હવે જાણો IPLના ઈતિહાસમાં સૌથી મોંઘા વેચાયેલા ખેલાડીઓ વિશે…
1. મિચેલ સ્ટાર્ક (રૂ. 24.75 કરોડ): કમિન્સનો આ રેકોર્ડ ફાસ્ટ બોલર મિચેલ સ્ટાર્કે તોડ્યો છે. હવે ઓસ્ટ્રેલિયન ફાસ્ટ બોલર મિચેલ સ્ટાર્ક IPL ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બની ગયો છે. તેને કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)ની ટીમે 24.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.
2. પેટ કમિન્સ (રૂ. 20.50 કરોડ): પેટ કમિન્સને સનરાઇઝર્સ હૈદરાબાદે રૂ. 20.50 કરોડમાં ખરીદ્યો છે. આ રીતે પેટ કમિન્સ IPL ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બની ગયો છે. પરંતુ તેનો આ રેકોર્ડ પણ એક કલાકમાં તૂટી ગયો હતો. પેટ કમિન્સને સનરાઇઝર્સ હૈદરાબાદે 20.50 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.
3. સેમ કરન(18.50 કરોડ): ઈંગ્લેન્ડના સ્ટાર ઓલરાઉન્ડર સેમ કરન IPL ઓક્શનમાં વેચાનાર સૌથી પહેલો મોંઘા પ્લેયર છે. કરન IPL 2023ના ઓક્શનમાં ઈતિહાસ રચ્યો હતો. આ ઓલરાઉન્ડરને પંજાબ કિંગ્સે 18.50 કરોડમાં ખરીદ્યો હતો. કરન હાલ પંજાબ કિંગ્સનો જ ભાગ છે.
4. કેમરુન ગ્રીમ (17.50 કરોડ): સેમ કરન પછી ઓક્શનમાં વેચાનાર સૌથી મોંઘા પ્લેયર કેમરુન ગ્રીન છે. ઓસ્ટ્રેલિયાના આ સ્ટાર ઓલરાઉન્ડરને મુંબઈ ઈન્ડિયન્સે 17.50 કરોડમાં ખરીદ્યો હતો. ગ્રીન આગામી સિઝનમાં RCB તરફથી રમતા નજર આવશે. ગ્રીનને મુંબઈ ઈન્ડિયન્સે ઓક્શન પહેલાં ટ્રેડ કર્યો છે.
5. બેન સ્ટોક્સ(16.25 કરોડ): ઈંગ્લેન્ડની ટેસ્ટ ટીમના કેપ્ટન અને ઓલરાઉન્ડર બેન સ્ટોક્સ IPL ઈતિહાસના ત્રીજો સૌથી મોંઘો પ્લેયર છે. તેને ચેન્નઈ સુપર કિંગ્સે 16.25 કરોડમાં ખરીદ્યો હતો. સ્ટોક્સે વર્કલોડ મેનેજમેન્ટના કારણે આગામી IPLમાંથી હટવાનો નિર્ણય લીધો છે.
6. ક્રિસ મોરિસ (16.25 કરોડ): સાઉથ આફ્રિકાના પૂર્વ ઓલરાઉન્ડર ક્રિસ મોરિસ ચોથો સૌથી મોંઘો પ્લેયર છે. IPL 2021ની હરાજીમાં રાજસ્થાન રોયલ્સે મોરિસને 16.25 કરોડમાં ખરીદ્યો હતો. ત્યારે મોરિસે આ મામલે યુવરાજ સિંહને પાછળ છોડ્યો હતો. યુવરાજને દિલ્હી ડેરડેવિલ્સે 2015માં 16 કરોડમાં ખરીદ્યો હતો.
7. નિકોલસ પૂરન (16 કરોડ): કેરેબિયન ક્રિકેટર નિકોલસ પૂરન આ લિસ્ટમાં પાંચમાં નંબર પર છે. પૂરનને લખનઉ સુપર જાયન્ટ્સે IPLના ગત સિઝનના ઓક્શનમાં 16 કરોડની બોલી લગાવીને ખરીદ્યો હતો.
ભારતીય ખેલાડીઓમાં યુવરાજ સૌથી આગળ
ટીમ ઈન્ડિયાના પૂર્વ ઓલરાઉન્ડર યુવરાજ સિંહ ઓક્શનમાં વેચાનાર સૌથી મોંઘા ભારતીય ખેલાડી છે. યુવરાજને દિલ્હી ડેરડેવિલ્સે 16 કરોડમાં ખરીદ્યા હતા. જોકે યુવરાજ 2015ની સિઝનમાં કંઈ ખાસ કરી શક્યા નહતા. તે 14 મેચમાં 19ની એવરેજથી માત્ર 248 રન જ બનાવી શક્યા હતા.
હાઇએસ્ટ સોલ્ડ ટોપ-5 ભારતીય પ્લેયર્સ
1. યુવરાજ સિંહ (રૂ. 16 કરોડ)
2. ઈશાન કિશન (રૂ. 15.25 કરોડ)
3. ગૌતમ ગંભીર (રૂ. 14.90 કરોડ)
4. દીપક ચાહર (રૂ. 14 કરોડ)
5. દિનેશ કાર્તિક (રૂ. 12.50 કરોડ)
અત્યાર સુધી હરાજી થનારા ખેલાડીઓની વિગત:
- સૌપ્રથમ બોલી શરૂ થતાં પહેલા રાજસ્થાન રોયલ્સની ટીમે રોવમેન પોવેલનને 7.4 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.
- ઈંગ્લેન્ડના પ્લેયર હેરી બ્રુકને દિલ્હી કેપિટલ્સ 4 કરોડમાં દિલ્હી કેપિટલ્સે ખરીદ્યો.
- ટ્રેવિસ હેડને સનરાઇઝર્સે 6.80 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.
- રચિન રવિન્દ્રને ચેન્નઈ સુપર કિંગ્સે 1.80 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે.
- શાર્દુલ ઠાકુરને ચેન્નઈ સુપર કિંગ્સે 4 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે.
- પેટ કમિન્સને સનરાઇઝર્સ હૈદરાબાદે 20.5 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે.
- ગેરાલ્ડ કોએત્ઝીને મુંબઈ ઈન્ડિયન્સે 5 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે.
- હર્ષલ પટેલને પંજાબ કિંગ્સે 11.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે.
- ડેરીલ મિશેલને ચેન્નાઈ સુપર કિંગ્સે 14 કરોડ રૂ.માં ખરીદ્યો. તેણે વર્લ્ડ કપમાં ભારત સામે બે સદી ફટકારી હતી.
- ઈંગ્લેન્ડના ફાસ્ટ બોલર ક્રિસ વોક્સને પંજાબ કિંગ્સે 4.20 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે.
- ટ્રિસ્ટન સ્ટબ્સને દિલ્હી કેપિટલ્સ દ્વારા તેમની ટીમમાં રૂ. 50 લાખની મૂળ કિંમતે સામેલ કર્યા છે.
- KS ભરતને કોલકાતા નાઈટ રાઈડર્સે 50 લાખ રૂપિયામાં ખરીદ્યો છે.
- RCBએ અલઝારી જોસેફને 11.50 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે.
- ફાસ્ટ બોલર ઉમેશ યાદવને ગુજરાત ટાઇટન્સે 5.8 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે.
- લખનઉ સુપર જાયન્ટ્સે 6.40 કરોડમાં શિવમ માવીને પોતાની ટીમ સામેલ કર્યો
- કોલકાતા નાઈટ રાઈડર્સે મિશેલ સ્ટાર્કને 24.75 કરોડ રૂપિયાની રેકોર્ડ તોડ કિંમતમાં ખરીદ્યો છે.
- જયદેવ ઉનડકટને સનરાઇઝર્સ હૈદરાબાદે 1.60 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.
- શ્રીલંકાના પ્લેયર દિલશાન મદુશંકા 4.60 કરોડ રૂપિયામાં વેચાયા.
IPL માટે ખેલાડીઓની હરરાજી લાઈવ જુઓ