ગુજરાતનું નવું મંત્રીમંડળ : કેબિનેટ કક્ષા , રાજ્યકક્ષાના કયા મંત્રીને કયું ખાતું ?

By | December 12, 2022

ગુજરાત વિધાનસભા ચૂંટણી જીત્યા બાદ ભાજપ ફરી એકવાર ગુજરાતમાં સરકાર બનાવી છે. આજે બપોરે સચિવાલયના હેલિપેડ ગ્રાઉન્ડ પર ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રીપદના શપથ લીધા હતા. ત્યારબાદ તેમના મંત્રીમંડળના 4 સભ્યો પણ શપથ લીધા હતા. આ શપથવિધિ સમારોહમાં ઉત્તરપ્રદેશના સીએમ યોગી આદિત્યનાથ, એમપીના સીએમ શિવરાજસિંહ ચૌહાણ, આસામના સીએમ હિમંત બિસ્વા સરમા સહિતના આમંત્રિત સમારોહ સ્થળે પહોંચી ગયા છે.

ભૂપેન્દ્ર પટેલનું મંત્રીમંડળ:8 કેબિનેટ, 2 રાજ્ય કક્ષા (સ્વતંત્ર) અને 6 રાજ્યકક્ષાના મંત્રીઓએ શપથ લીધા

ભૂપેન્દ્ર પટેલનું મંત્રીમંડળ:8 કેબિનેટ, 2 રાજ્ય કક્ષા (સ્વતંત્ર) અને 6 રાજ્યકક્ષાના મંત્રીઓએ શપથ લીધા, ભાનુબેન બાબરિયા એક માત્ર મહિલા મંત્રી, આ 10 મંત્રીઓ કપાયા

ગુજરાત મંત્રીમંડળનુ લીસ્ટ 2023

ગુજરાત મંત્રીમંડળનુ લીસ્ટ 2023 :- Gujarat Mukhya Mantri 2023 ગુજરાત વિધાનસભા ચૂંટણી જીત્યા બાદ ભાજપ ફરી એકવાર ગુજરાતમાં સરકાર બનાવી છે. ભૂપેન્દ્ર પટેલ આજે બપોરે સચિવાલયના હેલિપેડ ગ્રાઉન્ડ પર ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રીપદના શપથ લીધા હતા. ત્યારબાદ તેમના મંત્રીમંડળના 4 સભ્યો પણ શપથ લીધા હતા.

ગુજરાત મંત્રીમંડળનુ લીસ્ટ 2023

ગુજરાત મુખ્યમંત્રી 

ભૂપેન્દ્ર પટેલસામાન્ય વહીવટ, વહીવટી સુધારણા, તાલીમ અને આયોજન, ગૃહ અને પોલીસ હાઉસીંગ, મહેસૂલ અને આપત્તિ વ્યવસ્થાપન, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ, પંચાયત, માર્ગ અને મકાન અને પાટનગર યોજના, ખાણ અને ખનિજ, યાત્રાધામ વિકાસ, નર્મદા અને કલ્પસર, બંદરો, માહિતી અને પ્રસારણ, નશાબંધી અને આબકારી, સાયન્સ એન્ડ ટેકનોલોજી

ગુજરાત કેબિનેટ મંત્રી

કેબિનેટ મંત્રીમાં કોને ક્યું ખાતું, જુઓ લિસ્ટ

બળવંતસિંહ રાજપૂતઉદ્યોગ, લઘુ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ, કુટીર, ખાદી અને ગ્રામોદ્યોગ, નાગરિક ઉડ્ડયન, શ્રમ અને રોજગાર
ઋષિકેશ પટેલઆરોગ્ય, પરિવાર કલ્યાણ અને તબીબી શિક્ષણ, ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ, કાયદો, ન્યાયતંત્ર, બંધારણીય અને સંસદીય બાબતો
કનુ દેસાઈનાણા, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ
રાઘવજી પટેલકૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન , મત્સ્યોદ્યોગ, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ
કુંવરજી બાવળિયાજળસંપત્તિ અને પાણી પુરવઠા, અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષાને લગતી બાબતો
ભાનુબેન બાબરીયાસામાજિક ન્યાય અને અધિકારીતા, મહિલા અને બાળ કલ્યાણ
કુબેર ડિંડોરઆદિજાતી વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ
મૂળુભાઈ બેરાપ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, વન અને પર્યાવરણ, ક્લાઇમેટ ચેન્જ

રાજ્યકક્ષાના મંત્રીમાં કોને ક્યું ખાતું આપ્યો, જુઓ લિસ્ટ

હર્ષ સંઘવીરમત-ગમત અને યુવા, સ્વૈચ્છિક સંસ્થાઓનું સંકલન, બિન નિવાસી ગુજરાતીનો પ્રભાગ, વાહન વ્યવહાર, ગૃહ રક્ષક દળ અને ગ્રામ રક્ષક દળ, નાગરિક સંરક્ષણ, જેલ, સરહદી સુરક્ષા (તમામ સ્વતંત્ર હવાલો), ગૃહ અને પોલીસ હાઉસીંગ, ઉદ્યોગ, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ (રાજ્ય કક્ષા)
જગદીશ પંચાલસહકાર, મીઠા ઉદ્યોગ, છાપકામ અને લેખન સામગ્રી, પ્રોટોકોલ, (તમામ સ્વંતત્ર હવાલો), લઘુ, સુક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગ, કુટીર, ખાદી અને ગ્રામોદ્યોગ, નાગરિક ઉડ્ડ્યન (રાજ્ય કક્ષા)
ભીખુસિંહ પરમારઅન્ન અને નાગરિક પુરવઠા, સામાજિક ન્યાય અને અધિકારીતા
પરસોત્તમ સોલંકીમત્સ્યોદ્યોગ અને પશુપાલન
બચુ ખાબડપંચાયત અને કૃષિ
પ્રફુલ પાનસેરિયાસંસદીય બાબતો, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ, ઉચ્ચ શિક્ષણ
મુકેશ પટેલવન અને પર્યાવરણ, ક્લાઇમેટ ચેન્જ, જળસંપત્તિ અને પાણી પુરવઠા
કુંવરજી હરપતિઆદિજાતી વિકાસ, શ્રમ અને રોજગાર, ગ્રામ વિકાસ

ગુજરાત કેબિનેટ મંત્રી

બળવંતસિંહ રાજપૂતકેબિનેટ મંત્રીસિદ્ધપુર
ઋષિકેશ પટેલકેબિનેટ મંત્રીવિસનગર
કનુ દેસાઈકેબિનેટ મંત્રીપારડી
રાઘવજી પટેલકેબિનેટ મંત્રીજામનગર ગ્રામ્ય
કુંવરજી બાવળિયાકેબિનેટ મંત્રીજસદણ
ભાનુબેન બાબરીયાકેબિનેટ મંત્રીરાજકોટ ગ્રામ્ય SC
કુબેર ડિંડોરકેબિનેટ મંત્રીસંતરામપુર ST
મૂળુભાઈ બેરાકેબિનેટ મંત્રીખભાળિયા

ગુજરાત રાજ્યકક્ષાના મંત્રી

હર્ષ સંઘવીરાજ્યકક્ષા મંત્રી તથા સ્વતંત્ર હવાલોમજુરા
જગદીશ પંચાલરાજ્યકક્ષા મંત્રી તથા સ્વતંત્ર હવાલોનિકોલ
ભીખુસિંહ પરમારરાજ્યકક્ષા મંત્રીમોડાસા
પરસોત્તમ સોલંકીરાજ્યકક્ષા મંત્રીભાવનગર ગ્રામ્ય
બચુ ખાબડરાજ્યકક્ષા મંત્રીદેવગઢ બારીયા
પ્રફુલ પાનસેરિયારાજ્યકક્ષા મંત્રીકામરેજ
મુકેશ પટેલરાજ્યકક્ષા મંત્રીઓલપાડ
કુંવરજી હરપતિરાજ્યકક્ષા મંત્રીમાંડવી ST

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *