શ્રી કષ્ભંજનદેવ સાળંગપુર દર્શન | Gujarat Temple Live Darshan

સાળંગપુરમાં હનુમાન દાદાનું પ્રસિદ્ધ મંદિર આવેલું છે જ્યાં લોકોની તમામ પરેશાનીઓ દૂર થાય છે. સાળંગપુર ગામ બોટાદ જિલ્લામાં આવેલું છે જ્યાં કષ્ટભંજન હનુમાનજીની મૂર્તિ છે જે વિક્રમ સવંત 1905માં સ્વામિનારાયણ સંત ગોપાલાનંદ સ્વામી દ્વારા સ્થાપિત કરવામાં આવી હતી.

આ મંદિરમાં 25 ફૂટ પહોળો સભામંડપ પણ છે જે આરસના પથ્થરથી જડેલો છે. જે રૂમમાં હનુમાનજીની મૂર્તિ સ્થાપિત છે તેનો દરવાજો ચાંદીનો બનેલો છે. સાળંગપુર હનુમાનજીના મંદિરનું સમગ્ર ભારતમાં ઘણું મહત્વ છે. અહીંયા લોકો પોતાના દુઃખ લઇને આવે છે. એટલા માટે જ અહીંયા ભગવાન હનુમાનજીને કષ્ટભંજન દેવ કહેવાય છે. મિત્રો આજના લેખમાં આપણે કળિયુગના સાક્ષાત દેવ હનુમાનજીના આ ખૂબ જ પ્રસિદ્ધ ધામ વિશે જાણીશું.

જણાવી દઈએ કે, આ ચમત્કારિક મંદિરની સ્થાપના ભગવાન શ્રી સ્વામિનારાયણના અનુયાયી ગોપાલાનંદ સ્વામી દ્વારા કરવામાં આવી છે. એકવાર જયારે ગોપાલાનંદ સ્વામી બોટાદ આવ્યા ત્યારે તેના દર્શન કરવા માટે સાળંગપુરના દરબાર વાઘા ખાચર બોટાદ આવ્યા હતા.

ત્યારે સ્વામીએ વાઘા ખાચરને પૂછ્યું કે, બધું બરાબર તો છે ને? ત્યારે વાઘા ખાચરે જવાબ આપતા જણાવ્યું કે, ચાર ચાર વર્ષથી સતત દુષ્કાળ પડવાના કારણે હાલની આર્થિક પરિસ્થિતિ સારી નથી રહી. આ દુષ્કાળ વિશે સાંભળીને સ્વામીજીનું હૃદય પીગળી જાય છે અને વાઘા ખાચરને કહ્યું કે, તમારી બધી જ સમસ્યાઓનું નિવારણ આવી જશે.

હું સાળંગપૂરમાં હનુમાનજીની એક એવી મૂર્તિ સ્થાપિત કરીશ જે તમામ પ્રકારની પરેશાનીઓ દૂર કરશે જેથી તમારા તમામ કષ્ટો હંમેશ માટે દૂર થઈ જશે તેમ જ તેમના દર્શન કરનાર દરેક ભક્તના કષ્ટ પણ દૂર થઈ જશે. પછી સ્વામીજીએ પોતાના હાથે એક સુંદર ચિત્ર બનાવ્યું અને શિલ્પકારને આ ચિત્ર અનુસાર ખૂબ જ સુંદર મૂર્તિ બનાવવા કહ્યું.

પરમકૃપા સર્વાવતારી પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુજી સ્વદામ પધાર્યા બાદ અનાદિમૂળ અક્ષરમૂર્તિ યોગીવર્ય સ.ગુ.શ્રી ગોપાળનંદ સ્વામી સત્સંગ-પ્રસારાર્થે વિચરણ કરતાં બોટાદ ગામે આવ્યાં. સદગુરુશ્રીના દર્શનાર્થે સાળંગપુરના દરબાર વાઘા ખાચર આવ્યાં. વાઘા ખાચરે વેણ વદ્યાં: સ્વામી, અમારે બે પ્રકારના કાળ પડ્યાં છે. ત્રણ વરસથી વરસાદ નથી અને બીજું, અમારા ગામની આર્થિક સ્થિતિ નબળી હોવાના લીધે સંતો આવતા નથી, જેથી સત્સંગનો દુકાળ છે. સ્વામી! આપ કોઈ કૃપા કરો તો સંતો અમારે ત્યાં પધારે.

See also  શ્રી કષ્ભંજનદેવ સાળંગપુર દર્શન - Salangpur Hanuman Live Darshan

ભક્તોની મનોવ્યથા જાણી ગયેલા આર્ષદ્રષ્ટા સ્વામીશ્રીએ જવાબ વાળતા કહ્યું કે, તમારું આર્થિક દુ:ખ ટાળવા અમે આપને એવા તો દેવ આપીશું જે આપનું તથા સર્વ કોઈનું સર્વ પ્રકારે ભલું કરશે અને સદાય માટે તમને સદાય સંત સમાગમ રહેશે. સ્વામીજીએ અનંત જીવોના દુ:ખ દૂર કરે તેવા શ્રી કષ્ટભંજન હનુમાનજીને પધારવવાનો તત્કાળ શુભ સંકલ્પ કર્યો. સાળંગપુર ગામના પાદરામાં એક પાળિયા (શીલા) પર સ્વહસ્તે હનુમાનજીની મૂર્તિ દોરી આપી.

કાના કડિયાને બોલાવીને સુંદર, આકર્ષક અને ભાવવાહી મીર્તિ બનાવરાવી. તાત્કાલિકપણે નવ્ય-ભવ્ય અને રૂપકડું મંદિર બનાવવામાં આવ્યું. સવંત 1905ના આસો સદ પાંચમના દિવસે સાળંગપુર ગામમાં યોગીરાજ ગોપાળાનંદ સ્વામીએ એક ભવ્ય મહોત્સવમાં વેદોક્તવિધિથી શ્રી કષ્ટભંજન હનુમાનજી મહારાજની આ મૂર્તિની સ્થાપના કરી. આ મૂર્તિની સૌપ્રથમ આરતી નૈષ્ઠિક વ્રતધારી શુકમુનિ તથા ગોવિંદાનંદ સ્વામીએ ઉતારી.

પ્રગટ સામર્થ્યથી ધ્રુજી શ્રી હનુમાનજીની મૂર્તિ…

આરતી સમયે સ.ગુ શ્રી ગોપાળનંદ સ્વામી એક લાકડીને પોતાની દાઢીએ ટેકવીને મૂર્તિસામે ત્રાટક વિધિ કરતા ઊભા રહ્યાં અને આ મૂર્તિમાં હનુમાનજી મહારાજને અવિર્ભાવ કરવાનો સંકલ્પ કર્યો અને સમાધિયોગમાં શ્રીજીના સંકેત દ્વારા હનુમાનજીને આ મૂર્તિમાં સદા પ્રગટ બિરાજવા આહ્વાન આપ્યું. ગુરુ ગોપાળનંદજી સ્વામીની આજ્ઞા થતાંની સાથે જ શ્રી રામદૂત હનુમાનજી આ મૂર્તિમાં તત્કાળ અવિર્ભાવ પામ્યા, તે સાથે જે આ મૂર્તિ થર થર ધ્રુજવા લાગી. સર્વસુખદાતા સ્વામીજીના આહ્વાન બાદ મૂર્તિમાં બિરાજીને મારૂતિનંદન હસવા લાગ્યાં.

સ્વામીશ્રીએ હનુમાનજી મહારાજને વિનંતી કરી કે આપના ચરણે આવેલા હરકોઈ મનુષ્યોનાં દુખ દૂર કરજો. મૂઠ-ચોટ-ડાકણ-શાકણ-મલીન- મંત્ર-તંત્ર-ભૂત-પ્રેત-બ્રહ્મરાક્ષસ-ચૂડેલ-પિશાચ વગેરેના પાશથી પીડિતોને સર્વ પ્રકારે મુક્ત કરીએ સર્વનો ઉદ્ધાર કરજો. મૂર્તિ ત્યાં સુધી ધ્રુજતી જ હતી…ભક્તોએ સ્વામીને પ્રાર્થના કરી કે સ્વામી! બાજુમાં ગાઢપુરપતિ શ્રી ગોપાનાથજી મહારાજ તથા ધોલેરાના શ્રી મદનમોહનજી મહારાજનું માહાત્મ્ય ઘટી જશે, માટે પ્રગટ સામર્થ્યથી મૂર્તિને ધ્રુજતી બંધ કરો. ત્યાર બાદ સ્વામીજીની વિનંતીથી મૂર્તિ ધ્રુજતી અટકી. આજે પણ હનુમાનજીદાદા તેમના આંગણે આવનારા હર કોઈ પીડિત પર એકસમાન પ્રેમ વરસાવી સુખિયા કરે છે.

See also  ગિરનારની પરિક્રમા ક્યારે અને શા માટે કરવામાં આવે છે?

સર્વ કોઈ માટે સદાય ખુલ્લો રહેતો દાદાનો દરબાર

સાળંગપુર શ્રી કષ્ટભંજનદેવના મંદિરમાં નિત્ય સવારે 8થી 10 અને સાંજે 4થી 6 વાગ્યા સુધી પાઠ ચાલે છે. જો કોઈને કશી મુશ્કેલી હોય તો આ સમયે હનુમાનજી દાદા આગળ રજુ કરવાથી દુખી જીવોને પાઠપૂજા આપવામાં આવે છે. શ્રદ્ધાપૂર્વક કરાયેલી પાઠપૂજા દ્વારા સર્વથા સર્વપ્રકારે સુખશ્રેય થાય છે. સાળંગપુરમાં પ્રગટપણે બિરાજતા શ્રી કષ્ટભંજન દેવનાં દર્શન-સેવા-માનતા રાખનારનાં કષ્ટો દૂર થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *