મોદી સરકારે કર્મચારીઓ માટે લાગુ કરી જૂની પેન્શન યોજના ! Old Pension Scheme

મોદી સરકારે સરકારી કર્મચારીઓ માટે લાગૂ કરી જૂની પેન્શન યોજના! જાણો કેવી રીતે મળશે ફાયદો.

જૂની પેન્શન યોજનાની ઈચ્છા ધરાવતા કેન્દ્રીય કર્મચારીઓ માટે ખુશખબર છે. હવે નવી અને જૂની પેન્શન યોજનામાંથી કોઈ એકની પસંદગી કરવાનો તેમની પાસે વિકલ્પ રહેશે. જો કે કેન્દ્ર સરકારે આ માટે કેટલીક શરતો પણ નક્કી કરી છે. કાર્મિક મંત્રાલય તરફથી શુક્રવારે આ અંગે એક આદેશ બહાર પાડવામાં આવ્યો.

જૂની પેન્શન યોજનાની ઈચ્છા ધરાવતા કેન્દ્રીય કર્મચારીઓ માટે ખુશખબર છે. હવે નવી અને જૂની પેન્શન યોજનામાંથી કોઈ એકની પસંદગી કરવાનો તેમની પાસે વિકલ્પ રહેશે. જો કે કેન્દ્ર સરકારે આ માટે કેટલીક શરતો પણ નક્કી કરી છે. કાર્મિક મંત્રાલય તરફથી શુક્રવારે આ અંગે એક આદેશ બહાર પાડવામાં આવ્યો. પસંદગીના કેન્દ્રીય કર્મચારીઓને જૂની પેન્શન યોજનામાં જવાનો કે પછી હાલની વ્યવસ્થામાં રહેવાનો એમ બંને પ્રકારના વિકલ્પ મળશે.

કટ ઓફ ડેટ
સરકારે આ માટે કટ ઓફ ડેટ 22 ડિસેમ્બર 2003 નક્કી કરી છે. તેનો અર્થ એ થયો કે તમને તે પહેલા સરકારી નોકરી મળી હશે તો તમે જૂની પેન્શન યોજનામાં સામેલ થઈ શકશો. ત્યારબાદ નોકરી મેળવનારાઓએ નવી પેન્શન યોજનામાં જ રહેવું પડશે. કેન્દ્ર સરકારના જણાવ્યાં મુજબ આ માટે લાયક કર્મચારીઓ 31 ઓગસ્ટ 2023 સુધીમાં જૂની પેન્શન યોજનામાં જવાનો વિકલ્પ પસંદ  કરી શકે છે. પંજાબ, હિમાચલ પ્રદેશ, સહિત અનેક રાજ્યોમાં જૂની પેન્શન યોજના લાગૂ કરાઈ છે. છત્તીસગઢ સરકારે પણ કેન્દ્રની જેમ નવી અને જૂની પેન્શન યોજના પસંદ કરવાનો વિકલ્પ આપ્યો છે. 

કયા કર્મચારીઓને મળશે લાભ
કેન્દ્ર તરફથી બહાર પડેલા નોટિફિકેશન મુજબ જૂની પેન્શન યોજનાનો વિકલ્પ એવા કર્મચારીઓ જ પસંદ કરી શકે છે જેમમણે નેશનલ પેન્શન સિસ્ટમ (NPS)ની અધિસૂચિત કરાયેલા તારીખ (22 ડિસેમ્બર 2003) પહેલા વિજ્ઞાપિત કે અધિસૂચિત પદો પર નોકરી મેળવી હોય. આ કર્મચારીઓ કર્મચારી કેન્દ્રીય સિવિલ સેવા (પેન્શન) નિયમ 1972 (હવે 2021) OPS માં સામેલ થવાને પાત્ર છે. 

See also  બિપોરજોય વાવાઝોડાથી અસરગ્રસ્ત થયેલ જિલ્લાઓમાં કેશડોલ્સની સહાય

જો પછી નોકરીમાં જોડાયા હોવ તો
જો તમે 22 ડિસેમ્બર 2003 પછી નીકળેલી ભરતીમાં સરકારી નોકરી મેળવી હોય તો જૂની પેન્શન સ્કીમનો ફાયદો મળશે નહીં. તમે નવી પેન્શન વ્યવસ્થા ઉપર જ રહેશો. 

ક્યાં સુધી કરી શકશો અરજી?
જો તમે જૂની પેન્શન યોજના (OPS)નો વિકલ્પ પસંદ કરવાને પાત્ર હોવ તો 31 ઓગસ્ટ 2023 સુધીમાં આ વિકલ્પનો ઉપયોગ કરી શકો છો. 

કયા કર્મચારીઓને મળશે ફાયદો
2003 પહેલા કેન્દ્ર કરકારના મોટાભાગના કર્મચારીઓ જૂની પેન્શન યોજનાનો લાભ લઈ રહ્યા હતા. નવોદય વિદ્યાલય જેવી કેટલીક સંસ્થાઓમાં જ જૂની પેન્શન સ્કીમ લાગૂ નહતી. આવામાં આ નિર્ણયનો ફાયદો નવોદય જેવી સંસ્થાઓમાં 2003 પહેલા જોઈન કરનારા કર્મચારીઓને થશે. જે પહેલેથી જ નવી પેન્શન સ્કીમ હેઠળ હતા. Leave a Reply

Your email address will not be published. Required fields are marked *