ધોરણ 1થી 8માં 41 હજાર શિક્ષકોનું મહેકમ ઘટાડી દેવાયું

ધોરણ1થી 8માં 41 હજાર શિક્ષકોનું મહેકમ ઘટાડી દેવાયું

  • વર્ષ 2022-23ની સ્થિતિએ 19,963 શિક્ષકોની જગ્યા ખાલી
  • ગુજરાતમાં 2.03 લાખ શિક્ષક, પશ્ચિમ બંગાળ જેવા રાજ્યમાં 5 લાખ!
  • રાજ્યમાં 1,657 સ્કૂલ એક જ શિક્ષકથી ચાલે છે

ગુજરાતમાં વર્ષ 2022-23ની સ્થિતિએ ધો.1થી 8માં 19,963 શિક્ષકોની જગ્યાઓ ખાલી છે, સંખ્યાબંધ સ્કૂલોને તાળાં વાગ્યા છે અથવા તો મર્જ કરી દેવાઈ છે, આ સ્થિતિને લીધે ચોંકાવનારી બાબત તો એ છે કે, ગુજરાતમાં એક જ વર્ષમાં 41 હજાર જેટલા શિક્ષકોનું મહેકમ ઘટાડી દેવાયું છે.

વર્ષ 2021-22માં 2.44 લાખ શિક્ષકોની મંજૂર જગ્યાઓ હતી, અલબત્ત, 2022-23માં શિક્ષકોનું મહેકમ ઘટીને 2.03 લાખ થઈ ગયું છે. ગુજરાત કરતાં પાડોશી રાજ્યોની સ્કૂલોમાં શિક્ષકોની સંખ્યા માતબર છે, જેમ કે મધ્યપ્રદેશમાં ધો.1થી 8માં 3.63 લાખ શિક્ષકો છે, એ જ રીતે રાજસ્થાનમાં 2.99 લાખ અને મહારાષ્ટ્રમાં 2.95 લાખથી વધુ શિક્ષકોનું મહેકમ છે અથવા તો મંજૂર થયેલી જગ્યા છે. ઉલટાનું મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાં એક વર્ષમાં શિક્ષકોનું મહેકમ વધારાયું છે.

શિક્ષણ વિભાગે જાહેર કરેલી માહિતીમાં આ બાબત સામે આવી છે. ગુજરાતમાં શિક્ષણ ક્ષેત્રની ઘોર ખોદાઈ રહી છે, સરકાર શિક્ષણની જવાબદારીમાંથી છટકી, લોકો ખાનગી સ્કૂલોમાં મોંઘીદાટ ફી ચૂકવવા મજબૂર બને તેવી સ્થિતિ પેદા કરી રહી હોવાનો નિષ્ણાતોનો મત છે. ગુજરાતમાં શિક્ષકોની ખાલી જગ્યાઓના પ્રમાણમાં પણ સતત વધારો થઈ રહ્યો છે, વર્ષ 2021-22માં 2.44 લાખ શિક્ષકોમાંથી 2.30 લાખ શિક્ષકોની જગ્યા ભરાયેલી હતી, જોકે વર્ષ 2022-23માં ફરજ બજાવતાં શિક્ષકોની સંખ્યા ઘટીને 1.83 લાખ થઈ છે, ગત વર્ષે 13 હજાર જેટલા શિક્ષકોની જગ્યા ખાલી હતી, જોકે હવે 19,963 શિક્ષકોની જગ્યા ખાલી છે. ગુજરાતમાં 2.03 લાખ શિક્ષક છે.

રાજ્યમાં 1,657 સ્કૂલ એક જ શિક્ષકથી ચાલે છે

ગુજરાતમાં 1,657 સ્કૂલો એવી છે જે આજે પણ માત્ર એક શિક્ષકની ચાલે છે, વર્ષ 2021-22ની સ્થિતિની કબૂલાત ખુદ સ્કૂલ એજ્યુકેશન વિભાગે કરી છે, એટલું જ નહિ પરંતુ 26,591 સ્કૂલોને મર્જ કરવામાં આવી છે, 4,638 સેકન્ડરી સ્કૂલ અને 8,126 સિનિયર સેકન્ડરી સ્કૂલનું એકત્રીકરણ કરાયું છે.

See also  Fix Pay : Kaymikaran mudde Sarkar SC ma Affidavit Karshe : Nitin Patel


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *