જમીનના જુના રેકોર્ડ મેળવો ઘરે બેઠા : 7/12 અને 8-અ ના દાખલા ઘરે બેઠા મેળવો ઓનલાઇન, ગુજરાત સરકારના Revenue Department દ્વારા લેન્ડ રેકોર્ડ સિસ્ટમને ઓનલાઇન બનાવવામાં આવેલ છે. Gujarat E Dhara તરીકે ઓળખાતી ડીજીટાઈઝેશન સિસ્ટમને ભારત સરકાર તરફથી પ્રશંસા મેળવી છે. આ સિસ્ટમને e-Governance Project માટે એવોર્ડ પણ મળેલો છે. ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોના હિત માટે મહત્ત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. હવે રાજ્યના ખેડૂતો મહેસૂલી રેકોર્ડ એટલે Land Record નમૂના 7/12, 8-A, 6 વગેરે Download કરી શકાશે. આ ડીજીટલ સાઇન્ડની નકલ AnyRoR Anywhere Portal અને iORA portal પરથી મેળવી શકાશે.
iora પોર્ટલ ગુજરાત- હાઇલાઇટ્સ
આર્ટિકલનો વિષય | AnyRoR 7/12 Utara Online |
ભાષા | ગુજરાતી અને English |
સેવાનો ઉદ્દેશ | ગુજરાતના ખેડૂતો પોતાની જમીનના ૬, ૭/૧૨ અને ૮-અ ઘરે બેઠા ઓનલાઈન કાઢી શકશે. |
લાભાર્થી | ગુજરાતના તમામ ખેડૂતો |
Official Website AnyRoR | anyror.gujarat.gov.in |
Official Website i-ORA | iora.gujarat.gov.in |
જુના જમીન રેકોર્ડના લાભો
- જમીનના માલિકી હકોનું રક્ષણ કરે છે
- બેંક લોન સરળતાથી ઉપલબ્ધ છે
- જમીન વિવાદો અને મુકદ્દમાઓના કિસ્સામાં માલિકી નક્કી કરવા માટે એક મહત્વપૂર્ણ દસ્તાવેજ તરીકે કાર્ય કરે છે.
- જમીનનું વેચાણ કરતી વખતે એક મહત્વપૂર્ણ દસ્તાવેજ છે અને આ ખરીદનારને જમીનની વિગતોને ક્રોસ-ચેક કરવામાં મદદ કરે છે.
- એપ્લિકેશન મફત છે અને રેકોર્ડ્સ તપાસવા માટે ઓછો સમય લે છે
- ગુજરાતમાં જમીનના રેકોર્ડના પ્રકાર
- આ પોર્ટલ જમીનના રેકોર્ડને ઓનલાઈન જાળવવા અને અપડેટ કરવા માટે સરકાર દ્વારા ચકાસાયેલ ફોર્મ પ્રદાન કરે છે. જમીનના રેકોર્ડના પ્રકારો છે-
- VF 6 (ગામનું ફોર્મ 6) – જમીનના રેકોર્ડમાં રોજબરોજના ફેરફારની જાળવણી ગ્રામીણ એકાઉન્ટન્ટ અથવા તલાટી દ્વારા કરવામાં આવે છે. VF 6 દ્વારા મેળવવામાં આવે છે.
- VF 7 (ગામનું ફોર્મ 7) – તે 7/12 અથવા સાતબારા ઉતરા તરીકે પણ ઓળખાય છે. સર્વે નંબર VF 7 થી મેળવવામાં આવે છે.
- VF 8A (ગામનું ફોર્મ 8A) – તે ખાટાની વિગતો પ્રદાન કરે છે
- 135 ડી – તે પરિવર્તનની સૂચના છે. જ્યારે કોઈ વ્યક્તિ મ્યુટેશન માટે અરજી કરે છે, ત્યારે વિલેજ એકાઉન્ટન્ટ 135D જારી કરે છે.
આ એપ પર કઈ કઈ સેવાઓ ઉપલબ્ધ છે?
- ગ્રામીણ જમીન રેકોર્ડ
- શહેરી જમીન રેકોર્ડ
- મિલકત શોધ
- જમીન ખરીદવા, પ્રીમિયમ ચૂકવવા વગેરેની પરવાનગી મેળવવા માટે ઓનલાઈન અરજી
ડીજિટલી સાઇન્ડ નકલ AnyRoR અથવા i-ORA પોર્ટલ પરથી મેળવી શકાશે
ઈન્ટરનેટ પર AnyRoR અથવા i-ORA પોર્ટલ ચાલુ કરો
સૌ પ્રથમ ડીજિટલી સાઇન્ડ નકલ AnyRoR (https://anyror.gujarat.gov.in) અથવા i-ORA (https://iora.gujarat.gov.in) પોર્ટલ પર જાઓ. ત્યાં ચોથા નંબર પર VIEW LAND RECORD – RURAL પર ક્લિક કરો. ક્લિક કર્યા બાદ નીચે Select any one ( (કોઇ એક પસંદ કરો) એવુ લખેલું હશે. ત્યાં ક્લિક કરવાથી વિવિધ પ્રકારની વિગતો ખુલશે. આ વિગતોમાંથી જે પણ મહેસૂલી નમૂનાની વિગત જોઈતી હોય તેને સિલેક્ટ કરો.
કોઇપણ વ્યક્તિ ડિજિટલી સાઇન્ડ નકલ ઓનલાઇન મેળવી શકશે તેમણે ઉમેર્યું કે, જમીન માટેનુ મહત્વનું રેકર્ડ ગામ નમુના નં.6, 7/12, 8-અ ની અધિકૃત નકલો હાલે જે તાલુકા ઇ-ધરા કેન્દ્રો / ઇ-ગ્રામ્ય કક્ષાએથી ઉપલબ્ધ થાય છે, તે હવે કોઇપણ વ્યક્તિ ડિજિટલી સાઇન્ડ (Digitally Signed) નકલ ઓન-લાઇન મેળવી શકશે, તથા આ નકલ ઉપયોગ માટે અધિકૃત ગણાશે. આ માટે ભરપાઇ કરવાની થતી નકલ ફી પણ ઓન-લાઇન ભરવાની રહેશે. ડીજિટલી સાઇન્ડ નકલ AnyRoR (https://anyror.gujarat.gov.in) અથવા i-ORA (https://iora.gujarat.gov.in) પોર્ટલ પરથી મેળવી શકાશે. આ નકલ પર કયુઆર કોડ (QR Code) ઉપલબ્ધ હશે. જેથી તેની અધિકૃતતાની ખાતરી ઓન-લાઇન કોઇપણ વ્યક્તિ તથા સંસ્થા કરી શકશે.
7/12 અને 8-અ ના દાખલા ઓનલાઇન ડાઉનલોડ કરવા માટે ના સ્ટેપ
- સૌપ્રથમ મહેસુલ વિભાગના AnyRoR (anyror.gujarat.gov.in) તથા i-ORA (https://iora.gujarat.gov.in/) પર પોર્ટલ પર જાઓ.
- AnyRoR અથવા i-ora પોર્ટલના મુખ્ય પેજ પર દર્શાવેલ “Digitally Signed RoR/ડિજિટલ સાઇન્ડ ગામ નમૂના નંબર” પર ક્લિક કરો.
- તમારો મોબાઈલ નંબર દાખલ કરો.
- વેબસાઈટની પેજમાં દેખાતા Captcha Code વાંચીને તેની નીચેના ટેક્સબોક્ષમાં દાખલ કરો. જો captcha code વાંચી શકાય એમ ન હોય તો “Refresh Code” પર ક્લિક કરો. જેથી નવો કોડ સ્ક્રીન પર આવશે.
- કેપ્ચા કોડ નાખ્યા બાદ “Generate OTP” પર ક્લિક કરો. OTP જનરેટ કરવાથી તમારા દ્વારા દાખલ કરેલા મોબાઈલ નંબર પર વેરિફિકેશન કોડ આવશે.
- મોબાઇલ નંબર પર પર આવેલા વેરિફિકેશન કોડ Textbook મા દાખલ કરીને “Login” પર click કરો.
- Login પર click કર્યા બાદ ડિજિટલી સાઇન્ડ ગામ નમૂના મેળવવા માટેનું ફોર્મ ઓપન થશે.
- ગામ નમૂના નંબર મેકવાવા માટે તમારો જિલ્લો, તાલુકો અને ગામ પસંદ કરવાનું રહેશે. જેમાં સર્વે નંબર / બ્લોક નંબર / ખાતા નંબર / નોંધ નંબર પસંદ કરી “Add Village Form”પર click કરો.
- તમારે જરૂરી ગામ નમૂના નંબર ની વિગતો એક પછી એક ઉપર જણાવેલ મુદ્દા નંબર- 8 મુજબ “Add Village Form” પર click કરી યાદી તૈયાર કરો.
- ત્યારબાદ ગામ નમૂના નંબરની યાદી તૈયાર કર્યા બાદ તેની જરૂરી ચકાસણી કરી “Procced For Payment” પર click કરો.
- હવે “Procced For Payment” પર ક્લિક કર્યા બાદ જો કોઈ સુધારો કરવો હોય તો “Cancel Request” પર ક્લિક કરો.
- .જો તમામ માહિતી બરાબર હોય તો “Pay Amount” પર click કરી જરૂરી રકમની ચૂકવણી ઓનલાઇન કરો.
- નોંધ:- A) ગામ નમૂના માટે ફી Online જ ભરવાની છે. B) ઓનલાઈન રકમ ભરતાં પહેલાં ઓન-લાઈન પેમેન્ટ કરવા અંગેની પોર્ટલના મુખ્ય પેજ પર દર્શાવેલ સૂચનાઓ કાળજીપૂર્વક વાંચી લેવી.
- પેમેન્ટની ચુકવણી કર્યા બાદ ડિજિટલ ગામ નમૂના નંબર Download કરવા માટે સ્ક્રીન પર મળશે. જેમાં “Download RoR” પર ક્લિક કરીને ડીજીટલ ગામ નમૂના ડાઉનલોડ કરી શકાશે.
- નોંધ:- A) જો રકમની ચુકવણી કર્યા બાદ ડીજીટલ ગામ નમૂના નંબર તૈયાર થયેલા ન હોય તો “Generate રોર” પર ક્લિક કરી ડીજીટલ ગામ નમૂના નંબર તૈયાર કરો.
- ડીજીટલ ગામ નમૂના નંબર તમારા login માં 24 કલાક સુધી ડાઉનલોડ કરવા માટે ઉપલબ્ધ રહેશે. ત્યારબાદ લોગીનમાંથી રદ થશે.
- Digital Gam Namuna Number માં ડીજીટલ સાઇન્ડ હોય છે. અને તે રાજ્ય સરકાર દ્વારા માન્ય કરેલી નકલ છે.
- ડીજીટલ ગામ નમૂના નંબરમાં દર્શાવેલ QR Code સ્કેન કરવાથી કોઈપણ વ્યક્તિ કે સંસ્થા તેને સર્વરની કોપીની ખરાઈ તેમજ ચકાસણી કરી શકશે.
મહત્વપૂર્ણ લિંક
- ડિજિટલી સાઇન્ડ દસ્તાવેજની પ્રમાણિત નકલ મેળવવા માટેની કાર્યપધ્ધતિ
- ડિજિટલી સિલ્ડ પ્રોપર્ટીકાર્ડની નકલ મેળવવા માટેની કાર્યપધ્ધતિ
- ડિજિટલી સાઇન્ડ ગામ નમૂના નંબર મેળવવા માટેની કાર્યપધ્ધતિ
- કોવીડ-૧૯ ના કારણે મૃત્યુ પામનારના વારસને મળતી સહાય માટે ઓન-લાઇન અરજી કરવા માટેની કાર્યપધ્ધતિ
AnyRoR Gujarat Website | અહીં ક્લિક કરો |
i-ORA Gujarat Portal | અહીં ક્લિક કરો |
ટેલિગ્રામ ચેનલમા જોડાઓ | અહીં ક્લિક કરો |
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ | અહીં ક્લિક કરો |
vav (raghva famous)ta-khergam dist- navasri
mape vav(rag had a Libya)
Jay goga