કરાર આધારિત કર્મચારીઓને કાયમી કરવા તૈયારી

કરાર આધારિત કર્મચારીઓને કાયમી કરવા તૈયારી આદરી

  • આ નિર્ણયથી વર્ગ-1 થી વર્ગ-4 સુધીના સાત લાખ હંગામી કર્મચારીઓને સીધો ફાયદો થશે
  • લોકસભાની​​​​​​​ ચૂંટણીની આચારસંહિતા લાગુ થાય તે પહેલાં સરકાર જાહેરાત કરી શકે છે

કરાર આધારિત કર્મચારીઓને કાયમી કરવાનો કારસો તૈયાર

અત્રે ઉલ્લેખનીય છે કે, સરકાર દ્વારા હાલમાં જ કરાર આધારિત કર્મચારીઓ પર ધ્યાન આપવામાં આવી રહ્યું છે. રાજ્ય સરકારે હાલમાં જ કરાર આધારિત કર્મચારીનું ફરજ દરમિયાન મોત થાય તો ઉચ્ચક 14 લાખની સહાય આપવાની પણ જાહેરાત કરી હતી. આ લાભ વર્ગ -3 અને વર્ગ – 4 ના કર્મચારીઓને આપવામાં આવશે.

ગુજરાત સરકારે પોતાની કચેરીઓમાં કામ કરતાં કરાર આધારિત કર્મચારીઓને કાયમી કરવા માટેની તૈયારી આદરી છે. આ કર્મચારીઓ માટેની યાદી બનાવવાનું કામ રાજ્યના આરોગ્ય વિભાગે શરૂ કરી દીધું છે. સરકાર પોતાના આઉટ સોર્સિંગ એજન્સી થકી કામ કરતા તથા કોન્ટ્રાક્ટ પદ્ધતિ પર નોકરી કરતાં કર્મચારીઓને કાયમી કરશે. સૂત્રોના જણાવ્યા અનુસાર વર્ગ-1થી લઇને વર્ગ-4 સુધીના સાત લાખ હંગામી કર્મચારીઓને સીધો ફાયદો થઇ શકે છે.

કરાર આધારિત કર્મચારીઓને કાયમી કરવા તૈયારી

કોન્ટ્રાક્ટ કર્મચારીઓને પ્રથમ પાંચ વર્ષ ફિક્સ પગારપર લેવામાં આવશે.

આ માટે સરકારની વિચારણા એવી છે કે જે હંગામાં કર્મચારીને કાયમી પોરણે નોકરીમાં લેવામાં આવે તેને પ્રથમ પાંચ વર્ષ માટે ફિક્સ પગારમાં લેવામાં આવશે અને તેમનું પગાર ધોરણ જે-તે સંવર્ગના ફિક્સ પગારદારને સમક્ષ રહેશે. આ ઉપરાંત પાંચ વર્ષ બાદ તેમની કામગીરીની સમીક્ષાને આધારે આગળનો નિર્ણય લેવારો..

કોન્ટ્રાક્ટ કર્મચારીના શોષણની ફરિયાદો

કોન્ટ્રાક્ટ પર કામ કરતાં કર્મચારીઓ જે આઉટ સોર્સિંગ થકી નોકરી પર આવે છે, તેનું એજન્સી શોષણ કરતી હોવાની ફરિયાદો ઊઠતી રહી છે. નિયત પગારના બિલ પર સહી લઇને તેમને ઓછું મહેનતાણું ચૂકવવાની પણ અનેક ફરિયાદો છે.

જ્ઞાન સહાયકને લઇને સરકાર મહત્ત્વનોનિર્ણય લઈ શકે છે

શિક્ષણ વિભાગે ચલ જ્ઞાન સહાયકની ભર પણ શરૂ કરી છે. જેનો ઘણી જગ્યા વિરોપ થ આછો, જેકેસા નિર્ણવ હેઠળ તેમને સમાવવા આવે તો તેઓ પણ કાશ્મી અને ફિક્સ પગારદ વિદ્યાસહાયકની શ્રેણીમાં આવી શકે છે, સરકા પુખ્ત વિચારણાને અંતે આ અંગેનો નિર્ણય કે કરો તેવું સૂત્રી જણાવે છે.

આ પણ વાંચો  Kendriya Karmchari Laghutam Pension Vadhari 9000 Karayu : News Report

વિગતવાર સમાચાર વાંચો : અહીં ક્લિક કરો

Leave a Comment