જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના | Gyan Sadhana Scholarship Yojana 2024-25 @gssyguj.in

Gyan Sadhana Scholarship Yojana 2024 | જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના 2024: ગુજરાતના વિદ્યાર્થીઓ માટે રાજ્ય સરકારે સ્કોલરશીપ યોજનાની જાહેરાત કરી છે. રાજ્યના તેજસ્વી તારલાઓ માટે જ્ઞાન સાધના સ્કોલરશીપ જાહેર કરવામાં આવી છે. આ નવી સ્કોલરશીપ યોજનાથી વિદ્યાર્થીનું શિક્ષણ વધુ અસરકાર બનાવવા માટે ફાયદારૂપ થશે. આ યોજનાનું અમલીકરણ શૈક્ષણિક વર્ષ 2024થી શરૂ થશે.

Highlight Of Gyan Sadhana Scholarship Yojana 2024

યોજનાનુ નામજ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના
અમલીકરણ કરનારી સંસ્થા ગુજરાત સરકાર
લાભાર્થીધોરણ ૮ પાસ વિદ્યાર્થીઓ
અરજી પ્રક્રિયાઓનલાઇન માધ્યમથી
મળવાપાત્ર રકમ૯૦,૦૦૦ રૂપિયા
ઓફિશિયલ વેબસાઈટ gssyguj.in
જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના | Gyan Sadhana Scholarship Yojana 2024-25 @gssyguj.in

ધોરણ- ૧ થી ૮માં સરકારી અથવા અનુદાનિત પ્રાથમિક શાળાઓમા સળંગ અભ્યાસ કરી ધોરણ-૮ નો અભ્યાસ પૂર્ણ કરેલ હોય તેમજ બાળકોનો મફત અને ફરજીયાત શિક્ષણનો અધિકાર અધિનિયમ, ૨૦૦૯ (RTE ACt, 2009) અને તે હેઠળ રચાયેલા બાળકોનો મફત અને ફરજીયાત શિક્ષણનો અધિકાર નિયમો, ૨૦૧૨ અન્વયે ૬ થી ૧૪ વર્ષના નબળા વર્ગોના અને વંચિત જૂથના બાળકોને સ્વનિર્ભર શાળાઓમાં વર્ગની સંખ્યાના ૨૫%ની મર્યાદામાં મફત શિક્ષણની જોગવાઈ હેઠળ સ્વનિર્ભર શાળાઓમાં ધોરણ૧ માં પ્રવેશ ધોરણમ મેળવીને ધોરણ-૮ સુધીનો સળંગ અભ્યાસ પૂર્ણ કરેલ હોય તેમજ તેવા બંને પ્રકારના વિદ્યાર્થીઓના વાલીની જ્ઞાન સાધના પ્રખરતા કસોટી વખતે આવક આરટીઈ એક્ટ, ૨૦૦૯ની કલમ ૧૨(૧)(સી) હેઠળ પ્રવેશ માટે નિયત થયેલ આવક મર્યાદા કરતા ઓછી હોય તેવા વિદ્યાર્થીઓ પૈકી તેજસ્વી વિધાર્થીઓને મેરીટના ધોરણે રાજ્યમાં કાર્યરત તમામ બોર્ડ સાથે સંલગ્ન સ્વનિર્ભર માધ્યમિક શાળાઓમાં ધોરણ-૯માં પ્રવેશ મેળવી ધોરણ-૧૨ સુધીનું શિક્ષણ પ્રાપ્ત કરી શકે, તે માટે આવા ગુજરાત રાજ્યના તેજસ્વી વિદ્યાર્થીઓને પસંદ કરી તેમને ધોરણ- ૯ થી ૧૨ સુધી તેમના પસંદગી મુજબના સ્વનિર્ભર શાળાઓમાં અભ્યાસ માટે સ્કોલરશીપ આપવાની નવી ‘જ્ઞાન સાધના સ્કૉલરશીપ યોજના’ અમલમાં મુકવામાં આવેલ છે. આ યોજનામાં દર વર્ષે નવા ૨૫,૦૦૦ તેજસ્વી વિદ્યાર્થીઓને પસંદ કરીને તેમને ધોરણ-૯ થી ૧૦ સુધીના અભ્યાસ દરમ્યાન વાર્ષિક રૂ! ૨૦,૦૦૦ અને ધોરણ-૧૧ થી ૧૨ સુધીના અભ્યાસ દરમ્યાન વાર્ષિક રૂ! ૨૫,૦૦૦ની સ્કોલરશીપ આપવામાં આવશે.

સ્કોલરશીપની રકમ વિદ્યાર્થીઓના ખાતામાં જમા કરાશે

આ સ્કોલરશીપ સીધી જ વિદ્યાર્થીઓના ખાતામાં જમા કરાવવામાં આવશે. સ્કોલરશીપની રકમ વિદ્યાર્થીઓની 80 ટકા હાજરીને આધારે ચૂકવવામાં આવશે. ધોરણ 9થી 12ના અભ્યાસ દરમિયાન કોઈપણ ધોરણમાં વિદ્યાર્થી નાપાસ થાય, અથવા તો શાળાનું શિક્ષણ છોડી દે, તેમજ વિદ્યાર્થી સામે કોઈ ગંભીર પગલાંઓ લેવામાં આવે તો આ યોજનાનો લાભ મળતો બંધ થઈ જશે.

આ જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના માટે યોજાનાર “જ્ઞાન સાધના પ્રખરતા કસોટી” રાજય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાનું ઠરાવવામાં આવેલ છે. આ કસોટી નીચેની વિગતે યોજવામાં આવશે.

આ કસોટી માટેના આવેદનપત્રો www.sebexam org વેબસાઇટ પરથી ઓનલાઇન ભરવાના રહેશે.

જ્ઞાન સાધના પરીક્ષાનો કાર્યક્રમઃ.

ફોર્મ ભરવાની મહત્વ ની તારીખો :

ફોર્મ ભરવાની શરુ તારીખ : 29/01/2024

ફોર્મ ભરવાની અંતિમ તારીખ :09/02/2024

ફોર્મ ભરવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો 

જ્ઞાન સાધના સ્કોલરશીપ પરીક્ષા સંબંધિત જાહેરાત માટે અહીં ક્લિક કરો

જ્ઞાન સાધના શિષ્યવૃતિ જાહેરનામું જોવા માટે અહીં ક્લિક કરો

ઓનલાઇન રજિસ્ટ્રેશન કરવા માટે અહીં ક્લિક કરો

જ્ઞાનસાધના શિષ્યવૃત્તિ પરીક્ષા (સરકારી શાળાના વિદ્યાર્થીઓ માટે જ) ફોર્મ ભરવા માટે અહીં ક્લિક કરો

જ્ઞાનસાધના શિષ્યવૃત્તિ પરીક્ષા (સ્વનિર્ભર શાળાના વિદ્યાર્થીઓ માટે જ) ફોર્મ ભરવા માટે અહીં ક્લિક કરો

ઓફિસિયલ જાહેરાત અહીં ક્લિક કરો
ઓફિસિયલ વેબસાઇટ અહીં ક્લિક કરો
ટેલિગ્રામ ચેનલમા જોડાઓ અહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં ક્લિક કરો
જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના | Gyan Sadhana Scholarship Yojana 2024-25 @gssyguj.in

કસોટીમાં બેસવા માટેની પાત્રતા :

a) સરકારી અથવા અનુદાનિત પ્રાથમિક શાળાઓમાં ધોરણ ૧ થી ૮ ની સળંગ અભ્યાસ કરી ધોરણ-૮ માં અભ્યાસ કરતા હોય કે ઉત્તીર્ણ થયેલ હોય,

અથવા

b) આરટીઈ એકટ ૨૦૦૯ની કલમ ૧૨(૧)(સી)ની જોગવાઈ હેઠળ સ્વનિર્ભર શાળાઓમાં ૨૫% ની મર્યાદામાં જે તે સમયે ધોરણ-૧ માં પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓ કે જેઓ ધોરણ-૮માં અભ્યાસ કરતા હોય કે ઉત્તીર્ણ થયેલ હોય,

c) અને ઉપર (a) અને (h)ના કિસ્સામાં જેઓના વાલીની આવક આરટીઈ એક્ટ, ૨૦૦૯ની કલમ ૧૨(૧)(સી) હેઠળ પ્રવેશ માટે નિયત થયેલ આવક મર્યાદા હાલ શહેરી વિસ્તાર માટે રૂ! ૧,૫૦,૦૦૦ (એક લાખ પચાસ હજાર) અને ગ્રામ્ય વિસ્તાર માટે ! ૧,૨૦,૦૦૦ (એક લાખ વીસ હજાર) કરતા વધુ ન હોય તેવા વિદ્યાર્થીઓ કસોટી આપી શકો.

જ્ઞાન સાધના પરીક્ષા ફીઃ-

જ્ઞાન સાધના પ્રખરતા પરીક્ષા માટે કોઇપણ ફી રહેશે નહી.

જ્ઞાન સાધના કસોટીનું માળખું:

પ્રવેશ પરીક્ષા બહુવિકલ્પ સ્વરૂપની અને વિવિધ હેતુલક્ષી સ્વરૂપની (Multiple Choice Question-MCQ Based) રહેશે.

પ્રવેશ પરીક્ષાનું પ્રશ્નપત્ર ૧૨૦ ગુણનું તથા સમય ૧૫૦ મિનિટનો રહેશે.

પ્રવેશ પરીક્ષાનું માધ્યમ ગુજરાતી/અંગ્રેજી ભાષામાં રહેશે.

પ્રવેશ પરીક્ષામાં નીચે મુજબના વિષય તથા ગુણભાર રહેશે.

જો કોઇ કિસ્સામાં વિદ્યાર્થીઓનું એકસરખુ ગુણાંકન (મેરીટ) આવે ત્યારે પસંદગી યાદી તૈયાર કરવાની પદ્ધતિ નકકી કરવાની આખરી સત્તા રાજય પરીક્ષા બોર્ડની રહેશે. પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓને 30 મિનિટનો વધારાનો સમય મળવાપાત્ર થશે.

જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના 2023 | Gyan Sadhana Scholarship Yojana 2023

જ્ઞાન સાધના અભ્યાસક્રમ

MAT બૌધ્ધિક યોગ્યતા કસોટીના ૪૦ પ્રશ્નો શાબ્દીક અને અશાબ્દીક તાર્કીક ગણતરીના રહેશે. આ પ્રશ્નોમાં સાદ્રશ્ય (Analogy), વર્ગીકરણ (Classification), સંખ્યાત્મક શ્રેણી (NumericalSerles), પેર્ટન (Pattern Perception), છુપાયેલી આકૃતિ (Hidden Figure) વિષય આધારિત પ્રશ્નો રહેશે,

SAT શૈક્ષણિક યોગ્યતા કસોટીના ૮૦ પ્રશ્નોમાં ધોરણ-૮ ના ગણિત-૨૦ ગુણ, વિજ્ઞાન-૨૦ ગુણ અને સામાજિક વિજ્ઞાન-૧૫ ગુણ, અંગ્રેજી ૧૦ ગુણ, ગુજરાતી-૧૦, હિન્દી-૫ ગુણ વિષયનો સમાવેશ થશે.

*અભ્યાસક્રમ ધોરણ-૮ નો ઉપરોક્ત વિષયનો રહેશે.

જ્ઞાન સાધના પરીક્ષા કેન્દ્ર

પરીક્ષા માટે નોંધાયેલ વિદ્યાર્થીઓની સંખ્યા તથા પરીક્ષાલક્ષી વહીવટી અનુકૂળતા અનુસાર રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર દ્વારા ગુજરાત રાજ્યમાં જે તે તાલુકામાં કસોટી/પરીક્ષા કેન્દ્રો નક્કી કરવામાં આવશે. વિદ્યાર્થીએ બોર્ડ દ્વારા ફાળવવામાં આવેલ પરીક્ષા કેન્દ્ર પર સ્વ ખર્ચે પરીક્ષા આપવા ઉપસ્થિત રહેવાનું રહેશે.

કસોટીનું પરિણામ અને કામચલાઉ મેરીટ લિસ્ટ

  • આ કસોટીનું પરિણામ રાજય પરીક્ષા બોર્ડની વેબસાઈટ www.sebexam.org પર પ્રસિધ્ધ કરવામાં આવશે.
  • જ્ઞાન સાધના પ્રખરતા કસોટીમાં Cut Off કરતાં વધુ ગુણ મેળવનાર તેજસ્વી વિદ્યાર્થીઓની યાદી રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર દ્વારા નિયામકશ્રી, શાળાઓની કચેરી, ગાંધીનગરને યાદી સુપ્રત કરવામાં આવશે.
  • ઉપર મુજબની યાદી પૈકીના બાળકોના દસ્તાવેજોની ખરાઈ જીલ્લા શિક્ષણાધિકારીશ્રીઓએ નિયામકશ્રી, શાળાઓની સૂચના અનુસાર કરવાની રહેશે.
  • તે ખરાઈ પછી જે વિદ્યાર્થીઓ સ્કોલરશીપ માટે પાત્ર થાય છે તેવા બાળકોના કામ ચલાઉ મેરીટ
  • લિસ્ટ (Provisional Merit List) નિયામક્શી, શાળાઓની કચેરી દ્વારા તૈયાર કરવામાં આવશે.
  • રાજ્ય કક્ષાની આ યાદી તૈયાર કરતી વખતે સરકારશ્રીના પ્રવર્તમાન ધારા-ધોરણ મુજબ અનુસુચિત જાતિ અને અનુસુચિત જન જાતિના વિદ્યાર્થીઓનો સમાવેશ કરવાનો રહેશે. અને દરેક કેટેગરીમાં ૫૦% લાભાર્થી કન્યાઓ રહેશે.

ફાઈનલ મેરીટ લિસ્ટ જાહેર કરવાની પ્રક્રિયા

  • નિયામકશ્રી, શાળાઓ દ્વારા કામચલાઉ મેરીટ લિસ્ટ તૈયાર થયા બાદ તે જાહેર કરવાની રહેશે.
  • સાથે સાથે સંબંધિત વિદ્યાર્થીઓના વાલીને નિયત સમય મર્યાદામાં તેમની પસંદગી મુજબની સ્વનિર્ભર શાળામાં પ્રવેશ મેળવીને તે અંગેની એન્ટ્રી જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજનાના પોર્ટલમાં કરવા માટે જણાવવામાં આવશે.
  • વિદ્યાર્થીઓની તેમની પસંદગી મુજબની સ્વનિર્ભર શાળામાં પ્રવેશ મેળવવાની સંપૂર્ણ જવાબદારી વિદ્યાર્થીઓની અને તેમના વાલીની રહેશે અને તે બાબતે જિલ્લા શિક્ષણાધિકારી અથવા નિયામકશ્રી, શાળાઓની કોઈ જવાબદારી રહેશે નહિ.
  • કામચલાઉ મેરીટ લિસ્ટ જાહેર થયા બાદ તે લિસ્ટમાં આવેલ વિદ્યાર્થીઓજે કોઈ સ્વનિર્ભર શાળામાં
  • પ્રવેશ માટે અરજી કરે તો તેમને શાળા દ્વરા સહાનુભૂતિ પૂર્વક વિચારણા કરવાની રહેશે.
  • આ પ્રવેશ મેળવેલ તમામ વિદ્યાર્થીઓની ફાઈનલ મેરીટ લિસ્ટ (Final Merit List) નિયામકશ્રી, શાળાઓ દ્વારા તૈયાર કરવામાં આવશે.

ઓનલાઈન અરજી કરવાની રીત :

  • Step 01 : આ જાહેરાતના સંદર્ભમાં રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા તા:.૧૧/૦૫/૨૦૨૩ (બપોરે ૦૩:૦૦ કલાક) થી તા.ર૬/૦૫/૨૦૧૩ (રાત્રીના ૧૨:૦૦ કલાક) દરમિયાન http://www.sebexam.org પર ઓનલાઈન જ અરજીપત્રક સ્વીકારવામાં આવશે. ઉમેદવારે નિયત કરેલ ફોર્મ ઓનલાઈન ભરવા માટેની સૂચનાઓ નીચે મુજબની છે. વિદ્યાર્થીએ અરજી કરવા માટે નીચે મુજબના સ્ટેપ્સ અનુસરવાના રહેશે.
  • Step 02 : અરજી ફોર્મ ચોકસાઈપૂર્વક nline ભરવાનું રહેશે. નામ, અટક, જન્મ તારીખ, જાતિ (કેટેગરી) કે અન્ય કોઈ બાબતે પાછળથી બોર્ડ દ્વારા સુધારો કરવામાં આવશે નહીં. જેની ખાસ નોંધ લેવી.
  • Step 03 : સમગ્ર ફોર્મ અંગ્રેજીમાં ભરવાનું રહેશે.
  • Step 04 : સરકારી અનુદાનિત શાળાના વિદ્યાર્થી માટે ફોર્મ ભરવાની વ્યવસ્થા શાળા દ્વારા પણ કરવાની રહેશે.
  • Step 05 : સૌ પ્રથમ http://www.sebexam.org પર જવું.
  • Step 06 : “Apply Online” પર Click કરવું.
  • Step 07 : Apply Now પર Click કરવાથી Application Format દેખાશે. Application Format માં સૌ પ્રથમ Adhar UDI નાખવાનું રહેશે. જેથી વિગતો AUTO FILL જોવા મળશે. જે તપાસી બાકીની વિગતો વિદ્યાર્થીએ ભરવાની રહેશે. (અહીં લાલા”) કુંદડીની નિશાની જયાં હોય તેની વિગતો ફરજિયાત ભરવાની રહેશે.)
  • Step 08 : Confirm Application પર Click કરવાથી વિદ્યાર્થીની અરજીનો બોર્ડમાં online સ્વીકાર થઈ જશે. અહીં Confirm Number Generate થશે. જે ત્યારપછીની બધી જ કાર્યવાહી માટે જરૂરી હોઈ વિદ્યાર્થીએ સાચવવાનો રહેશે. વિદ્યાર્થીએ બોર્ડ સાથે કોઈપણ પત્રવ્યવહાર કે રજૂઆત કરતી વખતે પોતાનો આ Confirmation Number દર્શાવવાનો રહેશે.
  • Step 09 : વિદ્યાર્થી ગુજરાતી કે અંગ્રેજી પૈકી જે માધ્યમ પસંદ કરશે તે માધ્યમમાં પ્રવેશ પરીક્ષા આપી શકશે.
જ્ઞાનસાધના સ્કોલરશીપ પરીક્ષા અંગે ડીટેઇલ ઠરાવઅહિં ક્લીક કરો

મુખ્યમંત્રી જ્ઞાન સાધના શિષ્યવૃત્તિ પરીક્ષા પરિણામ જાહેર

જ્ઞાન સાધના સ્કોલરશિપ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ ડાઉનલોડ કરવાં માટે અહીં ક્લિક કરો

જ્ઞાન સાધના શિષ્યવૃત્તિ પરિક્ષા પરિણામ જોવા અહીં ક્લિક કરો.

મુખ્યમંત્રીશ્રી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ (CGMS) પરીક્ષા-2024 નું પરીણામનું જાહેરનામું


જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના ડિટેલ માહિતી અહીંથી જુઓ.

જ્ઞાન સાધના સ્કોલરશીપ પરીક્ષા- 2023 A કેટેગરીના પ્રશ્નપત્રની પ્રોવિઝનલ આન્સર કી

જ્ઞાન સાધના સ્કોલરશીપ પરીક્ષા- 2023 A કેટેગરીનું પ્રશ્નપત્ર – ગુજરાતી માધ્યમ

જ્ઞાન સાધના સ્કોલરશીપ પરીક્ષા- 2023 A કેટેગરીનું પ્રશ્નપત્ર – અંગ્રેજી માધ્યમ

જ્ઞાન સાધના પસંદ થયેલ જિલ્લવાઇસ શાળાઓની યાદી અહીં ક્લિક કરો 



મહત્વપૂર્ણ લિંક: 

જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના 2023 | Gyan Sadhana Scholarship Yojana 2023

FAQ – વારંવાર પુછાતા

1 Comment

Add a Comment
  1. અભય
    ધોરણ આઠ પુણ થયેલ વિધયાથી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *