જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશીપ યોજના – કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (CET) Gyan Setu 2025-26

સરકારી ભરતી વિષે માહિતી અહીં ક્લિક કરો

અમારી WhatsApp ચેનલમાં જોડાઓ Join Now

CET Gyansetu Exam 2025  રાજય સરકાર દ્વારા વર્ષ ૨૦૨૫-૨૬ ના શૈક્ષણિક સત્રથી જ્ઞાનશક્તિ રેસીડેન્સિયલ સ્કુલ્સ, જ્ઞાનશક્તિ ટ્રાયબલ રેસીડેન્સિયલ સ્કુલ્સ, રક્ષાશક્તિ સ્કુલ્સ અને મોડેલ સ્કુલ્સમાં ધોરણ-૬માં પ્રવેશ તેમજ મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશીપ યોજના માટે કોમન એન્ટ્રન્સ ટેસ્ટના (CET) મેરીટના આધારે સ્કોલરશીપ યોજના શરૂ થયેલ છે. વર્ષ ૨૦૨૫-૨૬ના શૈક્ષણિક વર્ષ માટે આ યોજના હેઠળની કોમન એન્ટ્રન્સ ટેસ્ટ(CET) રાજય પરીક્ષા બોર્ડ દ્વારા યોજનાર છે. 

Highlight Of Gyan Setu 2025

યોજનાનુ નામજ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના
અમલીકરણ કરનારી સંસ્થા ગુજરાત સરકાર
લાભાર્થીધોરણ ૫ પાસ વિદ્યાર્થીઓ
અરજી પ્રક્રિયાઓનલાઇન માધ્યમથી
પરીક્ષાનુ નામ કોમન એન્ટ્રન્સ ટેસ્ટના (CET)
ઓફિશિયલ વેબસાઈટ sebexam.org

સરકારી અને ગ્રાન્ટેડ (સરકારી, પંચાયત, નગરપાલિકા કે મહાનગરપાલિકા સંચાલિત શાળા, આદિજાતિ વિકાસ વિભાગ હેઠળની સરકારી કે ગ્રાન્ટેડ શાળા, ટ્રાયબલ એજયુકેશન સોસાયટી સંચાલિત શાળા) શાળાઓમાં ધોરણ-૧ થી ૫ નો અભ્યાસક્રમ પૂર્ણ કરનાર વિદ્યાર્થીઓને જ્ઞાનશક્તિ રેસીડેન્સિયલ સ્કુલ્સ, જ્ઞાનશક્તિ ટ્રાયબલ રેસીડેન્સિયલ સ્કુલ્સ, રક્ષાશક્તિ સ્કુલ્સ અને મોડેલ સ્કુલ્સમાં કોમન એન્ટ્રન્સ ટેસ્ટના (CET) મેરીટના આધારે ધોરણ-૬માં પ્રવેશ તેમજ મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશીપ યોજના અંતર્ગત કોમન એન્ટ્રન્સ ટેસ્ટના (CET) મેરીટના આધારે ધોરણ-૬ થી ૧૨ના અભ્યાસ દરમ્યાન મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશીપ આપવામાં આવશે. 

CET Gyansetu Exam 2025 Overview

સ્વનિર્ભર શાળાઓમાં ધોરણ-૧ થી ૫ અભ્યાસ પૂર્ણ કરનાર વિદ્યાર્થીઓને ફકત રક્ષાશક્તિ સ્કુલ્સ (25 % બેઠકો) અને મોડેલ સ્કુલ્સમાં કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (CET) ના મેરીટના આધારે ધોરણ-૬માં પ્રવેશ આપવામાં આવશે. ઉપરોકત તમામ શાળાઓમાં ધોરણ-૬માં પ્રવેશ તેમજ મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશીપ માટે એક કોમન એન્ટ્રન્સ ટેસ્ટ યોજવાનું આયોજન કરવામાં આવેલ છે. જેનો કાર્યક્રમ નીચે મુજબ છે.

પરીક્ષા માટેની યોગ્યતાઃ- 

  • સરકારી અને અનુદાનિત શાળાઓમાં ધોરણ ૧ થી ૫નો અભ્યાસ પૂર્ણ કરનાર વિદ્યાર્થીઓ (જ્ઞાનશક્તિ રેસીડેન્સિયલ સ્કુલ્સ, જ્ઞાનશક્તિ ટ્રાયબલ રેસીડેન્સિયલ સ્કુલ્સ, મોડેલ સ્કુલ્સ અને રક્ષાશક્તિ સ્કુલ્સમાં ધોરણ-૬માં પ્રવેશ તેમજ મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશીપ યોજના) કોમન એન્ટ્રન્સ ટેસ્ટ આપી શકશે. આ કોમન એન્ટ્રન્સ ટેસ્ટના મેરીટના આધારે ઉપરોકત શાળાઓમાં ધોરણ-૬માં પ્રવેશ તથા મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશીપ આપવામાં આવશે.
  • સ્વનિર્ભર/ખાનગી શાળાઓના ધોરણ-પનો અભ્યાસ પૂર્ણ કરનાર વિદ્યાર્થીઓ ફકત રક્ષાશક્તિ સ્કુલ્સ (25 % બેઠકોની મર્યાદામાં) અને મોડેલ સ્કુલ્સના ધોરણ-૬ના પ્રવેશ માટે આ કોમન એન્ટ્રન્સ ટેસ્ટ આપી શકાશે. આ કોમન એન્ટ્રન્સ ટેસ્ટના મેરીટના આધારે આ શાળાઓમાં (રક્ષાશક્તિ અને મોડેલ સ્કુલ્સ) ધોરણ-૬માં પ્રવેશ આપવામાં આવશે.

CET રિઝલ્ટ જોવા માટે અહી ક્લિક કરો.

CET Gyansetu Exam 2025 Exam Fee

પરીક્ષા ફીઃ- આ કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (કોમન પ્રવેશ પરીક્ષા) નિઃશુલ્ક રહેશે.

CET Gyansetu Exam 2025 Exam Pattern

  • કોમન એન્ટ્રન્સ ટેસ્ટ બહુવિકલ્પ સ્વરૂપની અને વિવિધ હેતુલક્ષી સ્વરૂપની (Multiple Choice Question- MCQ Based) २हेशे.
  • કોમન એન્ટ્રન્સ ટેસ્ટનું પ્રશ્નપત્ર ૧૨૦ ગુણનું તથા સમય ૧૫૦ મિનિટનો રહેશે. કોમન એન્ટ્રન્સ ટેસ્ટનું માધ્યમ ગુજરાતી/અંગ્રેજી ભાષામાં રહેશે.
  • કોમન એન્ટ્રન્સ ટેસ્ટ ધોરણ-પના અભ્યાસક્રમ પર રહેશે. જેમાં ગણિત, ગુજરાતી, અંગ્રેજી, હિન્દી અને પર્યાવરણ વિષય તથા તાર્કિક તર્ક ક્ષમતા કસોટી અને સામાન્ય જ્ઞાન વિષય આધારિત પ્રશ્નો રહેશે.

CET Gyansetu Exam 2025 Exam Center

પરીક્ષા કેન્દ્ર: – પરીક્ષા માટે નોંધાયેલ ઉમેદવારોની સંખ્યા તથા પરીક્ષાલક્ષી વહીવટી અનુકૂળતા અનુસાર રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર દ્વારા ગુજરાત રાજ્યમાં જે તે તાલુકામાં કસોટી/પરીક્ષા કેન્દ્રો નક્કી કરવામાં આવશે. (ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ ના ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડના પરીક્ષાના કેન્દ્રો) ઉમેદવારે બોર્ડ દ્વારા ફાળવવામાં આવેલ પરીક્ષા કેન્દ્ર પર સ્વખર્ચે પરીક્ષા આપવા ઉપસ્થિત થવાનું રહેશે.

CET Gyansetu Exam 2025 Result & Merit

  • આ પરીક્ષાનું પરિણામ રાજય પરીક્ષા બોર્ડની વેબસાઈટ www.sebexam.org પર પ્રસિધ્ધ કરવામાં આવશે.
  • કોમન એન્ટ્રન્સ ટેસ્ટ પરીક્ષામાં Cut Off કરતાં વધુ ગુણ મેળવનાર તેજસ્વી વિદ્યાર્થીઓની યાદી રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર દ્વારા નિયામકશ્રી, શાળાઓની કચેરી, ગાંધીનગરને યાદી સુપ્રત કરવામાં આવશે.
  •  ઉપર મુજબની યાદી પૈકીના બાળકોના દસ્તાવેજોની ખરાઈ સરકારી શાળાઓના કિસ્સામાં જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી અને અનુદાનિત શાળાઓના કિસ્સામાં જિલ્લા શિક્ષણાધિકારીશ્રી દ્વારા નિયામકશ્રી, શાળાઓની સૂચના અનુસાર કરવાની રહેશે.

CET Gyansetu Exam 2025 School Selection

આ કોમન એન્ટ્રન્સ ટેસ્ટના મેરીટના આધારે આ શાળાઓમાં પ્રવેશ તેમજ મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશીપ માટેની પસંદગી નિયામકશ્રી, શાળાઓની કચેરી દ્વારા નકકી કરવામાં આવે તે મુજબનું રહેશે.

CET Gyansetu Exam 2025 Online Apply Instruction

1) ઉપરોકત દર્શાવેલ શાળાઓમાં પ્રવેશ માટે તથા સ્કોલરશીપ માટે લાયકાત ધરાવતા વિદ્યાર્થીઓએ ઓનલાઇન શાળાના પ્રકારના વિકલ્પો પસંદ કરવાના રહેશે. અને એક જ વખત ઓનલાઇન દરખાસ્ત કરવાની રહેશે.

