HTAT UMEDVARO NI BHARTI THASHE

H-TAT વાળા ઉમેદવારોની આચાર્ય તરીકે ભરતી થશે

ગુજરાતમાં પ્રથમ વાર જ સીધી ભરતી

જિલ્લાસ્તરે ભરતી કેમ્પો યોજાશે ઃ જે-તે DEOને જિલ્લાનું વેકેન્સીનું લિસ્ટ મોકલાયુ


અમદાવાદ, ગુરૃવાર

એચ-ટાટ એટલે કે હેડ માસ્તર માટેની પરીક્ષા પાસ કરનારા ઉમેદવારોની આચાર્યપદ માટે ગુજરાતમાં પ્રથમ વાર જ સીધી ભરતી કરાશે. કયા જિલ્લામાં કેટલા આચાર્યોની જગ્યા ખાલી છે તેની યાદી જે-તે ડીઇઓને મોકલી અપાઇ છે. આગામી ટૂંક સમયમાં જ ભરતી માટેનાં કેમ્પો યોજાશે. એચ-ટાટનું મેરીટ ધરાવતાં ઉમેદવારો ભરતીને લઇને ભારે ઉત્સુક છે.
અગાઉ આચાર્યોની ખાલી જગ્યામાંથી ૫૫૦૦ જગ્યા પર પ્રમોશનથી ભરતી કરી દેવાઇ હતી. જ્યારે અન્ય ૨૪૦૦ જગ્યા પર એચ-ટાટની પરીક્ષામાં મેરીટ ધરાવનારા ઉમેદવારોની નિમણૂક કરાશે. જેના માટેની કાર્યવાહી શરૃ થઇ ગઇ છે. જૂન-૨૦૧૫થી પ્રાથમિક શાળાઓમાં નવું શૈક્ષણિક સત્ર શરૃ થવાનું છે. વર્તમાન શૈક્ષણિક વર્ષ દરમિયાન લગભગ ૧૧૦૦ જેટલા આચાર્યોની જગ્યા ખાલી પડી છે. જેના પર હવે નિમણૂક આપી દેવાશે.
આ અગાઉ ક્યારેય પણ ગુજરાતની શાળાઓમાં આચાર્ય માટે સીધી ભરતી થઇ નહોતી. આ વખતે પ્રથમ વખત જ આવું થઇ રહ્યું છે. તેમજ શિક્ષકો દ્વારા જિલ્લા ફેરની અરજીઓ અંગે સીનિયોરીટીનાં ધોરણે તેમની બદલી કરાશે. જોકે મેડીકલનું સર્ટીફીકેટ ધરાવતા શિક્ષકોને બદલીમાં અગ્રીમતા અપાશે.

-Gujarat Samachar

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *