આજના સમયમાં દરેક વસ્તુ માટે એક એપ છે. શોપિંગ કરવાથી લઇને ડૉક્ટરની એપોઇન્મેન્ટ સુધી બધુ બસ એક ક્લિક પર થઇ જાય છે. માર્કેટમાં જેમ જેમ સ્પર્ધા વધતી જાય છે તેમ તેમ ઘણા બધા લોકો એપ્સ બનાવી રહ્યા છે. આપણો દેશ પણ આ ક્ષેત્રમાં આગળ વધી રહ્યો છે. મેક ઇન ઇન્ડિયાને પ્રોત્સાહન આપતા ઘણી બધી એપ ભારતમાં બની છે જે વિદેશી એપને ટક્કર આપે છે.
Bharat Caller એપ્લિકેશન – હાઇલાઇટ્સ
એપ્લિકેશનનું નામ | Bharat Caller App |
એપની સાઈઝ | 10 MB |
રેટિંગ | 4.0 સ્ટાર |
ડાઉનલોડ્સ ની સંખ્યા | 500lk |
- ભારતકોલર એપ ભારતીય ભાષાઓ જેમ કે અંગ્રેજી, હિન્દી, તમિળ, ગુજરાતી અને મરાઠીને સપોર્ટ કરે છે
- આ એપ એન્ડ્રોઈડ અને iOS એમ બંને યુઝર્સ માટે છે
ભારતમાં ચાઈનીઝ એપ પર પ્રતિબંધ મૂક્યા પછી દેશમાં ઘણી બધી દેશી એપ્સ આવી ગઈ છે, આ એપ્સ વિદેશીને પણ ટક્કર મારી રહી છે, પછી તે ટ્વિટરનું દેશી વર્ઝન કૂ હોય કે પછી પબજીની ફૌજી એપ. આ લાઈનમાં ટ્રુકોલરને ટક્કર મારવા માટે ભારતમાં કોલર ID એપ ‘ભારતકોલર’ની એન્ટ્રી થઈ ગઈ છે.
આ એપ ડેવલોપર્સનું કહેવું છે કે, ‘અમારી એપ ટ્રુકોલરથી અમુક ફીચર્સમાં આગળ છે અને આ એપ ભારતીયોને ટ્રુકોલરથી પણ સારો એક્સપીરિયન્સ આપશે.’ પ્રાઈવસીને લીધે વર્ષ 2017માં ભારતીય સેના ટ્રુકોલર પર પ્રતિબંધ મૂકી ચૂકી છે.
ભારતકોલર એપથી યુઝર્સથી પ્રાઈવસીને કોઈ જોખમ નથી
ભારતકોલર એપ પોતાના યુઝર્સના કોન્ટેક્ટ અને કોલ લોગ્સ પોતાના સર્વર પર સેવ કરતી નથી. તેનાથી યુઝર્સની પ્રાઈવસીને કોઈ પણ પ્રકારનું નુકસાન નહીં થાય. સાથે જ કંપનીની પાસે યુઝર્સના ફોનનાં નંબરનો ડેટાબેઝ હોતો નથી અને કોઈ ડેટા પણ એક્સેસ નહીં થાય.
સર્વર સેન્ટર મુંબઈમાં છે
આ એપનો બધો ડેટા ઇન્ક્રિપ્ટેડ ફોર્મેટમાં સ્ટોર કરવામાં આવે છે અને તેનું મુંબઈ બેઝ્ડ સર્વર પણ છે, તે હેકિંગ થતા રોકે છે. આથી ભારતકોલર એપ સંપૂર્ણ સેફ છે. ભારતકોલર ભારતીય ભાષાઓ જેમ કે અંગ્રેજી, હિન્દી, તમિળ, ગુજરાતી અને મરાઠીને સપોર્ટ કરે છે. યુઝર્સ તેનો મનપસંદ ભાષા પસંદ કરીને એપનો ઉપયોગ સરળતાથી કરી શકે છે.
ભારતકોલર એપ કોણે બનાવી?
ભારતકોલર એપ એક ભારતીય કંપની કિકહેડ સોફ્ટવેર્સ પ્રાઈવેટ લિમિટેડે બનાવી છે. આ કંપનીના ફાઉન્ડર IIM બેંગ્લોરમાં ભણેલા પ્રજ્જવલ સિંહા છે અને કો-ફાઉન્ડર કુણાલ પસરીચા છે. તેમની ઓફિસ નોઈડા, ઉત્તર પ્રદેશમાં છે.
ભારતીય સેનાએ ટ્રુકોલર પર પ્રતિબંધ મૂક્યો હતો
ભારતકોલર એપ બનાવવા પાછળનો હેતુ ભારતની પોતાની કોલર ID એપ રજૂ કરવાનો છે, કારણકે પ્રાઈવસીને લીધે વર્ષ 2017માં ભારતીય સેનાએ ટ્રુકોલર પર પ્રતિબંધ મૂક્યો. આ એપમાં સ્પાઈવેરને લીધે બંધ કરવી પડી હતી. ઇન્ડિયન આર્મીએ તેના જવાનોને કહ્યું હતું કે, દરેક જણા ફોનમાંથી ટ્રુકોલર એપ તાત્કાલિક ધોરણે ડિલીટ કરી દે.
આ એપ કઇ રીતે અલગ છે.
આ એપ તેના યૂઝર્સના કોન્ટેક્સ અને કોલ લોગ્સને પોતાના સર્વર પર સેવ નથી કરતી જેથી યૂઝર્સની પ્રાઇવસી જળવાઇ રહે છે. સાથે જ આ એપના ડેટા એન્ક્રિપ્ટેડ ફોર્મેટમાં સ્ટોર કરવામાં આવે છે અને તેનો ઉપયોગ ભારતની બહાર કોઇ નથી કરી શક્તુ. માટે જ ભારત કોલર એપ સંપૂર્ણ રીતે સુરક્ષિત અને યૂઝર્સ ફ્રેન્ડ્લી છે.
મહત્વપૂર્ણ લિંક:
એપ્લિકેશન ડાઉંલોડ કરો | અહીં ક્લિક કરો |
ટેલિગ્રામ ચેનલમા જોડાઓ | અહીં ક્લિક કરો |
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ | અહીં ક્લિક કરો |