ચૂંટણીમાં ગડબડ થતી દેખાય છે? cVIGIL App દ્વારા ચૂંટણીપંચને જણાવો, ૧૦૦ મિનિટમાં જ થશે નિકાલ

C-VIGIL એપ શું છે?

સી-વિજિલ એ Android અને iPhone એપ્લિકેશન છે, જેનો ઉપયોગ સૂચનાની તારીખથી આચાર સંહિતાના ઉલ્લંઘનની જાણ કરવા માટે થાય છે. ચૂંટણી પંચે ચૂંટણીમાં ગેરરીતિ રોકવા માટે આ એપ તૈયાર કરી છે. આ એપની મદદથી ચૂંટણી રાજ્યોમાં લોકો આચારસંહિતા ભંગની માહિતી આપી શકે છે.

cVIGIL App : કઇ રીતે ચૂંટણીમાં ગેરરીતિ અટકાવશે સી-વિજિલ એપ ? જાણો તમામ માહિતી. ગુજરાતમાં મતદાતાઓ માટે ખાસ સુવિધા: આ રીતે કરો કોઈ પણ ફરિયાદ, 100 જ મિનિટમાં EC આપશે જવાબ

cVIGIL App : કઇ રીતે ચૂંટણીમાં ગેરરીતિ અટકાવશે સી-વિજિલ એપ ? જાણો તમામ માહિતી

ચૂંટણી પંચે ચૂંટણીમાં ગેરરીતિ અટકાવવા માટે સી-વિજિલ એપ તૈયાર કરી છે. આ એપની મદદથી મતદાતા ચૂંટણી આચાર સંહિતાના ઉલ્લંઘનની જાણ કરી શકે છે. આ એપ તમામ એન્ડ્રોઈડ અને આઈઓએસ યુઝર્સ માટે તૈયાર કરવામાં આવી છે.

આ વખતે ચૂંટણી પંચ મતદારોની સુવિધા માટે C-VIGIL એપ લઈને આવ્યું છે. આના માધ્યમથી મતદારો તેમની ફરિયાદ અહીં નોંધી શકે છે, જેનો જવાબ 100 મિનિટમાં આપવામાં આવશે.

  • ગુજરાતમાં મતદાતાઓ માટે ખાસ સુવિધા
  • ફક્ત 100 મિનિટની અંદર મળશે જવાબ 
  • કંઈ પણ ફરિયાદ હોય તો આ એપ પર કરો

ગુજરાત વિધાનસભા ચૂંટણી બે તબક્કામાં થશે. પ્રથમ તબક્કા માટે 1 ડિસેમ્બરે, જ્યારે બીજા તબક્કા માટે, રાજ્યમાં 5 ડિસેમ્બરે મતદાન થશે. 

કેવી રીતે કામ કરશે સી વિજિલ એપ cVIGIL App ?

મતદારો પહેલા આચારસંહિતા ભંગનો બે મિનિટનો વીડિયો બનાવે અથવા તો ફોટો લે. તે પછી તેને ચોક્કસ લોકેશન સાથે એપ પર અપલોડ કરો. જો લોકેશન સાચુ ન હોય તો જીપીએસ ઓન કરો અને પછી એપ ઓટોમેટીક લોકેશન જાણી જશે.

ફરિયાદ પછી તમને એક યુનિક ID મળશે, જેનાથી તમે જાણી શકશો કે શું કાર્યવાહી કરવામાં આવી હતી. આ એપ દ્વારા જે પણ ફરિયાદ કરવામાં આવશે તે સીધી કંટ્રોલ રૂમમાં મોકલવામાં આવશે. ત્યાંથી કાર્યવાહી કર્યા બાદ યોગ્ય જવાબ એપ પર અપલોડ કરવામાં આવશે. 100 મિનિટમાં આરઓ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે.

આ પણ વાંચો  નમો લક્ષ્મી યોજના ગુજરાત સરકાર | Namo Laxmi Yojana 2024-25

કઇ રીતે ફરિયાદ કરવી cVIGIL App?

  • જે લોકો સી-વિજિલ એપ દ્વારા કોઈની પણ ફરિયાદ કરવા માગે છે, તેમણે આ એપ ઇન્સ્ટોલ કરવાની રહેશે.
  • એપ ઈન્સ્ટોલ થયા પછી તમારે રજીસ્ટ્રેશન કરાવવું પડશે. આ માટે ફરિયાદીએ નામ, સરનામું, રાજ્ય, જિલ્લા, વિધાનસભા અને પિનકોડની વિગતો આપવાની રહેશે.
  • ઓટીપીની મદદથી તેની ચકાસણી કરવામાં આવશે.
  • હવે ફરિયાદ કરવા માટે ફોટો અથવા કેમેરા પસંદ કરો.
  • ફરિયાદી એપ પર 2 મિનિટ સુધીનો વીડિયો અપલોડ કરી શકે છે.
  • ફોટા અને વીડિયો સંબંધિત વિગતો માટે એક બોક્સ પણ ઉપલબ્ધ છે, જ્યાં તેના વિશે લખી શકાય છે.
cVIGIL
cVIGIL
Price: To be announced

Leave a Comment