ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ | રજીસ્ટ્રેશન | વિજેતા | સર્ટિિકેટ | Gujarat Gyan Guru Quiz Registration | Result @g3q.co.in

અમારા WhatsApp ગૃપપમાં જોડાઓ Join Now

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ 2022 નું રજીસ્ટ્રેશન કરો ઓનલાઇન

મંત્રી જીતુભાઇ વાઘાણીએ કહ્યું કે, રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા આ મેગા ક્વિઝ કોમ્પીટીશનનું આયોજન કરવામાં આવ્યું છે. આ ક્વિઝ કોમ્પીટીશનમાં રાજ્યના ધોરણ ૯ થી ૧૨ અને કોલેજ, યુનિવર્સિટી કક્ષાએ અભ્યાસ કરતાં તમામ વિદ્યાર્થીઓ ભાગ લઇ શકશે અને તાલુકા, જિલ્લા તેમજ રાજય કક્ષા એમ તમામ સ્તરે વિજેતા થતા ઉમેદાવારોને આકર્ષક ઇનામો અને તમામ સ્પર્ધકોને ગુજરાત સરકાર સ્તરે પ્રમાણપત્ર એનાયત કરવામાં આવશે. વિદ્યાર્થીઓ માટે આ ક્વિઝ દરરોજ યોજાશે અને ૧૫ અઠવાડિયા સુધી સતત ચાલશે. આ ક્વિઝમાં વિધ્યાર્થીઓ ઉપરાંત રાજ્યના અભ્યાસ ન કરતા હોય તેવા સામાન્ય નાગરીકો પણ ભાગ લઈ શકશે જેને અલગ સ્વરૂપે પ્રોત્સાહિત કરાશે. ક્વિઝમાં પ્રતિ અઠવાડીયે ૨૫૨ તાલુકા-નગરપાલિકા, ૧૭૦ વોર્ડનાં વિજેતા ઉમેદવારોને રૂ.૧.૬૦ કરોડના ઈનામો મળી કુલ ૧૫ અઠવાડીયાના આશરે રૂ. ૨૫ કરોડના ઈનામો તથા સ્ટડી ટૂર પ્રાપ્ત થશે.

g3q.co.in. Gujarat Gyan Guru Quiz

તેમણે ઉમેર્યુ કે, ‘ગુજરાત જ્ઞાન ગુરૂ ક્વિઝ’માં અંદાજે ૨૫ લાખથી વધુ વિદ્યાર્થીઓ આ ક્વિઝ્મા ભાગ લઇ શકે તે મુજબનુ આયોજન કરવામાં આવ્યું છે. પ્રથમ તબક્કામાં ઓનલાઈન ક્વિઝ તાલુકા-નગરપાલિકા/વોર્ડ કક્ષાએ, દ્વિતીય તબક્કામાં જિલ્લા-મહાનગરપાલિકા કક્ષાએ તેમજ ત્રીજા અને અંતિમ તબક્કામાં ઓફલાઈન ક્વિઝ રાજ્ય કક્ષાએ યોજાશે.

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ શું છે?

મંત્રીએ કહ્યુ કે, આ ક્વિઝ માટે હજારો પ્રશ્નો સમાવવામાં આવ્યા છે. જેમાં કેન્દ્ર સરકાર તેમજ રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ, યોજનાઓના મુખ્ય ઉદ્દેશ્યો, લાભાર્થીઓ, અત્યાર સુધી યોજનામાં હાંસલ કરેલ સિધ્ધિઓ, લાભાર્થીઓની સંખ્યા અને રકમ તથા વિદ્યાર્થીઓના અનુભવગત પ્રશ્નોને પણ આ ક્વિઝમાં સમાવવામાં આવશે. તે માટે પ્રશ્નબેંક સ્ક્રુટીની કમિટીની પણ રચના કરવામાં આવી છે. આ ક્વિઝ અઠવાડીયામા દર રવિવારથી ચાલુ થઈને દર શુક્રવારે સમાપ્ત થશે અને દર શનિવારે વિજેતા જાહેર થશે. દર અઠવાડિયે તાલુકા અને વોર્ડ કક્ષાના શાળા અને કોલેજ/યુનિવર્સીટી વિભાગને પ્રતિ સ્પર્ધક દીઠ ક્વિઝનો સમયગાળો ૨૦ મિનીટનો અને ક્વીઝમાં ૨૦ ક્વિઝ રહેશે. દરરોજ ૨૫૦ ક્વિઝની ડિઝીટલ પુસ્તિકા સ્પર્ધકોને માર્ગદર્શિકા તરીકે ઓનલાઈન પ્રાપ્ત થશે. તે ઉપરાંત દર અઠવાડિયે તાલુકા અને વોર્ડ કક્ષાના, શાળા અને કોલેજ/યુનિવર્સીટી વિભાગનાં દસ-દસ વિજેતાઓ જાહેર કરવામાં આવશે.

