GPSC વર્ગ – ૧ / ૨ સ્પર્ધાત્મક પરીક્ષા કોચિંગ સહાય યોજના શરૂ, મળશે 20 હજાર ની સહાય

By | August 3, 2023

અનુસૂચિત જનજાતિના સ્નાતકની તથા જે તે સ્પર્ધાત્મક પરીક્ષા માટેની ન્યુનત્તમ શૈક્ષણિક લાયકાત ધરાવતા તથા ડેવલોપમેન્ટ સપોર્ટ એજન્સી ઓફ ગુજરાત, ગાંધીનગર (ડી-સેગ) દ્વારા એમ્પેનલ કરવામાં આવેલ એજન્સી દ્વારા કાર્યરત સેન્ટરમાં કોચિંગ મેળવતા વિદ્યાર્થીઓ માટે કોચિંગ સહાય તરીકે (ડાયરેક્ટ બેનીફીશિવરી ટ્રાન્સફર) ડી.બી.ટી. યોજના મારફત વિદ્યાર્થી દીઠ એક વખત 20,000/- અથવા વાસ્તવિક કોચિંગ ફી પૈકી જે ઓછુ હોય તેટલો સીધો લાભ મેળવી શકશે. આ યોજનામાં રસ અને લાયકાત ધરાવતા વિદ્યાર્થીઓએ આગામી તા. ૧૭ ઓગષ્ટ ૨૦૨૩ સુધીમાં ડી-સેગના પોર્ટલ https://dsagsahay.gujarat.gov.in/ પર ઓનલાઇન ફોર્મ ભરવાનું રહેશે.

GPSC વર્ગ – ૧ / ૨ સ્પર્ધાત્મક પરીક્ષા કોચિંગ સહાય યોજના શરૂ, મળશે 20 હજાર ની સહાય

GPSC કોચિંગ સહાય યોજના

આ કોચિંગ સહાય યોજના હેઠળ આદિજાતિના જિલ્લાઓના અંતરિયાળ વિસ્તારમાં કોચિંગ સેન્ટર શરૂ કરી વિષયના નિષ્ણાંત અને અનુભવી શિક્ષકો દ્રારા કોચિંગ, ઓડીયો/વિઝ્યુયલ સીસ્ટમ દ્વારા વિવિધ વિષયની વિસ્તાર પૂર્વક સમજ, કોચિંગ મટીરીચલ્સ, રેગ્યુલર માસિક પરીક્ષા તેમજ મોક ટેસ્ટનું આયોજન દ્વારા કોટિંગ પૂરું પાડવામાં આવશે.

કોચિંગનો સંયગાળો

  • કોચિંગનો સમયગાળો ઓછામાં ઓછો ચાર થી છ માસનો રાખવાનો રહેશે તથા અઠવાડિયામાં પાંચ (૫) દિવસ પ્રતિદિન બે થી ત્રણ ક્લાક.
  • કોચિંગ દરમિયાન વિદ્યાર્થીએ ૮૦% બાયોમેટ્રીક હાજરી રજૂ કરવાની રહેશે, પરંતુ કુદરતી આપત્તિ કે મહામારી જેવી અસાધારણ પરિસ્થિતીઓમાં શિક્ષણ વિભાગની વખતો વખતની સૂચના મુજબ ઓનલાઈન શિક્ષણ માન્ય ગણવામાં આવશે.

કોચિંગ સહાય યોજનાનો લાભ કોણ લઈ શકે?

લાયકાતના ધોરણો

  • આદિજાતિના વિદ્યાથી જેને સ્પર્ધાત્મક પરીક્ષા માટે નિયત થયેલ ન્યુનત્તમ શૈક્ષણિક લાયકાત ધરાવતા હોવા જોઈએ.
  • આદિજાતિ વિદ્યાર્થી જ જિલ્લામાં યિંગ મેળવવા માંગતો હશે તે જિલ્લાના લક્ષ્યાંક અન્વય સ્નાતક કક્ષાના મેરીટના ધોરણે વિદ્યાથીની પસંદગી કરવામાં આવશે.
  • અરજદારશ્રીએ મૂળ, GPSC વર્ગ-૧, વર્ગ-૨ ની સ્પર્ધાત્મક પરીક્ષા અને સ્પીપા પ્રાવેસિક પરીક્ષા માટે ઓનલાઇન અરજી કરેલ હોવી જોઇએ.
  • આદિજાતિ અરજદાર વિદ્યાર્થીઓની સંખ્યા વધુ હશે તો ડી-સેગ કચેરીના આયોજન અંતર્ગત ઉપલબ્ધ ગ્રાન્ટની મર્યાદાના આધારે અનુસૂચિત આદિજાતિ વિસ્તાર અને છુટા છવાયા વિસ્તાર માટે વિદ્યાર્થીના લક્ષ્યાંક પ્રવર્તમાન વસ્તી ગણતરીના આધારે ફાળવવામાં આવશે. જે પૈકી સ્નાતકની ટકાવારી અથવા જે તે સ્પર્ધાત્મક પરીક્ષા માટેની નિયત લાયકાતના મેરીટના ધોરણે વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવશે.

આવક મર્યાદા

  • વિદ્યાર્થીના કુટુંબની વાર્ષિક આવક રૂ.૫.૦૦ લાખ કે તેથી ઓછી હોવી જોઈતો.

સહાય મેળવવા માટેના ધોરણો

  • વિદ્યાર્થીએ ડી-સેગ દ્વારા એમ્પેનલ થયેલ એજન્સીમાં કોચિંગ મેળવેલ પ્રવેશના આધારો રજૂ કરવાના રહેશે
  • વિદ્યાર્થીએ ભરેલ ફીની પહોંચ 
  • વિદ્યાર્થીની ૯૦% બાયોમેટ્રીકસ હાજરીનું પ્રમાણપત્ર
  • વિદ્યાર્થીએ આદિજાતિ હોવાનું જાતિનું પ્રમાણપત્ર રજુ કરવાનું રહેતો.
  • વિદ્યાર્થીના કુટુંબની વાર્ષિક આવકનું વેલીડ પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે.

જરૂરી ડોક્યુમેન્ટ

અરજદારએ ઓનલાઈન અરજી દરમિયાન અપલોડ કરવાના ડોક્યુમેન્ટની વિગત નીચે મુજબ છે.

  • વિદ્યાર્થીનો ફોટો અપલોડ કરો
  • આધારકાર્ડની પી.ડી.એફ અપલોડ કરો
  • દિવ્યાંગના પ્રમાણપત્રની પી.ડી.એફ અપલોડ કરો
  • બેંક પાસબુકની પી.ડી.એફ. અપલોડ કરો
  • માર્કશીટની પી.ડી.એક અપલોડ કરો (સ્થાનક/અનુસ્નાતક)
  • આવકના દાખલાની પી.ડી.એફ અપલોડ કરી
  • જાતિના પ્રમાણપત્રની પી.ડી.એક અપલોડ કરો

કોચિંગ સહાય યોજના માટે ફોર્મ કેવી રીતે ભરવું ?

કોચિંગ યોજનાનો લાભ લેવા ફોર્મ ભરવા અંગેની વિગતો નીચે મુજબ અનુસરો

  • સૌથી પહેલાં વિદ્યાર્થીએ પ્રવેશ માટે ડેવલોપમેન્ટ સપોર્ટ એજન્સી ઓફ ગુજરાત (ડી-સેગ) ના ઓનલાઈન પોર્ટલ ઉપર રજીસ્ટ્રેશન કરવાનું રહેશે.અથવા અહીં ક્લિક કરો
  • અરજી પત્રકમાં દર્શાવ્યા મુજબનો સંપૂર્ણ વિગત ઓનલાઈન ભરવાની રહેશે અને ઓનલાઈન પોર્ટલ ઉપર તમામ સાધનિક કાગળો / પ્રમાણપત્રો ઓનલાઈન અપલોડ કરવાના રહેશે.
  • “સબમિટ” કર્યોથી અરજદારના મોબાઈલ ઉપર એસ.એમ.એસ (SMS) દ્વારા રજીસ્ટ્રેશન નંબર જનરેટ થાય ત્યારે અરજી સબમિટ થયેલ છે તેમ માલુમ પડશે.
  • ૧૪ આદિજાતિ જિલ્લાઓના પ્રાયોજના કચેરી દ્વારા તથા આદિજાતિ જલ્લાઓ સિવાયના જિલ્લાઓની અરજીઓ વડે કચેરી દ્વારા મંજુર કે નામજુંર કરવામાં આવશે.
  • ફોર્મ ભરવા વિગતવાર માટે અહી ક્લિક કરો 

મહત્વની લિંક

જાહેરાત વાંચવા માટેઅહીં ક્લિક કરો
ફોર્મ ભરવા માટેઅહીં ક્લિક કરો
વધુ માહિતી માટેઅહીં ક્લિક કરો
જોડાઓ Whatsapp ગ્રુપમાંઅહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *