પ્રાથમિક વિભાગમાં ધોરણ ૧થી ૫માં વિદ્યાસહાયક ભરતી પૂર્ણ થઈ ચૂકી છે અને હાલમાં કચ્છની ખાસ ભરતી પ્રક્રિયા પણ ચાલુ છે અને ટૂંક સમયમાં ભરતી પ્રક્રિયા છે. આમ છતાં ઘણી જગ્યાઓ સંભાવના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષકોની જગ્યા ભરવા માટે અને રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં જણાવાયા મુજબ, ભરતી કરવા માટે ટેટ પરીક્ષા આવશ્યક હોઈ ટેટ-૧ પરીક્ષાની આતુરતાપૂર્વક ઉમેદવારો રાહ જોઈ રહ્યા છે, ત્યારે શિક્ષણ વિભાગ દ્વારા સત્વરે જાહેરનામું બહાર પાડવામાં આવે તેવું શિક્ષણવિદ્ જણાવી રહ્યા છે.
રાજ્યમાં ૨૦૨૩માં ટેટ પરીક્ષા લેવાયા બાદ રાજ્યમાં હજારો પી.ટી.સી. અને બી.એડ. કરેલા તાલીમાર્થીઓ ટેટ પરીક્ષાની ખૂબ જ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે અને આ બાબતે ઉમેદવારો દ્વારા રાજ્યના મુખ્યમંત્રી, શિક્ષણમંત્રી, કચ્છના પ્રભારી મંત્રી, શિક્ષણ નિયામક, પરીક્ષા સમિતિ, કચ્છ જિલ્લા પંચાયત, કચ્છના સાંસદ, ધારાસભ્ય સહિત પાસે રજૂઆત પણ કરી હતી.
શિક્ષણ વિભાગ દ્વારા સ્પેશિયલ એજ્યુકેટર, (ખાસ શિક્ષક ભરતી) ટેટ-૧નું જાહેરનામું ગત ૩૧મી જુલાઈએ બહાર પાડવામાં આવ્યું છે અને હવે ટેટ-૧ પરીક્ષાનું જાહેરનામું પણ બહાર પાડવામાં આવે જેથી રાજ્યના હજારો પી.ટી.સી. અને બી.એડ. કરેલા તાલીમાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષા દ્વારા ઊંચા મેરિટ સાથે ખાસ ગુણવત્તા ધરાવતા ઉમેદવારો આગામી ટૂંક સમયમાં શિક્ષક બનવાનાં સ્વપ્ન પૂર્ણ કરી શકે જ કે, ઉમેદવારોએ પરીક્ષાની આગોતરી તૈયારી પણ શરૂ કરી દીધી છે.
જાણકારોના મતે રાજ્ય પરીક્ષા બોર્ડ જો ઈચ્છે તો ખૂબ જ ટૂંક સમયમાં આયોજન કરી શકે તેમ છે અને વિદ્યાર્થીઓના શૈક્ષણિક હિતને ધ્યાનમાં લઈને કચ્છમાં કરાર આધારિત જ્ઞાન સહાયક અથવા પ્રવાસી શિક્ષક યોજના અમલમાં મૂકી શકે તેમ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, કચ્છના સ્થાનિક ઉમેદવારોએ વિદ્યાર્થીઓના શૈક્ષણિક હિતને ધ્યાનમાં લઈને માત્ર અડધા માનદ વેતનમાં માનદસેવા આપવા માટે તૈયારી બતાવી છે જેથી કોઈ પણ બાળકને શિક્ષણમાં નુકસાન ન થાય.
કયારે લેવાશે પરીક્ષા અહીંક્લિક કરો