Related Posts  શાળા મિત્ર એપ્લિકેશન | Shala Mitra App – Study for GSEB

મંત્રીએ કહ્યુ કે, જીલ્લા કક્ષાની સ્પર્ધા પૂર્ણ થયા બાદ રાજ્ય કક્ષાની અંતિમ સ્પર્ધા યોજવામાં આવશે. જેમાં સમગ્ર સ્પર્ધા દરમિયાન જીલ્લા અને મહાનગરપાલિકાના વિજેતા જાહેર થયેલા સ્પર્ધકો ભાગ લેવા માટે લાયક ઠરશે. રાજ્ય કક્ષાની સ્પર્ધા ઓફલાઈન મોડમા ક્વિઝ માસ્ટર સાથે શાનદાર અને ધમાકેદાર રીતે આયોજીત થશે. આ ક્વિઝ ઓનલાઈન માધ્યમથી આયોજીત કરવામાં આવશે. વિધ્યાર્થીઓને સાયન્સ સિટીની ટૂર તથા વિજેતા વિદ્યાર્થીઓને નામાંકિત સ્થળોની સ્ટડી ટુર કરાવવામાં આવશે. તે ઉપરાંત તમામ સ્પર્ધકોને ગુજરાત સરકાર સ્તરે પ્રમાણપત્ર એનાયત કરવામાં આવશે.     

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ શિક્ષણ વિભાગ દ્વારા આયોજિત આ મેગા ક્વિઝ કોમ્પિટિશનમાં વાહન વ્યવહાર, પ્રવાસન અને યાત્રાધામ વિકાસ મંત્રી પૂર્ણેશ ભાઈ મોદી, ઉદ્યોગ રાજ્ય મંત્રી જગદીશભાઈ પંચાલ, પ્રવાસન રાજ્ય મંત્રી  અરવિંદભાઈ રૈયાણી તેમજ સાયન્સ અને ટેકનોલોજી વિભાગનો જરૂરી સહયોગ પ્રાપ્ત થશે.

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ ના ઇનામો

પ્રતિ અઠવાડિયે ૨૫૨ તાલુકા – નગરપાલિકા, ૧૭૦ વોર્ડના વિજેતા ઉમેદવારોને ૧.૬૦ કરોડના ઇનામો મળી કુલ ૧૫ સપ્તાહના ૫ કરોડના ઇનામો તથા ટુર પ્રાપ્ત થશે.

Gujarat Gyan Guru Quiz Registration 2022 @g3q.co.in

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનું રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું?

ક્વિઝની જાહેરાત 07મી જુલાઈ 2022ના રોજ કરવામાં આવશે. જેનું લોકાર્પણ ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી. ભૂપેન્દ્ર પટેલ જુલાઈ 2022 ના રોજ સાયન્સ સિટી અમદાવાદથી કરવામાં આવશે.

 • સ્ટેપ 1- ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ સ્પર્ધા રજીસ્ટ્રેશન 2022 પર ગૂગલ પર સર્ચ કરો.
 • સ્ટેપ 2- “www.g3q.co.in” વેબસાઇટ પર જાઓ.
 • સ્ટેપ 3- રજીસ્ટ્રેશન ટેબ પર જાઓ.
 • વેબ્સાઈટ : અહી ક્લિક કરો
Related Posts  કોમનવેલ્થ ગેમ 2022 મેડલ લીસ્ટ | ભારતીય વિજેતા ખેલડીઓની યાદી | Birmingham 2022 Commonwealth Games medals tally

G3Q Quiz Result Date, Time 2022: 16-07-2022, 03:00

 • Quiz Result : Click Here
 • G3Q સર્ટિિકેટ ડાઉનલોડ કરો : Click Here
Gujarat Gyan Guru Quiz Registration 2022 @g3q.co.in
Gujarat Gyan Guru Quiz g3q.co.in

જાણશે ગુજરાત, જીતશે ગુજરાતનો ધ્યેય

 • આ ક્વિઝ દ્વારા પ્રશ્નબેંક સ્ક્રુટીની કમિટીની પણ રચના કરવામાં આવેલ હશે.
 • આ ક્વિઝ અઠવાડિયામાં દર રવિવારથી ચાલુ થઈને દર શુક્રવારે સમાપ્ત થશે.
 • દર શનિવારે વિજેતા જાહેર થશે.
 • દરરોજ 250 ક્વિઝની ડિઝીટલ પુસ્તિકા સ્પર્ધકોને માર્ગદર્શિકા તરીકે ઓનલાઈન પ્રાપ્ત થશે.
 • દર અઠવાડિયે તાલુકા અને વોર્ડ કક્ષાના શાળા અને કોલેજ/યુનિવર્સીટી વિભાગ બનાવવામાં આવેલ હશે.
 • પ્રતિ સ્પર્ધક દીઠ ક્વિઝનો સમયગાળો 20 મિનીટનો અને ક્વિઝમાં 20 ક્વિઝ રહેશે.
 • આ ઉપરાંત, દર અઠવાડિયે તાલુકા અને વોર્ડ કક્ષાના, શાળા અને કોલેજ વિભાગનાં અંદાજિત દસ-દસ વિજેતાઓ જાહેર કરવામાં આવશે.
 • આ સ્પર્ધામાં ભાગ લેનાર તમામ સ્પર્ધકોને મળશે પ્રમાણપત્ર.

આ ક્વિઝમાં ભાગ લેવા માટેની લાયકાત

શિક્ષણ વિભાગ દ્વારા આયોજિત ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝ (G3Q), શાળા કક્ષાએ ધોરણ 9 થી 12 તથા કોલેજો અને યુનિવર્સીટી કક્ષાએ અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓ તેમજ અન્ય કેટેગરીમાં ગુજરાતના તમામ પ્રજાજનો ભાગ લઇ શકશે. કોઈ પણ પ્રકારની નોંધણી ફી રાખવામાં આવેલ નથી.

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ (G3Q) ના ઉદ્દેશો

· કવીઝના માધ્યમથી રાજ્યના વિદ્યાર્થીઓમાં જ્ઞાન અને જાગૃતિમાં અભિવૃદ્ધિ કરવી.

ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝ (G3Q) – ક્વિઝના પ્રકાર

રાજ્યમાં કરવામાં આવતી કામગીરી વડે પ્રજાને થતાં લાભ તેમજ સુખાકારીને લગતી માહિતી/જાણકારી.

Related Posts  ગુરુ પૂર્ણિમા | Guru Purnima | Wishes | Quotes | Photo Frame
1. શિક્ષણ વિભાગ7. કલાઈમેન્ટ ચેન્જ
2. આરોગ્ય અને પરિવાર/કલ્યાણ વિભાગ8. સાયન્સ અને ટેક્નોલોજી
3. સામાજિક અને ન્યાય વિભાગ9. વાઇબ્રન્ટ ગુજરાત
4. ઉદ્યોગ10. સ્ટેચ્યુ ઓફ યુનિટી
5. મહિલા અને બાળ વિકાસ11. વડનગર
6. આદિજાતિ વિકાસ12. સાહિત્ય અને ગુજરાતનો વારસો

30 Comments

Add a Comment
 1. Kodiyatar mayuri hareshbhai

  Online register

 2. Kalpu

 3. Stat-Gujarat
  Dist-Arvalli
  Ta -Modasa
  Villeg-vantada(kabola)
  Pin – 383316

 4. 300000

 5. TofiK slim bhai taibani

  Hi

 6. Borse darshan hiramanbhai

  Very good

 7. ગુજરાત ગુરુ જ્ઞાન ક્વિઝ રમત

 8. ગુજરાત ગુરુ જ્ઞાન ક્વિઝ

Leave a Reply

Your email address will not be published.