ગુજરાત પોલીસ લોકરક્ષકના વિવિધ સંવર્ગોની ભરતી પરીક્ષા પધ્ધતિમાં ફેરફાર

Gujarat State Reserve Police Force Recruitment Rules 2024

લોકરક્ષકના વિવિધ સંવર્ગોની સંયુક્ત સીધી ભરતીની પરીક્ષા પધ્ધતિમાં ફેરફાર

  • લોકરક્ષકની ભરતી અંતર્ગત લેવાતી શારીરિક કસોટીમાં હવે દોડ ફક્ત નિયત સમયમાં પાસ કરવાની રહેશે, તેના કોઈ ગુણ આપવાના રહેશે નહિ
  • શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થયેલા તમામ ઉમેદવારો OBJECTIVE MCQ TEST માં ભાગ લઈ શકશે.
  • ૧૦૦ ગુણની MCQ TESTને બદલે હવે ૨૦૦ ગુણનું OBJECTIVE MCQ TESTનું પેપર લેવાશે: પાસ થવા માટે ઓછામાં ઓછા ૪૦ ટકા ગુણ ફરજિયાત
  • રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી અથવા નેશનલ ફોરેન્સીક સાયન્સ યુનિવર્સિટીમાંથી કરેલા કોર્ષ માટે વધારાના ગુણ આપવામાં આવશે

સ્પર્ધાત્મક પરિક્ષાની તૈયારી કરતા રાજ્યના યુવાનો માટે રાજ્ય સરકારે લોકરક્ષકના વિવિધ સંવર્ગોની સંયુક્ત સીધી ભરતીની પરીક્ષા પધ્ધતિમાં મહત્વપૂર્ણ ફેરફાર કર્યા છે. જે અંતર્ગત અગાઉ લોકરક્ષકની ભરતીમાં શારીરિક કસોટી લેવામાં આવતી હતી તેમાં દોડના ગુણ આપવામાં આવતા હતા. જેના બદલે હવે દોડ ફક્ત નિયત સમયમાં પાસ કરવાની રહેશે, તેના કોઈ ગુણ રહેશે નહિ.

પહેલા શારીરિક કસોટીમાં ઉમેદવારોના વજનને પણ ધ્યાને લેવામાં આવતું હતું જે હવે રદ્ કરવામાં આવ્યુ છે. આમ, શારીરિક કસોટી હવે ફક્ત ક્વોલીફાઈંગ રહેશે તેના કોઈ ગુણ આપવાના રહેશે નહિ અને શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થયેલ તમામ ઉમેદવારો ત્યારબાદની OBJECTIVE MCQ TESTમાં ભાગ લઈ શકશે.

અગાઉ શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થયેલા ઉમેદવારોની બે કલાકની અને ૧૦૦ ગુણની MCQ TEST લેવામાં આવતી હતી. તેના બદલે હવે ૨૦૦ ગુણનું 3 કલાકનું OBJECTIVE MCQ TESTનું એક જ પેપર લેવામાં આવશે. આ પેપર ભાગ-A અને ભાગ-B એમ બે ભાગમાં રહેશે અને દરેક ભાગમાં પાસ થવા માટે ઓછામાં ઓછા ૪૦ ટકા ગુણ ફરજિયાત લાવાના રહેશે.

જુના પરીક્ષા નિયમોના વિષયો પૈકી સાયકોલોજી, સોશ્યોલોજી, આઈ.પી.સી., સી.આર.પી.સી., એવીડન્સ એક્ટ જેવા વિષયો રદ્ કરીને નીચે મુજબના મુખ્ય વિષયો રાખવામાં આવ્યા છે.

આ પણ વાંચો  Fixed Pay Mate Sarkar Dwara Pagar Vadharo Ane Anya Jaherato By Akila News

💥 લ્યો આવી ગયો LRD RR. હવે તો‌ ખાખી  જ ખપે ચાલો ‌ખાખી વાળા તૈયાર થઈ જાવ 

Gujarat State Reserve Police Force Recruitment Rules 2024 PDF Download

1 thought on “ગુજરાત પોલીસ લોકરક્ષકના વિવિધ સંવર્ગોની ભરતી પરીક્ષા પધ્ધતિમાં ફેરફાર”

Leave a Comment