સરકારી શાળામાં શિક્ષક બનવા માટે હવે BEd માન્ય નહીં! ITEP કોર્ષ ફરજીયાત કરવો પડશે.

સરકારી શાળામાં શિક્ષક બનવા માટે હવે BEd માન્ય નહીં! ITEP કોર્ષ ફરજીયાત કરવો પડશે.

શૈક્ષણિક વર્ષ 2023-24 માટે 41 યુનિવર્સીટીમાં પાયલટ પ્રોજેક્ટમાં 4 વર્ષનો BEd પ્રોગ્રામ થશે શરુ

NET પ્રવેશ પરીક્ષા માટે આવતા અઠવાડિયાથી ઓનલાઈન એપ્લીકેશન શરુ કરશે.

What is ITEP Course: સુપ્રીમ કોર્ટના આદેશ બાદ હવે સરકારી સ્કુલમાં ટીચર બનવા માટે BEd કોર્સ માન્ય નહી ગણાય. હવે ટીચર બનવા માટે  ITEP કોર્સ કરવો વધુ જરૂરી છે. આ કોર્ષને નેશનલ કાઉન્સીલ ફોર ટીચર એજ્યુકેશન (NCTE) દ્વારા ડીઝાઇન કરવામાં આવ્યો છે. 2020 માં NCTEની ભલામણને ધ્યાનમાં રાખીને NEP 4 વર્ષનો BEd પ્રોગ્રામ શરુ કરે છે. જેને ઇન્ટીગ્રેટેડ ટીચર્સ એજ્યુકેશન પ્રોગ્રામ (ITEP) નામ આપવામાં આવ્યું છે. આ 4 વર્ષના કોર્સ બાદ જ વર્ષ 2030 પછી ITEP કોર્સના માધ્યમથી જ શિક્ષકોની ભરતી કરવામાં આવશે. જેને જરૂરી ક્વોલિફિકેશન ગણવામાં આવશે. 

ITEP કરવામાં આવશે ફરજીયાત 

આ બાદ BEd કોર્સ માત્ર એકેડમિક રીતે જ શરુ રહેશે. તે ભણ્યા પછી પોસ્ટ ગ્રેજ્યુએટ કે PHd કરી શકાશે. આવતા શૈક્ષણિક વર્ષથી જ BEd કોલેજોમાં ITEP કોર્સ શરુ થઇ જશે. એક મહત્વની બાબત એ પણ છે કે નજીકના સમયમાં જ પ્રાથમિક શિક્ષણથી લઇને ઉચ્ચ શિક્ષા સુધી નેશનલ એજ્યુકેશન પોલીસી અમલ કરી દેવામાં આવશે. આ સિવાય શિક્ષણમાં પણ ઘણા ફેરફાર કરવામાં આવશે. આ જ ક્રમમાં વર્ષ 2030થી 4 વર્ષીય BEd અથવા 4 વર્ષીય ઇન્ટીગ્રેટેડ ટીચર્સ એજ્યુકેશન પ્રોગ્રામ (ITEP) ડીગ્રી ફરજિયાત કરવાની તૈયારીઓ છે. 

41 યુનિવર્સિટીઓમાં 4 વર્ષનો BEd પ્રોગ્રામનો પાયલોટ પ્રોજેક્ટ

નેશનલ એજ્યુકેશન પ્રોગ્રામ (NEP) 2020 ની ભલામણો હેઠળ, કિન્ડરગાર્ટનથી ધોરણ 12 સુધી શિક્ષકોની લાયકાત નક્કી કરવામાં આવી છે. જેમાં BA-BEd, BSc-BEd અને BCom-BEdનો સમાવેશ થાય છે. હાલમાં, શૈક્ષણિક સત્ર 2023-24 થી 41 યુનિવર્સિટીઓમાં પાયલોટ પ્રોજેક્ટમાં 4 વર્ષનો BEd પ્રોગ્રામ શરૂ કરવામાં આવી રહ્યો છે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી આવતા અઠવાડિયે આ નેશનલ કોમન એન્ટ્રેસ એક્ઝામ માટે ઑનલાઇન એપ્લિકેશન વિંડો ખોલશે. નેશનલ કાઉન્સિલ ઓફ ટીચર એજ્યુકેશન (NCETE) NEP 2020 ની ભલામણો અનુસાર 4 વર્ષનો BEd પ્રોગ્રામ શરૂ કરી રહી છે.

See also  Fix Pay Related News

એડમીશન મેળવવા માટેના માપદંડ

એન્ટ્રેસ એક્ઝામ આપનારને મેરીટના આધારે કોર્સમાં એડમીશન મળશે. આ નવા BEd પ્રોગ્રામને નવી રીતે ભણાવવા માટે નવા એજયુકેશન મોડેલ તૈયાર કરવામાં આવશે. જેના માટે 2024-25ના સત્ર માટે 4 વર્ષીય ITEP પાયલટ પ્રોજેક્ટ માટે યુનિવર્સીટી પાસેથી આવેદન મંગાવવામાં આવશે. 

UGC દ્વારા રિક્રુટમેન્ટ પોર્ટલ લોન્ચ

આ પ્રોગ્રામ માટે ફેકલ્ટીની ભરતી કરવા માટે UGC દ્વારા સેન્ટ્રલ યુનિવર્સીટી ફેકલ્ટી રિક્રુટમેન્ટ પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું. આ પોર્ટલની મદદથી યુનિવર્સીટીમાં પ્રોફેસર કે પ્રોફેસર માટે અપ્લાય કેવું સરળ બનશે. UGCના ચેરમેન એમ. જગદીશ કુમાર દ્વારા 2 મે, 2023ના રોજ આ પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું હતું.  અ સાથે જ તેમણે જણાવ્યું હતું કે આ પોર્ટલ યુઝર ફ્રેન્ડલી છે તેમજ ભરતી પ્રકિયા માટે તમામ ઉમેદવારોને ઉપયોગી સાબિત થશે.

Source : ગુજરાત સમાચારLeave a Reply

Your email address will not be published. Required fields are marked *