોમાં હવે માત્ર
૨૦૧૪ની TAT ના આધારે જ
નિમણૂકો આપવાની થાય છે.હાઇકોર્ટે
આદેશમાં જણાવ્યું છે કે,
શિક્ષકોની નિમણૂકમાં તમામ હુકમો રદ
કરીને હવે ફરીથી મેરિટ યાદી તૈયાર કરીને
તમામ શિક્ષકોની એક મહિનામાં નિમણૂક
કરવાની રહેશે.