2) અરજી ફોર્મ ચોકસાઈપૂર્વક online ભરવાનું રહેશે. નામ, અટક, જન્મ તારીખ, જાતિ (કેટેગરી) કે અન્ય કોઈ બાબતે પાછળથી બોર્ડ દ્વારા સુધારો કરવામાં આવશે નહી. જેની ખાસ નોંધ લેવી.

3) સમગ્ર ફોર્મ અંગ્રેજીમાં ભરવાનું રહેશે.

4) સરકારી/અનુદાનિત શાળાના વિદ્યાર્થી માટે ફોર્મ સમગ્ર શિક્ષા કચેરીના ઓનલાઇન પોર્ટલ www.schoolattendancegujarat.in પરથી તથા ખાનગી શાળાના બાળકોએ http://www.sebexam.org વેબસાઇટ પરથી આ પ્રવેશ પરીક્ષાના આવેદન પત્રો ઓનલાઇન ભરી શકાશે.

5) આ પરીક્ષા માટે સરકારી શાળાના અને અનુદાનિત પ્રાથમિક શાળાઓના વિદ્યાર્થીઓએ સમગ્ર શિક્ષાની કચેરીના https://schoolattendancegujarat.in/ પોર્ટલ પર અને સ્વનિર્ભર શાળાઓના વિદ્યાર્થીઓએ રાજય પરીક્ષા બોર્ડની http://www.sebexam.org વેબસાઈટ પર dl.07/02/2025 થી તા.19/02/2025 દરમિયાન ઓનલાઈન ફોર્મ ભરવાના રહેશે.

CET Gyansetu Exam 2025 How To Apply ?

ઓનલાઈન અરજી કરવાની રીત સરકારી શાળા અને અનુદાનિત પ્રાથમિક શાળાઓના વિદ્યાર્થીઓએ નીચે મુજબના સ્ટેપ્સ અનુસરવાના રહેશે. 

1. સૌ પ્રથમ  https://schoolattendancegujarat.in/ પોર્ટલ પર જવું.

2. શાળાના ડાયસ કોડથી લોગીન કરવું.

3. ડાબી સાઇડ પર કોમન એન્ટ્રન્સ ટેસ્ટ પર કલીક કરવું.

4. કોમન એન્ટ્રન્સ ટેસ્ટ પર કલીક કરતા ધોરણ-૫ના વિદ્યાર્થીઓની લીસ્ટ જનરેટ થશે

5. ત્યારબાદ જે વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન કરવાનું હોય તેના નામ ની સામે ટીક કરવું.

6. વિદ્યાર્થીના નામની સામે ટીક કર્યા બાદ નીચે આપેલ બાંહેધરી પર ટીક કરવું.

7. ત્યારબાદ વિગતો ચકાસી સબમીટ અને કન્ફર્મ પર કલીક કરવું.

8. ત્યારબાદ સેવ કરી એપ્લીકેશન પ્રિન્ટ કરવી.

સ્વનિર્ભર (ખાનગી)શાળાઓના વિદ્યાર્થીઓએ વિદ્યાર્થીઓએ નીચે મુજબના સ્ટેપ્સ અનુસરવાના રહેશે 

1. સૌ પ્રથમ http://www.sebexam.org વેબસાઈટ પર જવું. 

2. “Apply Online” પર Click કરવું. 

3. Apply Now પર Click કરવાથી Application Format દેખાશે. Application Format માં સૌ પ્રથમ Aadhaar UID (C.T.S. Child I.D.) નાખ્યાબાદ સબમીટ આપવાનું રહેશે. જેથી વિગતો AUTO FILL જોવા મળશે. જે તપાસી બાકીની વિગતો વિદ્યાર્થીએ ભરવાની રહેશે. 

4. વિગતો ચકાસી નીચે આપેલ બાંહેધરી પર ટીક કર્યા બાદ સબમીટ અને કન્ફર્મ પર કલીક કરવું. 

5. ત્યારબાદ સેવ કરી એપ્લીકેશન પ્રિન્ટ કરવી.

CET Gyansetu Exam 2025 Important Dates :

  • Online Apply Starting Date : 07/02/2025
  • Last Date to Apply Online : 19/02/2025
  • CET Gyansetu Exam Date : 22-03-2025

CET Gyansetu Exam 2025 Links :

ફોર્મ ભરવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો 

કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (CET)-૨૦૨૫ પરીક્ષાના ઓનલાઇન આવેદનપત્રો ભરવા અંગે.

ઓનલાઇન રજિસ્ટ્રેશન કરવા માટે અહીં ક્લિક કરો

Updated: February 7, 2025 — 3:23 am

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

gujaratieducation.in © 2025 Frontier Theme
error: Content is protected !!