Twitter બન્યું X, નામ અને Logo પણ ચેન્જ
- ટ્વીટરે બદલી નાખ્યો લોગો
- હવે નહીં દેખાય ટ્વીટરની ચકલી
- જોવા મળશે X લોગો
ટ્વીટરનું નામ બદલીને એક્સ કરવામાં આવ્યું હવે પ્લેટફોર્મનું નવું યુઆરએલ પણ બદલીને એક્સ.કોમ કરવામાં આવ્યું, આ ફેરફારો પ્લેટફોર્મ પર લાઈવ થઈ ગયા
માઇક્રાં બ્લોગિંગ પ્લેટફોર્મ ટ્વિટરનું નામ, લોગો અને યુઆરએલબધું જ બદલાઈ ગયું છે.
ગયા વર્ષે તેને ખરીદનારા અમેરિકન અબજોપતિ એલન મસ્કે સૌથી મોટા ફેરફાર તરીકે જૂના ટ્વિટરને ખત્મ કરીને નવા એક્સની શરૂઆત કરી છે. હવે ટ્વિટરનું નામ બદલીને એક્સક૨વામાં આવ્યું છે અને બ્લુ બર્ડના લોગોની જગ્યાએ એક્સનો લોગો જોવા મળી રહ્યો છે. એટલું જ નહીં, હવે પ્લેટફોર્મનું નવું યુઆરએલપણ બદલીને એક્સ,કોમકરવામાં આવ્યું છે. આ ફેરફારો પ્લેટફોર્મ પર લાઈવ થઈ ગયા છે.
ટ્વિટરના સીઈઓ લિન્ડા યકારિનોએ પોતે આ ફેરફારોની જાણકારી આપી છે. અને મસ્કના દાવાની પુષ્ટિ કરી છે. એલન મસ્ક પહેલાથી જ સંકેત આપી ચૂક્યા હતા કે તેઓ ટ્વિટરમાં ઘણા ફેરફાર કરીને યુઝર્સને સંપૂર્ણપણે નવો અનુભવ આપશે અને તેમણે ઘણા ફેરફારો પણ કર્યા હતા, પરંતુ હવે તેમના તરફથી સૌથી મોટું પગલું લેવામાં આવ્યું છે. પ્લેટફોર્મને સંપૂર્ણપણે બદલવા પાછળનું કારણ એ છે કે મસ્ક ટ્વિટર નામ સાથે આગળ વધવા નથી માંગતા. આ ફેરફારને લોકોનો મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે.
મસ્કે ટ્વીટમાં જણાવ્યું હતું કે ટ્વિટરમાં જે ફેરફાર કરવામાં આવી રહ્યા છે તે ધીમે- ધીમે તમામ માર્કેટમાં યુઝર્સને જોવા મળશે અને તેની શરૂઆત કરી દેવામાં આવી છે. ટ્વિટરના ઓફિશિયલ એકાઉન્ટના નામથી લઈને પ્રોફાઈલ ફોટો બદલાઈ ગઈ છે. જો કે તેનું હેન્ડલ હજુ પણ જટ્વીટરછે. આ સિવાય યુઝર્સ જ્યારે એક્સ.કોમની મુલાકાત લે છે ત્યારે તેમને ટ્વિટર પર રીડાયરેક્ટ કરવામાં આવી રહ્યા છે.એલન મસ્કએ ગયા વર્ષે ટ્વિટર ખરીદ્યા પછી ઘણા મોટા ફેરફારો કર્યા છે અને યુઝર્સને બ્લુ ટિક માટે માસિક સસ્ક્રિપ્શન લેવાનો વિકલ્પ આપવામાં આવ્યો છે. અગાઉ મસ્કે મજાકમાં શિબા ઇનુ ડોગ મીમ, ડોજીકોઇન ક્રિપ્ટો ટોકનના લોગોને ટ્વિટરનો લોગો બનાવ્યો હતો. મસ્ક ટ્વિટર પર દરરોજ આવા ફેરફારો કરી રહ્યા છે, જે હેડલાઇન્સ બનાવે છે.
એપ્રિલથી જ થઈ હતી ફેરફારની શરૂઆત
Xના પ્લેટફોર્મ પર મસ્ક ટ્વીટરની સાથે સાથે બીજી સર્વિસ પણ આપશે. એનલન મસ્કે ઘણા સમય પહેલા ટ્વીટરને X Cropમાં ફેરવી દીધુ હતું. આ વર્ષે એપ્રિલથી જ ટ્વીટરે પોતાના પાર્ટનર્સ સાથે ઓફિશ્યલ ડિલિંગ કરવા માટે X Cropનું નામ યુઝ કરવા માટે કહ્યું હતું.
સુપર એપની જેમ કામ કરશે X
એલન મસ્કને ચીની એપ We Chat ખૂબ જ પસંદ છે અને તેમણે ઘણા સમય પહેલા પણ કહ્યું હતું કે તે We Chat જેવું કંઈક લાવવા માંગે છે. તમને જણાવી દઈએ કે We Chat ચીનની એક સુપર એપ છે જ્યાં દરેક પ્રકારની સર્વિસ મળે છે.
સુપર એપનું કોનસેપ્ટ એ છે કે એક એપમાં અલગ અલગ સર્વિસ. જેવી કે સોશિયલ મીડિયા, પેમેન્ટ સર્વિસ, ટિકિટ બુકિંગ સર્વિસ, ગેમિંગ સર્વિસ અને બીજી યુટિલિટી બેસ્ડ સર્વિસ આપવામાં આવે છે.
X.com પર ટ્વીટરની સાથે એલન મસ્ક બીજી કંપનીઓને પણ રીડાયરેક્ટ કરી શકે છે. ટેસ્લા, સ્પેસએક્સ, Neuralink, The Boring Companyથી લઈને Starlink જેવા પોતાના બીજા પ્રોજેક્ટને પણ એલન મસ્ક X.com ડોમેન પર શિફ્ટ કરી શકે છે. આ X.com ઓપન કરવા પર એલન મસ્કની તમામ કંપનીઓનું ઈન્ટરફેસ ખુલી શકે છે. જોરે આ હજું સ્પષ્ટ નથી.